Home> Gujarat
Advertisement
Prev
Next

AHMEDABAD માં BRTS-AMTS કોરિડોરનો ઉપયોગ સામાન્ય વાહન ચાલકો કરી શકશે, આ રહેશે નિયમ

છેલ્લા લાંબા સમયથી કોરોનાને પગલે બીઆટીએસ અને એએમટીએસ બસોનું સંચાલન બંધ છે. જેના કારણે આ ટ્રેક હાલ પુરતો તો ખાલી જ હોય છે. તેવામાં ટ્રાફીકની સમસ્યા અને કોરોનાના સંક્રમણ વચ્ચે સિગ્નલ પર લોકો એકત્ર ન થાય તે માટે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મહત્વપુર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે અમદાવાદમાં વાહન ચાલકો બીઆરટીએસના કોરિડોરનો પણ ઉપયોગ કરી શકશે. ટ્રાફીક પોલીસ દ્વારા તેમને અટકાવવામાં નહી આવે.

AHMEDABAD માં BRTS-AMTS કોરિડોરનો ઉપયોગ સામાન્ય વાહન ચાલકો કરી શકશે, આ રહેશે નિયમ

અમદાવાદ : છેલ્લા લાંબા સમયથી કોરોનાને પગલે બીઆટીએસ અને એએમટીએસ બસોનું સંચાલન બંધ છે. જેના કારણે આ ટ્રેક હાલ પુરતો તો ખાલી જ હોય છે. તેવામાં ટ્રાફીકની સમસ્યા અને કોરોનાના સંક્રમણ વચ્ચે સિગ્નલ પર લોકો એકત્ર ન થાય તે માટે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મહત્વપુર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે અમદાવાદમાં વાહન ચાલકો બીઆરટીએસના કોરિડોરનો પણ ઉપયોગ કરી શકશે. ટ્રાફીક પોલીસ દ્વારા તેમને અટકાવવામાં નહી આવે.fallbacks

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ નહેરુબ્રીજનું પણ સમારકામ ચાલી રહ્યું છે. જેના કારણે અન્ય બ્રિજ પર ટ્રાફીકનું ભારણ વધારે રહે છે. જેથી લાલદરવાજા-સારંગપુર અને કાલુપુરમાં ખુબ જ ટ્રાફીકની સમસ્યા સર્જાતી હતી. તો બીજી તરફ બીઆરટીએસ બસોનું સંચાલન પણ બંધ હોવાના કારણે આ કોરિડોર ખાલી રહેતો હતો. જેથી આ કોરિડોર ખોલવા માટે સોશિયલ મીડિયા પર કેમ્પેઇન ચલાવવામાં આવ્યું હતું. 

કોરોનાનો આંકડો ભલે મોટો આવે પરંતુ ટેસ્ટિંગ અને ટ્રેસિંગ પર ખાસ ધ્યાન આપો: PM મોદીની અપીલ

સોશિયલ મીડિયા પર ચલાવવામાં આવેલું કેમ્પેઇન આખરે રંગ લાવ્યું હતું. સમગ્ર અમદાવાદમાં બીઆરટીએસ બસો બંધ છે ત્યાં સુધી આ ટ્રેકનો ઉપયોગ સામાન્ય નાગરિકો કરી શકશે તેવી છુટ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આપી દેવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીએ આ નિર્ણયની જાણ અમદાવાદ ટ્રાફીક પોલીસને પણ કરી છે. જેથી ઇ મેમો અને પોલીસ દ્વારા આવા ચાલકોને ઉભા રાખવા કે દંડવામાં ન આવે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More