Home> Gujarat
Advertisement
Prev
Next

જેતપુર નગરપાલિકામાં CC રોડમાં આવ્યું સૌથી કૌભાંડ, નગરપાલિકા સભ્યએ દરોડો પાડતા ભ્રષ્ટાચાર સામે આવ્યો

નગરપાલિકા દ્વારા બનતા CC રોડમાં નીચી ગુણવત્તાનું મટીરીયલ વાપરવાના આક્ષેપ સાથે નગરપાલિકાના મહિલા સદસ્ય એ CC રોડના મટીરીયલ મિક્સિંગ પ્લાન્ટ ઉપર તપાસ કરી હતી. આ તપાસ બાદ અનેક આક્ષેપો કર્યા હતા. આજે સવારે જેતપુર નગરપાલિકાના કોંગ્રેસના મહિલા સદસ્ય શારદાબેન વેગડાએ જેતપુરના ચાંપરાજ પુર રોડ પાસે આવેલ CC રોડ બનાવવા માટે જે મટીરીયલ મિક્ષીગ પ્લાન્ટ હોય ત્યાં જઈ ને તપાસ કરી હતી. વહેલી સવારે પ્લાન્ટ શરૂ થાય તે પહેલાજ મહિલા સદસ્ય પ્લાન્ટ ઉપર ઘસી આવ્યા હતા. 

જેતપુર નગરપાલિકામાં CC રોડમાં આવ્યું સૌથી કૌભાંડ, નગરપાલિકા સભ્યએ દરોડો પાડતા ભ્રષ્ટાચાર સામે આવ્યો

જેતપુર : નગરપાલિકા દ્વારા બનતા CC રોડમાં નીચી ગુણવત્તાનું મટીરીયલ વાપરવાના આક્ષેપ સાથે નગરપાલિકાના મહિલા સદસ્ય એ CC રોડના મટીરીયલ મિક્સિંગ પ્લાન્ટ ઉપર તપાસ કરી હતી. આ તપાસ બાદ અનેક આક્ષેપો કર્યા હતા. આજે સવારે જેતપુર નગરપાલિકાના કોંગ્રેસના મહિલા સદસ્ય શારદાબેન વેગડાએ જેતપુરના ચાંપરાજ પુર રોડ પાસે આવેલ CC રોડ બનાવવા માટે જે મટીરીયલ મિક્ષીગ પ્લાન્ટ હોય ત્યાં જઈ ને તપાસ કરી હતી. વહેલી સવારે પ્લાન્ટ શરૂ થાય તે પહેલાજ મહિલા સદસ્ય પ્લાન્ટ ઉપર ઘસી આવ્યા હતા. 

ગુજરાતમાં વરસાદ છતા પણ સાબરકાંઠા જિલ્લામાં લોકોને ઉનાળે તરસ્યા રહેવું પડે તેવી સ્થિતિ

પ્લાન્ટમાં વપરાતી સિમેન્ટ રેતી કપચી વગેરેની જાત તપાસ કરી હતી. જેમાં તેઓને મોટા પ્રમાણમાં ભેળસેળ થતી હોવાનો આક્ષેપ કર્યો હતો, તેવો એ પ્લાન્ટ ઉપર પ્રિમિક્ષ કરેલ રેતી સિમેન્ટ કપચીને હાથમાં લઇને તપાસ કરી હતી સાથે સાથે આ પ્રિ મિક્ષ મટીરીયલને પાણીમાં નાખીને અંદર ધૂળનું પ્રમાણ હોવાનું દેખાડ્યું હતું. પ્લાન્ટમાં બનતા અને રોડ બનવવામાં વપરાતા મટીરીયલમાં મોટા પ્રમાણમાં ગેરરીતિ અને ભેળસેળ થતી હોવાના આક્ષેપો કર્યા હતા, સાથે સાથે નગરપાલીકા દ્વારા શહેરમાં જે રોડ બનાવવા માં આવે છે તેમાં પણ મોટો ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ કર્યા હતા. એક જ વિસ્તાર માં એક જ રોડ અનેક વખત ફરી ફરી વખત બનાવવામાં આવે છે ના આક્ષેપો કર્યા હતા. 

GUJARAT CORONA UPDATE: રાજ્યમાં 22 નવા કેસ, 25 દર્દી સાજા થયા, એક પણ મોત નહી

વહેલી સવારે નગરપાલિકાના CC રોડ મિક્ષીગ પ્લાન્ટ ઉપર ઘસી આવેલ મહિલા સદસ્યના પ્લાન્ટમાં ચાલતી ગેરરીતિના આક્ષેપોના પગલે નગરપાલિકાના બાંધકામ વિભાગના ઈજનેર પ્લાન્ટ ઉપર આવી પોહોંચ્યાં હતા. સમગ્ર પ્લાન્ટની તપાસ કરી હતી. અહીં બનતા અને શહેરોમાં રોડ બનાવવામાં કામમાં લેવાતા સિમેન્ટ રેતી કપચી અને પ્રિ મિક્ષ મટીરીયલના સેપલ લઈને લેબોરેટરીમાં મોકલીને તપાસ કરવામાં આવશે. તેમણે જણાવાયું હતું અને વધુ તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. જેતપુર નગરરપાલિક સામે રોડ રસ્તામાં થતાં ભ્રષ્ટાચારના આક્ષેપો થતા રહે છે. ત્યારે સરકાર અને નગરપાલિકના સત્તાધીશોએ પ્રજાના હિતમાં કામ કરે તે જરૂરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More