Home> Gujarat
Advertisement
Prev
Next

શ્વાસ અધ્ધર કરી દે તેવી ઘટના! અગાઉ જ્યાં 4ના મોત થયાં ત્યાં ફરી કેમિકલ લેકેજ થયો, લોકોના શ્વાસ રુંધાયાં

સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં વધુ એક વાર કેમિકલ ગળતરની ઘટના સામે આવી હતી. પાનસરા જી.આઈ.ડી.સી વિસ્તારમાં આવેલ બંધ કંપનીના ગોડાઉનમાં ગળતરની ઘટના સામે આવી હતી. 

શ્વાસ અધ્ધર કરી દે તેવી ઘટના! અગાઉ જ્યાં 4ના મોત થયાં ત્યાં ફરી કેમિકલ લેકેજ થયો, લોકોના શ્વાસ રુંધાયાં

સંદીપ વસાવા/માંગરોળ: વધુ એક વાર સુરતની પાનસરા જી.આઈ.ડી.સીમાં કેમિકલ લેકેજની ઘટના બની છે, કંપનીના કમ્પાઉન્ડમાં કેમિકલ ગળતરની ઘટના સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. સંગ્રહિત કેમિકલ પાઉડરના જથ્થા ઉપર પાણી પડતા ધુમાડો થયો તેને લઈને લોકોના શ્વાસ રૂંધાય હતા. પોલીસ દ્વારા બેરીગેટ મૂકી અવર જવર કંપાઉન્ડ માર્ગ બંધ કરાયો હતો. બારડોલી હેડક્વાર્ટર ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. 

સરકાર કે સિસ્ટમ સામે મોરચો ખોલશો તો 72 કલાક પહેલાં લેવી પડશે મંજૂરી, આ SPએ નિયમો...

સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં વધુ એક વાર કેમિકલ ગળતરની ઘટના સામે આવી હતી. પાનસરા જી.આઈ.ડી.સી વિસ્તારમાં આવેલ બંધ કંપનીના ગોડાઉનમાં ગળતરની ઘટના સામે આવી હતી. ગોડાઉનમાં સંગ્રહ કરેલ જ્વલનશીલ કેમિકલના પાઉડર પર પાણી પડતા આસપાસના વિસ્તારમાં ધુમાડો ફેલાયો હતો, જેના કારણે આસપાસ વિસ્તારમાં કામ કરી રહેલા લોકોના શ્વાસ રૂંધાયા હતા. જેને લઈને ફાયર વિભાગ તેમજ પોલીસ જાણ કરવામાં આવી હતી. 

વિદેશી મહેમાનો માટે દેશી સ્વાદથી ભરેલી પ્લેટ, G20 ગાલા ડિનરમાં આ વાનગીઓ પિરસાશે

કોસંબા પોલીસ સ્થળ પર પહોંચી કંપની તરફ જતા માર્ગ ઉપર બેરીગેટ મૂકી રસ્તો અવર જવર માટે બંધ કરી દીધો હતો. અને ફાયર વિભાગની ટિમ પણ સ્થળ પર પહોંચી હતી. જ્વલંતશીલ કેમિકલ હોવાને કારણે ફાયર વિભાગની ટિમ બ્રિઢીંગ કીટ સાથે કંપનીના ગોડાઉનમાં પહોંચી હતી. પાવડર માંથી નીકળતાં જ્વલંતશીલ ધુમાડાના કન્ટ્રોલ કરવા માટે ગોડાઉન નજીકથી રેતી લાવી નાખવામાં આવતા ધુમાડા પર કાબુ લેવાયો હતો. 

ફરી આખું ગુજરાત ઘમરોળશે મેઘરાજા! આ વિસ્તારોમાં છે વરસાદની વોર્નિંગ, જાણો શુ છે આગાહી

મહત્વનું છે કે એક માસ અગાઉ જ આજ ગોડાઉનમાં ગેસ ગરતળના કારણે ગૂંગરામણના કારણે 4 જેટલા કામદારના મોત નિપજ્યા હતા. જેને લઈને પોલીસે કંપની સંચાલક સામે ગુનો નોંધ્યો હતો. હાલ આ ગોડાઉન બંધ છે. જોકે ગોડાઉનમાં સંગ્રહિત કેમિકલ પાઉડરના જથ્થા પર પાણી પડતા તે ધુમાડા સ્વરૂપે જ્વલંતશીલ બન્યુ અને હવા ફેલાતા લોકોના શ્વાસ લેવામાં તકલીફ પડી હોવાનું સામે આવ્યું હતું. જોકે આ ઘટનાને પગલે તંત્ર દોડતું થયું હતું. 

G-20 માં ભારતને મળી મોટી સફળતા, ઘોષણાપત્ર મંજૂર પીએમ મોદીએ માન્યો આભાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More