Home> Gujarat
Advertisement
Prev
Next

કમોસમી વરસાદે ગુજરાતમાં તારાજી સર્જી, લોકોને તૌકતે વાવાઝોડું યાદ આવ્યું, ગાંધીનગરમાં મોબાઈલ ટાવર ઉડ્યો

Gujarat Weather Update : ત્રણ વર્ષ પહેલા બરાબર મે મહિનામાં તૌકતે વાવાઝોડુ ત્રાટક્યુ હતું, સોમવારે આંધી સાથે વરસાદ ત્રાટકતા લોકોને મીની વાવાઝોડની અસર વર્તાઈ

કમોસમી વરસાદે ગુજરાતમાં તારાજી સર્જી, લોકોને તૌકતે વાવાઝોડું યાદ આવ્યું, ગાંધીનગરમાં મોબાઈલ ટાવર ઉડ્યો

Rain Alert In Gujarat : ગુજરાતમાં ગઈકાલે સાંજે આંધી જેવા તોફાની પવન સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો. હવામાં ધૂળની ડમરીઓ ઉડી હતી. માટીના વંટોળમાં કંઈ દેખાય નહિ તેવી હાલત હતી. અનેક શહેરોમાં વંટોળથી અંધારપટ છવાયો હતો, અને ઠેર ઠેર હોર્ડિંગ્સ તૂટી પડવાની ઘટના બની હતી. ત્યારે લોકોને તૌકતે વાવાઝોડુ યાદ આવી ગયું હતું. ત્રણ વર્ષ પહેલા બરાબર મે મહિનામાં તૌકતે વાવાઝોડુ ત્રાટક્યુ હતું. જેણે સમગ્ર ગુજરાતમાં તારાજી સર્જી હતી. ત્યારે આજે પણ ગુજરાતના અનેક શહેરોમાં આગાહી મુજબ વહેલી સવારથી જ વરસાદ તૂટી પડ્યો છે. 

વર્ષ 2021 ના મે મહિનામાં ત્રાટક્યું હતું તૌકતે
ગઈકાલે સાંજે ખરાબ વાતાવરણ બાદ લોકોને ફરી 2021 નો મે મહિનો યાદ આવી ગયો હતો. વર્ષ 2021 માં 17 મેના રોજ તૌકતે વાવાઝોડુ ત્રાટક્યુ હતું. ત્યારે બસ આ જ સમયે ત્રણ વર્ષ બાદ ફરી એકવાર વાવાઝોડા રૂપે કુદરતે કહેર વરસાવ્યો હતો. વરસાદ અને ભારે પવન વચ્ચે કેરીના પાકને વ્યાપક નુકસાની થઈ છે. અનેક શહેરોમાં અંધારું અને ધૂળની આંધી વચ્ચે અજંપા ભરી સ્થિતિ બની હતી. ગાંધીનગરમાં ભારે પવનને કારણે સેક્ટર-25 મા ધાબા પર રહેલ મોબાઈલ ટાવર ઉખડીને નીચે પડ્યો. હતો. ભારે પવનના કારણે મીની મોબાઈલ ટાવર ઉખડીને નીચે પડ્યો હતો. જેની તસવીર કેમેરામાં કેદ થઈ હતી.

સુરતમાં એક જેવી પેટર્નથી બે દિવસમાં છ લોકોના મોત, અચાનક ઢળી પડવાના કિસ્સા વધ્યા

વીજળી પડવાથી ત્રણના મોત 
કમોસમી વરસાદમાં વીજળી પડતા રાજ્યમા બે લોકોના મોત નિપજ્યા છે. તો એકનું વીજળી પડતા તો અન્ય એકનું કાચું મકાન પડતાં મોત થયું છે. અરવલ્લીમાં માલપુરના જીતપુર ગામે વીજળી પડતાં બાઈક પર જતા ખેડૂતનું મોત થયું, તો હિંમતનગરના આગીયોલમાં કાચું ઘર પડતાં વૃદ્ધ મહિલાનું મોત થયું છે. તો સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના સુજાનગઢ ગામે ગાજવીજ સાથે વરસાદ દરમ્યાન અવકાશી વીજળી પડતા મહિલાનું મોત નિપજ્યું છે. જિલ્લાના થાનના નળખભા ગામે વાડીમાં બાંધેલા પશુઓ પર પણ વજળી પડી હતી. જેમાં બે ગાયોના મોત નિપજ્યા છે.  

 

 

અમરેલીમાં વીજળી પડતા 20 બકરાના મોત
અમરેલી તાલુકાના ઈશ્વરીયા ગામે વીજળીના કડાકા વચ્ચે માલધારીના બકરાઓનો ભોગ લેવાયો છે. વીજળી પડવાના કારણે માલધારીના 20 ઉપરાંત બકરાના મોત થયા છે. તંત્ર દ્વારા માલધારીને મદદ કરવા માટે પંચરોજ કામગીરી હાથ ધરાઈ હતી. 

અમદાવાદમાં વરસાદની આગાહી : તોફાની પવન સાથે આજે ગુજરાતના 10 જિલ્લામાં ત્રાટકશે વરસાદ

ભરૂચમાં પવનથી સ્ટ્રક્ચર પડ્યું
ભરૂચમાં વાવાઝોડા વચ્ચે એક કોમ્પ્લેક્સનું સ્ટ્રક્ચર પડી ગયું હતુ. જેનો Live Video સામે આવ્યો છે. ભરૂચના મોહમ્મદપુરા પાસે મોહમ્મદી કોમ્પ્લેક્સનું કાચનું  સ્ટ્રક્ચર ભારે પવનના કારણે ધરાશાયી થયું હુતં. સ્ટ્રક્ચર પડતા બે વ્યક્તિ ઉભેલા આબાદ બચાવ થયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. ગત મોડી રાત્રે આવેલ વાવાઝોડામાં ભરૂચના વિવિધ વિસ્તારોમાં તારાજીના દ્રશ્યો સર્જાયા હતા. યોગેશ્વર નગર ખાતે મકાનની છત પર લાગે સોલર પેનલો ધરાશાયી થઈ હતી. મકાન માલિકોને લાખોનું નુકસાન થયું છે.

જૂનાગઢમાં ભારે પવન સાથે વીજળી ગુલ
જૂનાગઢના કેશોદમાં ભારે પવન ફૂંકાયો હતો. ચાર ચોક વિસ્તારમાં હોર્ડિંગ ધરાસાયી થયું હતું. શહેરના અનેક વિસ્તારમાં ઘણા સમય સુધી વીજળી ગુલ રહી. તો વિસાવદર પંથકમાં મોડી રાતે ભારે પવન ફૂંકાયો હતો. મીની વાવાઝોડા જેવા દ્રશ્યો સર્જાયા હતા. 

Oye-Hoye Bado Badi ગીતે લોકોના કાનના પડદા ફાડી નાંખ્યા, ઢિંચાક પૂજા કરતા પણ ખતરનાક ગ

રાજકોટમાં વરસાદનું આગમન
રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં વાતાવરણમાં પલટો આવયો છે. મોડી રાત્રે ભારે પવન સાથે કમોસમી વરસાદ શરૂ થયો છે. જેથી ઉપલેટા શહેરમાં વરસાદી માહોલ સર્જાયો છે. ઉપલેટાના ખાખી જાળીયા, સેવંત્રા, ગઢાળા, મોજીરા, નવાપરા, કેરાળા, વાડલા, ગણોદ વરજાંગ જાળીયા, નિલાખા સહિતના અનેક ગામોમાં વરસાદ નોંધાયો. અસહ્ય ઉકળાટ અને બફારાને લઈને કમોસમી વરસાદનું આગમન થયું. વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી. જોકે, વરસદાને પગલે લોકોને ગરમીથી રાહત મળી છે. 

ચમત્કારિક ઘટના! એક પથ્થરે બચાવ્યો આખા પરિવારનો જીવ, નહિ તો 6 લોકો મોતને ભેટ્યા હોત

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More