Home> Gujarat
Advertisement
Prev
Next

પેપર ફોડવા તમારે મંત્રી-અધિકારી હોવું જરૂરી નથી, તંત્રના પ્રતાપે એમ્બ્યુલન્સનાં ડ્રાઇવરો પણ પેપર ફોડે છે!

ગૌણ સેવા પસંદગી મંડળના પેપરલીકમાં દિવસે દિવસે નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. ગાંધીનગર પોલીસે ટેક્નિકલ સર્વેલ્સ આધારે તપાસ કરતા આ કેસમાં વધુ  3 આરોપીઓને પકડવામાં પોલીસને સફળતા મળી છે. પરંતુ બીજી તરફ પરીક્ષા આપનાર ઉમેદવારોની ચિંતા વધી છે. કેમકે આ મામલે હજી સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી કે પરીક્ષા ફરીથી લેવામાં આવશે કે કેમ?

પેપર ફોડવા તમારે મંત્રી-અધિકારી હોવું જરૂરી નથી, તંત્રના પ્રતાપે એમ્બ્યુલન્સનાં ડ્રાઇવરો પણ પેપર ફોડે છે!
Updated: Dec 19, 2021, 07:13 PM IST

મૌલિક ધામેચા/ગાંધીનગર : ગૌણ સેવા પસંદગી મંડળના પેપરલીકમાં દિવસે દિવસે નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. ગાંધીનગર પોલીસે ટેક્નિકલ સર્વેલ્સ આધારે તપાસ કરતા આ કેસમાં વધુ  3 આરોપીઓને પકડવામાં પોલીસને સફળતા મળી છે. પરંતુ બીજી તરફ પરીક્ષા આપનાર ઉમેદવારોની ચિંતા વધી છે. કેમકે આ મામલે હજી સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી કે પરીક્ષા ફરીથી લેવામાં આવશે કે કેમ?

હેડક્લાર્ક પેપર લીક કેસ: કોઇ મોટો મગરમચ્છ નહી પરંતુ પ્રિન્ટીંગ પ્રેસનો મેનેજર નિકળ્યો માસ્ટર માઇન્ડ?

પોલીસ કસ્ટડીમાં રહેલા ત્રણેય આરોપીઓને ગાંધીનગર પોલીસ ટીમે ઝડપી મહત્વની સફળતા મેળવી છે. ગૌણ સેવા પસંદગી મંડળના પેપર લીક મામલે અગાઉ 9 આરોપીઓની સાબરકાંઠા પોલીસ ધરપકડ કરી ચુકી છે. અને હાલમાં આરોપીઓ પોલીસ રિમાન્ડ પર છે ત્યારે તપાસ બાદ વધુ ખુલાસાઓ થઈ શકે તેમ છે. 88 હજાર ઉમેદવારોનું ભાવિ મુશ્કેલીમાં મુકનાર મુખ્ય આરોપી કિશોર કાનદાસ આચાર્યની પોલીસે ધરપકડ કરી છે. ત્યારે તપાસમાં સામે આવ્યું કે આરોપી દિપક પટેલ જે મૂળ હાથીજણનો રહેવાસી છે. જેને નવા નરોડા ખાતે રહેતા મંગેશ સીરકે પાસેથી પેપર મેળવ્યુ અને સાબરકાંઠામાં સોલ્વ કરવા માટે લઈ ગયા હતા.

પંચમહાલમાં ચૂંટણીના ઉમેદવારનું ચિન્હ જ બદલાઇ જતા હોબાળો, મતદારો ઘરે પરત જતા રહ્યા

કોણ છે પેપર ફોડનારા કિશોર આચાર્ય અને મંગેશ શિરકે ?
ગાંધીનગર પોલીસે ઝડપી પડેલા 3 આરોપીઓ પૈકી મુખ્ય આરોપી કિશોર કાનદાસ આચાર્ય પ્રિંન્ટીગ પ્રેસમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા. અને આ પેપર 9 લાખમાં આપવામાં આવ્યું હોવાનું પોલીસ સમક્ષ કબૂલ્યું છે. હાલ પોલીસે કિશોર આચાર્ય પાસેથી રોકડ 7 લાખ રૂપિયા પણ કબ્જે કર્યા છે. ઉલ્લેખનીય છે કે આરોપી મંગેશ શિરકે નવા નરોડા ખાતે રહે છે. જ્યાં તેની પત્નીના કૌટુંબિક કાકાની ઓળખાણ દ્વારા પેપર ફોડવામાં આવ્યું અને જયેશ પટેલે આ પેપર દિપક ઉર્ફે દિપક એમ્બ્યુલન્સ પટેલ પાસેથી ખરીદયુ હતું.

હાલમાં પોલીસે પેપેરલીક કેસમાં વધુ પુરપરછ કરવા પકડાયેલ ત્રણેય આરોપીઓના કોરોના ટેસ્ટ કરાવી ધરપકડ કરી રિમાન્ડ માંગી વધુ પૂછપરછ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે