Home> Gujarat
Advertisement
Prev
Next

Breaking : સેશન્સ કોર્ટે તિસ્તા સેતલવાડ અને આરબી શ્રીકુમારના જામીન ફગાવ્યા

ગુજરાતના રમખાણ કેસમાં સેશન્સ કોર્ટે તિસ્તા સેતલવાડ અને આરબી શ્રીકુમારના જામીન ફગાવ્યા છે. અગાઉ સરકારે જામીન અરજીનો વિરોધ કરી સોગંધનામુ રજૂ કર્યું હતું. જેના બાદ સેશન્સ કોર્ટે બંને પક્ષોની દલીલ સાંભળી 21 જુલાઈએ ચુકાદો અનામત રાખ્યો હતો. સરકારી સોગંદનામામાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા હતા. તમામ બાબતોને ધ્યાને રાખી કોર્ટે બંનેની જામીન અરજી ફગાવી છે. 

Breaking : સેશન્સ કોર્ટે તિસ્તા સેતલવાડ અને આરબી શ્રીકુમારના જામીન ફગાવ્યા

સપના શર્મા/અમદાવાદ :ગુજરાતના રમખાણ કેસમાં સેશન્સ કોર્ટે તિસ્તા સેતલવાડ અને આરબી શ્રીકુમારના જામીન ફગાવ્યા છે. અગાઉ સરકારે જામીન અરજીનો વિરોધ કરી સોગંધનામુ રજૂ કર્યું હતું. જેના બાદ સેશન્સ કોર્ટે બંને પક્ષોની દલીલ સાંભળી 21 જુલાઈએ ચુકાદો અનામત રાખ્યો હતો. સરકારી સોગંદનામામાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા હતા. તમામ બાબતોને ધ્યાને રાખી કોર્ટે બંનેની જામીન અરજી ફગાવી છે. 

સરકારે કરેલા સોગંધનામામાં તિસ્તા સેતલવાડ પર ગુજરાત અને તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને બદનામ કરવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસ નેતા સ્વ.અહેમદ પટેલે તિસ્તા સેતલવાડને તબક્કાવાર 30 લાખ રૂપિયા આપ્યા હોવાની વાત પણ સામે આવી છે. ત્યારે સેશન્સ કોર્ટે બંનેના જામીન ફગાવ્યા છે. 

અદાલતે પહેલા અરજીઓ પર 26 જુલાઈના રોજ નિર્ણય આપવાનો હતો. અદાલતે તીસ્તા સેતલવાડ અને શ્રીકુમારના વકીલની દલીલ સાંભળ્યા બાદ ગત સપ્તાહ પોતાના આદેશ સુરક્ષિત રાખ્યો હતો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More