Home> Gujarat
Advertisement
Prev
Next

લોકસભાની ચૂંટણી પૂર્ણ થતા હવે ગુજરાતમાં ચેમ્બર ઓફ કોમર્સનું ઇલેક્શન જાહેર

ગુજરાતમાં ચુટણીઓની મૌસમ ક્યારેય પુર્ણ થતી નથી રાજ્યની લોકસભાની 26 બેઠકો માટે મતદાન પુર્ણ થયુ છે. અને પરિણામની રાહ જોવાઇ રહી છે ત્યાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની ચુંટણી જાહેર થઇ ગઇ છે. જીસીસીઆઇના હોદ્દેદારો અને બીઝનેશ વિમેન વર્કીંગની એક વર્ષની ટર્મ પુર્ણ થતાં વર્ષ 2019-20 માટે હોદ્દેદારોની ચુટણી યોજાશે જેમાં 3600થી વધારે મતદારો પોતના મતાધિકારનો ઉપયોગ કરશે.

લોકસભાની ચૂંટણી પૂર્ણ થતા હવે ગુજરાતમાં ચેમ્બર ઓફ કોમર્સનું ઇલેક્શન જાહેર

ગૌરવ પટેલ/અમદાવાદ: ગુજરાતમાં ચુટણીઓની મૌસમ ક્યારેય પુર્ણ થતી નથી રાજ્યની લોકસભાની 26 બેઠકો માટે મતદાન પુર્ણ થયુ છે. અને પરિણામની રાહ જોવાઇ રહી છે ત્યાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની ચુંટણી જાહેર થઇ ગઇ છે. જીસીસીઆઇના હોદ્દેદારો અને બીઝનેશ વિમેન વર્કીંગની એક વર્ષની ટર્મ પુર્ણ થતાં વર્ષ 2019-20 માટે હોદ્દેદારોની ચુટણી યોજાશે જેમાં 3600થી વધારે મતદારો પોતના મતાધિકારનો ઉપયોગ કરશે.

ગુજરાત ચેમ્બર ઓફ કોર્મર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ, સિનિયર ઉપ પ્રમુખ,ઉપ પ્રમુખ,કોર્પોરેટ કેટેગરીના ત્રણ સભ્યો,બે સ્થાનિક બીઝનેશ એશોસીએશન સભ્ય,બે બહારના બીઝનેશ એશોશીએશન સભ્ય,બે આજીવન સભ્ય,બે રીજીયોનલ ચેમ્બર સભ્ય,આઠ સામાન્ય સભ્ય,ચાર સામાન્ય સભ્ય બહારગામના સભ્યો માટે તથા બીઝનેશ વિમેન વિંગ વર્કીંગ સમિતિના કો પર્સન અને પાંચ સભ્યો માટે 22 જુન અને શનિવારના રોજ ચુંટણી યોજાશે.

સુરત: રાંદેર ખાતે મિત્રો સાથે કોઝવેમાં નાહવા પડેલ 17 વર્ષીય યુવાન ડૂબ્યો

કેવી હશે ચૂંટણીની પ્રક્રિયા? 

  • 22 મેના રોદ જીસીસીઆઇ ખાતે થી ઉમેદવારી પત્રક મળશે
  • 1 જૂન સુધી ઉમેદવારી પત્રકો સ્વિકારવામાં આવશે
  • 3 જૂન સુધી ઉમેદવારી પત્રકો સામે વાઁઘા અરજી સ્વિકારવામાં આવશે
  • 3 જૂનના રોજ ઉમેદવારી પત્રકોની ચકાસણી કરવામાં આવશે
  • 4 જૂનના રોજ ઉમેદવારી પત્રક પરત ખેચવાનો છેલ્લો દિવસ અને આ દિવસે સાંજે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે
  • 6 જૂનના રોજ ચેમ્બરના સભ્યોને ઉમેદવારની યાદી અને ચુંટણીની નોટીસ પાઠવવામાં આવશે
  • 22 જૂનના રોજ જીસીસીઆઇ હોલ ખાતે મતદાન યોજાશે
  • 23 જૂનના રોજ મત ગણતરી હાથ ધરાશે અને જરૂર પડેતો આજ દિવસે ફેર મત ગણતરી કરવામાં આવશે
  • 24 જૂન તારીખે જીસીસીઆઇની સામાન્ય સભા મળશે
  • 26 જૂન સુધી પરિણામો સામે વાંધા અરજી સ્વિકારવામાં આવશે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More