Home> Gujarat
Advertisement
Prev
Next

રાજકોટ સિવિલ હોસ્પિટલ બની અંધેર નગરી, થેલેસેમિયાગ્રસ્ત યુવતીને ખોટું લોહી ચઢાવતા મોત થયું

Rajkot Civil Hospital : રાજકોટ સિવિલ હોસ્પિટલની બેદરકારીથી યુવતીનું મૃત્યુ...થેલેસેમિયાગ્રસ્ત યુવતીને લોહી ચડાવવામાં ભૂલ કરતાં મૃત્યુ થયું...રિએકશન વધતાં વિધિ પરમાર નામની યુવતીનું મૃત્યુ થયું..

રાજકોટ સિવિલ હોસ્પિટલ બની અંધેર નગરી, થેલેસેમિયાગ્રસ્ત યુવતીને ખોટું લોહી ચઢાવતા મોત થયું

Rajkot News દિવ્યેશ જોશી/રાજકોટ : રાજકોટ સિવિલ હોસ્પિટલ થેલેસેમિક બાળકો માટે રીએકશન સેન્ટર બન્યું છે. રાજકોટ સિવિલ હોસ્પિટલનું તંત્ર અંધેર નગરી જેવુ બન્યું છે. તબીબોએ એક એવી ભૂલ કરી જેમાં એક નિર્દોષનું મોત થયું છે. સોમવારે વહેલી સવારે વિધિ પરમાર નામની યુવતીને બ્લડ ચડાવવા દરમિયાન LR ના બદલે Rcc લોહી ચડાવતા રીએકશન આવતા તેનું મોત થયું છે. લોહી ચડાવવા દરમિયાન પરિવારજનોને ખૂબ જ હેરાન કરવામાં આવ્યા હતા. ત્યારે લોહી ચડાવ્યા બાદ યુવતીને રિએક્શન આવતા તેનું મૃત્યુ નિપજ્યું છે.  

રાજકોટ સિવિલ હોસ્પિટલ થેલેસેમિક બાળકો માટે રિએક્શન સેન્ટર બન્યું છે. રાજકોટ સિવિલમાં ફિલ્ટર કરેલા LR બ્લડને બદલે દર્દીઓને RCC બ્લડ ચડાવાઈ રહ્યું છે. RCC બ્લડ ચડવવાને કારણે દર્દીઓમાં રિએક્શનનું પ્રમાણ વધ્યું છે. ત્યારે સોમવારે વહેલી સવારે વિધિ પરમાર નામની યુવતીને બ્લડ ચડાવવા દરમિયાન LRના બદલે Rcc લોહી ચડાવતા રીએકશન આવ્યુ હતું. એટલુ જ નહિ, લોહી ચઢાવવા દરમિયાન દર્દીના પરિવારજનોને ખુબ જ હેરાન કરવામાં આવ્યા હતા. ત્યારે લોહી ચડાવવા દરમિયાન યુવતીને રીએકશન આવતા તેનું મૃત્યુ નિપજ્યું છે. 

યુવતીના પિતાએ આ અંગે કહ્યું કે, અમને હોસ્પિટલમાંથી 3 બોટલ લોહી આપ્યુ હતું, જે અમે ચઢાવ્યુ હતું. તેના બાદ વિધિના શરીર પર ચકામા પડ્યા હતા. પહેલા તો અમને આ વાત સામાન્ય લાગી હતી. પરંતુ સાંજ સુધીમાં તેના શરીર પર ચાંદા પડવા લાગ્યા. ડોક્ટરે કહ્યુ કે આ રિએક્શન છે. અમે આટલા સમયથી લોહી ચઢાવતા હતા, પરંતું દીકરીને આટલી હદે ક્યારેય રિએક્શન આવ્યુ ન હતું. બે ત્રણ દિવસથી બ્લડ ચડાવાતુ હતું, તો ઘણા પેશન્ટ્સને આવો પ્રોબ્લમ આવતો હતો કે રિએક્શન આવે છે. 

તો યુવતીની માતાએ દીકરી ગુમાવતા રડતા અવાજે કહ્યું કે, મારી દીકરીને લોહી ચઢાવ્યુ હતું, જેના બાદ તેને શરીરે સોજા આવ્યા હતા. આ હોસ્પિટલની બેદરકારી છે. મારી દીકરીને આટલી તકલીફ હતી, છતાં તેઓ સર્જિકલને બતાવી આવો તેવી વાત કરતા હતા. સર્જિકલમાં બતાવ્યુ, તો કહે કે એક્સ-રે પડાવો, સોનોગ્રાફી કરાવો. મારી દીકરી ચાલી શક્તી ન હતી, છતાં ત્રણ માળ ચઢીને ઉપર ગયા. અમે બહુ રિકવેસ્ટ કરી તેના બાદ તેની સોનોગ્રાફી કરાવી. સર્જિકલમાં બપોરે બે વાગ્યા સુધી અમને બેસાડી રાખ્યા હતા. પછી રિપોર્ટ જોવામાં પણ વાર કરી. ડોક્ટર આવ્યા નહિ, તો અમે ફોનમાં રિપોર્ટ મોકલ્યા, પરંતુ તેઓએ રિપોર્ટ જોવામાં પણ વાર કરી. આવા જવાબદાર લોકો સામે કડક પગલા લેવાવા જોઈએ. સરકારે બધી સહાય આપી છે, તો દર્દી કેમ થાય છે. સરકાર આ બાબતે કેમ પગલા લેતી નથી. સરકારી હોસ્પિટલમાં દાખલ થતા દરેક દર્દી તકલીફમાં જ હોય છે.  

ઉલ્લેખનીય છે કે, LR બ્લડ ચડાવાય તો દર્દીને રિએક્શન આવતું નથી. બ્લડ બેંકના નિયમ પ્રમાણે થેલેસેમિક બાળકોને LR બ્લડ જ ચડાવવું જોઈએ. પરંતું રાજકોટ સિવિલ હોસ્પિટલે આરસીસી બ્લડ ચડાવીને નિયમનો ભંગ કર્યો છે. મશીન ન હોવાથી રાજકોટ સિવિલમાં દર્દીઓને RCC બ્લડ ચડાવવામાં આવે છે તેવુ જાણવા મળ્યું. પરંતુ જો મશીનના અભાવે આવુ બ્લડ ચડાવાશે તો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોતના ખાટલા વધશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More