Home> Gujarat
Advertisement
Prev
Next

અહો આશ્ચર્યમ! પુત્રીની ઘેલછાને કારણે દંપત્તીએ પુત્રને કડકડતી ઠંડીમાં તરછોડી દીધો

સીંગણપોરના વણઝારા વાસ તાપી નદીના કિનારે કડકડતી ઠંડીમાં ઝાડીમાંથી રડતી હાલતમાં મળી આવેલા નવજાત શિશુને ત્યજી દેનાર નિષ્ઠુર માતા-પિતાને શોધી કાઢવામાં ચોકબજાર પોલીસે સફળતા મેળવી છે.

અહો આશ્ચર્યમ! પુત્રીની ઘેલછાને કારણે દંપત્તીએ પુત્રને કડકડતી ઠંડીમાં તરછોડી દીધો

ચેતન પટેલ/ સુરત : સીંગણપોરના વણઝારા વાસ તાપી નદીના કિનારે કડકડતી ઠંડીમાં ઝાડીમાંથી રડતી હાલતમાં મળી આવેલા નવજાત શિશુને ત્યજી દેનાર નિષ્ઠુર માતા-પિતાને શોધી કાઢવામાં ચોકબજાર પોલીસે સફળતા મેળવી છે. ચોક બજાર પોલીસે બંનેની ધરપકડ કરી. અઠવાડિયા અગાઉ સીંગણપોર ગામના ટેકરા ફળિયામાં વણઝારા વાસમાં ઘોર અંધકારમાં કડકડતી ઠંડી વચ્ચે માસુમના રડવાનો અવાજ સંભળાયો હતો. જે દિશામાંથી અવાજ આવતો હતો તે તરફ જઇ તપાસ કરતા એક દિવસનું તાજુ જન્મેલું માસુમ બાળક ઝાડી-ઝાંખરામાં ત્યજી દેવાયેલી હાલતમાં જોઇ ચોંકી ગયા હતા.

યુવતી પ્રેમી સાથે માણી રહી હતી અંગત પળો અને અચાનક ભાઇ આવી ગયો અને પછી...

લોકો અને તાત્કાલિક 108ને જાણ કરી અને પોલીસને પણ જાણ કરી હતી. જેથી 108ની ટિમ આવી પહોંચી હતી અને નવજાત શિશુને તુરંત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. આ ઘટનામાં ચોકબજાર પોલીસે નવજાત શિશુંને ત્યજી દેનાર નિષ્ઠુર માતા-પિતા વિરૃધ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. તે દરમિયાનમાં રાત્રે ચોકબજાર પોલીસે માસુમને ત્યજી દેનાર નિષ્ઠુર માતા ગંગાબેન મંગુભાઇ વણઝારા અને ટ્રક ડ્રાઇવર પિતા મંગુભાઇ નરસિંહ વણઝારાની ધરપકડ કરી છે. પોલીસે હાથ ધરેલી પ્રાથમિક પુછપરછમાં લગ્ન જીવન દરમિયાન ત્રણ સંતાનમાં ત્રણેય બાળક હતા. દંપતિને પુત્રી જન્મશે તેવી આશા હતી પરંતુ બાળક જન્મ થતાં માસુમને ત્યજી દીધું હોવાની કબુલાત કરી ધુ્રસ્કે ધુ્રસ્કે રડી પડયા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More