Home> Gujarat
Advertisement
Prev
Next

પતિએ બેડરૂમમાં CCTV લગાવવા માટે માણસો બોલાવ્યા પરંતુ પત્ની સાથે થયું એવું કે...

પતિ પત્ની વચ્ચે મનમેળ ન રહેતા બંને વચ્ચે અવાર નવાર ઝઘડા થયા બાદ હવે ઘરમાં સીસીટીવી કેમેરા લગાવવાની તકરાર પોલીસસ્ટેશન પહોંચી છે. પત્નીએ તેના બેડરૂમમાં સીસીટીવી ન લગાવવા કહેતા પતિએ ઝઘડો કરી માર મારી ધમકી આપી. પત્નીએ તેના જ પતિ સામે ફરિયાદ નોંધાવી. પતિએ પણ પત્ની પર આક્ષેપ કરી તેની સામે પણ ફરિયાદ નોંધાવતા પોલીસે તે બાબતે પણ ફરિયાદ નોંધાવી છે. નવરંગપુરામાં રહેતી 38 વર્ષીય મહિલા બે બાળકો અને પતિ તથા સાસુ સાથે રહે છે. શુક્રવારે તે ઘરે હતી ત્યારે તેના પતિ બે માણસો લઇને આવ્યા. ઘરમાં સીસીટીવી નાખવાનું કામ ચાલુ કરાવવાનું હતું.

પતિએ બેડરૂમમાં CCTV લગાવવા માટે માણસો બોલાવ્યા પરંતુ પત્ની સાથે થયું એવું કે...

મૌલિક ધામેચા/અમદાવાદ: પતિ પત્ની વચ્ચે મનમેળ ન રહેતા બંને વચ્ચે અવાર નવાર ઝઘડા થયા બાદ હવે ઘરમાં સીસીટીવી કેમેરા લગાવવાની તકરાર પોલીસસ્ટેશન પહોંચી છે. પત્નીએ તેના બેડરૂમમાં સીસીટીવી ન લગાવવા કહેતા પતિએ ઝઘડો કરી માર મારી ધમકી આપી. પત્નીએ તેના જ પતિ સામે ફરિયાદ નોંધાવી. પતિએ પણ પત્ની પર આક્ષેપ કરી તેની સામે પણ ફરિયાદ નોંધાવતા પોલીસે તે બાબતે પણ ફરિયાદ નોંધાવી છે. નવરંગપુરામાં રહેતી 38 વર્ષીય મહિલા બે બાળકો અને પતિ તથા સાસુ સાથે રહે છે. શુક્રવારે તે ઘરે હતી ત્યારે તેના પતિ બે માણસો લઇને આવ્યા. ઘરમાં સીસીટીવી નાખવાનું કામ ચાલુ કરાવવાનું હતું.

બોડેલી ગામ નજીક હિટ એન્ડ રનની ઘટનાથી બાળકીનું મોત, 2 લોકો ઇજાગ્રસ્ત

જો કે મહિલાએ તેના પતિને કહી દીધું કે તે તેના રૂમમાં સીસીટીવી નહિ લગાવવા દે. જેથી પતિએ આવેશમાં આવીને તેનો હાથ વાળી દીધો અને બાદમાં તેને માર મારી ઢસડીને તેને રૂમમાં લઇ ગયો. આસપાસના લોકો આવી જતા પોલીસને જાણ કરતા પોલીસે આવીને મહિલાને પોલીસસ્ટેશન લઇ જઇ ફરિયાદ નોંધાવી. મહિલાએ અગાઉ પણ તેના પતિ સામે કેસ કર્યો હતો જે કેસ હાલ કોર્ટમાં ચાલુ છે.

મધુ શ્રીવાસ્તવ સાથે ગાળાગાળી કરનાર લાજવાને બદલે ગાંજ્યો, કાર્યકર્તા સાથે કર્યું ઉદ્ધત વર્તન

જોકે પતિએ પણ પત્ની સામે ફરિયાદ નોંધાવી છે. પતિએ તેની પત્નીને ડિવોર્સ આપવા કોર્ટમાં પિટિશન ફાઇલ કરી છે. જે કેસ હજુ ચાલુ છે. પત્ની અવાર નવાર તેની પર આક્ષેપો કરતી રહેતી. જેથી બંને વચ્ચેની કોઇ પ્રાઇવસી ન હણાય તે હેતુથી તે સીસીટીવી લગાવવાના હતા. સીસીટીવી કેમેરા નાખવા બે લોકો ઘરે આવ્યા ત્યારે તેની પત્નીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ફરિયાદ અંગે નવરંગપુરા પોલીસનું કહેવું છે કે બંને પતિ પત્ની વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલે છે. કોર્ટ મેટર પણ ચાલુ છે તે દરમિયાનમાં બંને વચ્ચે ઝઘડો થતાં હાલ બંને પક્ષની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરાઇ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More