Home> Gujarat
Advertisement
Prev
Next

શું તમે રહી ગયા છો? ચિંતા ના કરતા, આ તારીખ સુધી અમદાવાદ ફ્લાવર શો નિહાળી શકશો

ફ્લાવર શોનું સમાપન 15 જાન્યુઆરીએ થવાનું હતું, પરંતુ લોકોની ભીડને જોતા ફ્લાવર શો પાંચ દિવસ માટે લંબાવી દેવામાં આવ્યો છે. અમદાવાદ રિવરફ્રન્ટમાં આયોજીત ફ્લાવર શો હવે 20 જાન્યુઆરી સુધી ચાલશે. આ સાથે જ લોકો હવે તેની ભરપૂર મઝા માણી શકશે.

શું તમે રહી ગયા છો? ચિંતા ના કરતા, આ તારીખ સુધી અમદાવાદ ફ્લાવર શો નિહાળી શકશો

ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદમાં આયોજીત ફ્લાવર શોને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યું છે. ફ્લાવર શોનું સમાપન 15 જાન્યુઆરીએ થવાનું હતું, પરંતુ લોકોની ભીડને જોતા ફ્લાવર શો પાંચ દિવસ માટે લંબાવી દેવામાં આવ્યો છે. અમદાવાદ રિવરફ્રન્ટમાં આયોજીત ફ્લાવર શો હવે 20 જાન્યુઆરી સુધી ચાલશે. આ સાથે જ લોકો હવે તેની ભરપૂર મઝા માણી શકશે.

રામ મંદિર મુદ્દે ગુજરાત કોંગ્રેસમાં બે ફાડિયા, શરૂ થઈ અંદરો-અંદર 'રામાયાણ'! જાણો

આ વિશે તમને જણાવીએ કે અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ પર AMCએ 31મી ડિસેમ્બરથી ફ્લાવર શોનું આયોજન કર્યું હતું. આ વચ્ચે રોજ મોટી સંખ્યામાં શહેરીજનો ફ્લાવર શોની મુલાકાત લઇ રહ્યાં હોવાથી છેલ્લા એક સપ્તાહમાં 5 લાખથી લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. જે જોતાં 31 ડિસેમ્બરથી શરૂ થયેલો ફલાવર શોને હવે 20 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યો છે. 

દ્વારકાના દરિયામાં હવે માણી શકાશે ક્રૂઝની મજા, વિદેશની જેમ લોકો જોઈ શકશે ડોલ્ફીન!

એટલું નહીં, ફલાવર શોમાં વધતી જતી ભીડને લઇને AMC એ રાત્રે 11 વાગ્યા સુધી ફ્લાવર શો ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. બીજી બાજુ બુધવારે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા પણ સૌથી મોટા સ્ટ્રક્ચર માટેનો એવોર્ડ અમદાવાદ ફ્લાવર શોને આપ્યો છે. જે પછી વડાપ્રધાન મોદીએ પણ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી.

આવી જાઓ, પરમિટ મળી ગઈ! ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં આ 2 સ્થળોએ મળશે દારૂ

શું છે પ્રવેશ ફી
ફ્લાવર શોમાં આવતાં લોકો માટે સામાન્ય દિવસોમાં સોમવારથી શુક્રવાર દરમિયાન પ્રવેશ ફી 50 રૂપિયા છે. જ્યારે શનિવાર અને રવિવારના દિવસે રૂ. 75 ફી પેટે વસૂલવામાં આવી રહ્યા છે. જ્યારે ફ્લાવર શોમાં 12 વર્ષથી નાના બાળકોને મફતમાં પ્રવેશ આપવામાં આવે છે. ફ્લાવર શોમાં 15 લાખથી વધારે ફૂલ-છોડના રોપા છે. 7 લાખ કરતાં વધુ રોપાથી 400 મીટર લાંબુ ફ્લાવર સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે. જે આકર્ષણનું કેન્દ્ર છે.

પતંગ રસિયાઓ માટે અંબાલાલ પટેલની મોટી આગાહી; સોમવાર સુધી કેવું રહેશે ગુજરાતનું હવામાન

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More