Home> Gujarat
Advertisement
Prev
Next

કંડલાના ઇફ્કો પ્લાન્ટમાં ભયાનક આગ, જો આગ કાબુમાં નહી આવે તો સ્થિતિ વિકરાળ બનશે

પૂર્વ કચ્છના ઔદ્યોગિક શહેર ગાંધીધામ નજીકના કંડલા ખાતે દિન દયાલ ઉપાધ્યાય બંદર નજીક આવેલી ઇફ્કો કંપનીમાં રાત્ર 10 વાગ્યાની આસપાસ અચાનક ભયાનક આગ ફાટી નિકળતા અફડા તફડી સર્જાઇ હતી. જો કે આગ લાગવા પાછળનું કારણ જાણી શકાયું નથી. વિકરાળ આગને પગલે કાબુમાં લેવા માટે ડીપીટી બંદરના 3 ફાયર ફાઇટર અને ઇફ્કો એકમના ફાયર વિભાગ દ્વારા સતત પાણીનો મારો ચલાવાઇ રહ્યો છે. જો કે હજી સુધી આગ પર કાબુ મેળવી શકાયો નથી. 

કંડલાના ઇફ્કો પ્લાન્ટમાં ભયાનક આગ, જો આગ કાબુમાં નહી આવે તો સ્થિતિ વિકરાળ બનશે

ભુજ : પૂર્વ કચ્છના ઔદ્યોગિક શહેર ગાંધીધામ નજીકના કંડલા ખાતે દિન દયાલ ઉપાધ્યાય બંદર નજીક આવેલી ઇફ્કો કંપનીમાં રાત્ર 10 વાગ્યાની આસપાસ અચાનક ભયાનક આગ ફાટી નિકળતા અફડા તફડી સર્જાઇ હતી. જો કે આગ લાગવા પાછળનું કારણ જાણી શકાયું નથી. વિકરાળ આગને પગલે કાબુમાં લેવા માટે ડીપીટી બંદરના 3 ફાયર ફાઇટર અને ઇફ્કો એકમના ફાયર વિભાગ દ્વારા સતત પાણીનો મારો ચલાવાઇ રહ્યો છે. જો કે હજી સુધી આગ પર કાબુ મેળવી શકાયો નથી. 

પોલીસને ટ્રેનિંગમાંથી જ ભણાવાશે ભ્રષ્ટાચારના પાઠ? તોડકાંડમાં આક્ષેપો બાદ મનોજ અગ્રવાલની પોલીસ સ્કુલમાં બદલી!

આગ એટલી ભયાનક છે કે, ગોટેગોટા કિલોમીટરો દુર સુધી જોઇ શકાય છે. તકેદારીના ભાગ રૂપે ઇફ્કો કંપનીમાં એમોનિયાની વહન કરતી લાઇનના વાલ્વ તત્કાલ બંધ કરી દેવાયા છે. જેથી આગ વધારે પ્રસરતી અટકાવી શકાય. કંડલા બંદરના પ્રવક્તાએ જણાવ્યું કે, આગનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. જો કે હાલ તો ફાયર વિભાગની સ્થાનિક ગાડીઓ અને પોર્ટ અને કોર્પોરેશનની તમામ ગાડીઓ આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસો ચલાવી રહી છે. 

પાકિસ્તાને ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર શરૂ કરી ભેદી પ્રવૃતિ? ગુજરાત બોર્ડર પર ભેદી ધડાકાથી તંત્ર દોડતું થયું

અત્રે ઉલ્લેખનીય છે કે, ઇફ્કોની બાજુમાં પોર્ટના અલગ અલગ ગોડાઉનો પણ આવેલા છે. જો આગ કાબુમાં ન આવે તો આગ વિકરાળ પણ બની શકે છે. જ્વલનશીલ ઓઇલ ટેન્ક પણ આની નજીકમાં જ આવેલા છે. આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસો યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. જો કે સ્થાનિક તંત્ર પણ આગને પગલે ખુબ જ ચિંતિત જોવા મળી રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More