Home> Gujarat
Advertisement
Prev
Next

સરકાર તો સરકાર BJP દ્વારા 5000 રેમેડેસીવિર ઇન્જેક્શનની વ્યવસ્થા કરવામાં આવી: પાટીલ

કોરોનાની આ મહામારીમાં દર્દીને જરૂરી એવા રેમડેસીવિરના 5000 ઇન્જેક્શનોની વ્યવસ્થા કરવામાં આવી છે તેવું સી.આર. પાટીલે જણાવ્યું હતું. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે આજે સુરત શહેરની સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત બાદ પત્રકારો સાથે વાતચીત કરતા ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, સુરત શહેર અને જિલ્લામાં કોરોના મહામારીથી પીડિત દર્દીઓ કે જેઓ સુરત શહેર અને જિલ્લાની વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યા છે. 

સરકાર તો સરકાર BJP દ્વારા 5000 રેમેડેસીવિર ઇન્જેક્શનની વ્યવસ્થા કરવામાં આવી: પાટીલ

ગાંધીનગર : કોરોનાની આ મહામારીમાં દર્દીને જરૂરી એવા રેમડેસીવિરના 5000 ઇન્જેક્શનોની વ્યવસ્થા કરવામાં આવી છે તેવું સી.આર. પાટીલે જણાવ્યું હતું. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે આજે સુરત શહેરની સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત બાદ પત્રકારો સાથે વાતચીત કરતા ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, સુરત શહેર અને જિલ્લામાં કોરોના મહામારીથી પીડિત દર્દીઓ કે જેઓ સુરત શહેર અને જિલ્લાની વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યા છે. 

ગુજરાતમાં ફરી થઇ રહ્યું છે લોકડાઉન? VIRAL થઇ રહેલા પત્રનું શું છે સત્ય!

તેઓને કોરોના સામે રક્ષણ આપતાં રેમડેસિવીર ઇન્જેક્શનની જરૂરિયાત છે તેઓ માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા 5000 ઇન્જેક્શનોની વ્યવસ્થા કરવામાં આવી છે. પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, મહામારીના આ સમય દરમિયાન આ ઇંજેક્શનની અછત ઊભી થઈ છે, ત્યારે સુરત શહેર અને જિલ્લાના તમામ કાર્યકર્તાઓ કોરોનાથી સંક્રમિત દર્દીઓની ચિંતા કરી અને મારી સમક્ષ રજૂઆત કરતાં આ ઇંજેક્શનની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. 

Gandhinagar: CM વિજય રૂપાણીએ ચૂંટણી રદ્દ કરવા અંગે પંચને પત્ર લખીને કરી વિનંતી

જે દર્દીઓને ઇન્જેક્શનો ની જરૂરિયાત હોય તેઓ ભારતીય જનતા પાર્ટી નો સંપર્ક કરી વિનામૂલ્યે ઇન્જેક્શન મેળવી શકશે. ભારતીય જનતા પક્ષ અને પક્ષનો કાર્યકર ક્યારેય પણ સત્તાના માધ્યમથી સેવા કરવાનો અવસર ચૂકતો નથી અને તે માટે જ આવા કપરા સમયમાં ભાજપા અને તેના તમામ કાર્યકર્તાઓ ખડે પગે ઊભા રહી દર્દીઓની સારસંભાળ તેમજ તેમને પડતી મુશ્કેલીઓ અને અંદરના દર્દી તરીકે સારવાર લઈ રહેલા પરિજનોને મફત ટિફિન સેવા ઉપલબ્ધ કરાવવાની સેવામાં કાર્યરત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More