Home> Gujarat
Advertisement
Prev
Next

ઈલેક્ટ્રીક વાહનોના ધૂમ વેચાણ સામે અમદાવાદમાં ક્યાં-ક્યાં છે ચાર્જિંગ પોઈંટ? જાણો શું છે સ્થિતિ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રએ શહેરના વિવિધ 24 સ્થળ પર ચાર્જિંગ સ્ટેશન માટે ટેન્ડર બહાર પાડ્યા હતા. ત્યારે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ મોડેલ હેઠળ આ કામગીરીને લીલીઝંડી આપવામાં આવી હતી.

ઈલેક્ટ્રીક વાહનોના ધૂમ વેચાણ સામે અમદાવાદમાં ક્યાં-ક્યાં છે ચાર્જિંગ પોઈંટ? જાણો શું છે સ્થિતિ

અર્પણ કાયદાવાલા, અમદાવાદઃ કેન્દ્ર અને રાજ્ય સરકારે ઈલેક્ટ્રિક વ્હીકલને પ્રોત્સાહન આપવા બનાવેલી નીતિને ધ્યાને લઇ અમદાવાદમાં ઈલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવામાં આવ્યા છે, પરંતુ 200 કરતા વધારે સ્ટેશન ઉભા કરવાની જાહેરાતની સામે હાલ ફક્ત 12 સ્ટેશન જ ઊભા થઇ શક્યા છે. એમાં પણ 3 સ્થળોએ તો ફક્ત હજી કામની શરૂઆત માત્ર થઇ છે. નોંધનીય છે કે શહેરમાં ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન મળે તે માટે શહેરમાં નવી નીતિ તૈયાર કરવામાં આવેલી છે. ભારત સરકારની નીતિ અંતર્ગત શહેરમાં ઈલેક્ટ્રિક વાહનને માળખાકીય સુવિધાઓ મળી રહે તેવી વ્યવસ્થાની નીતિ તૈયાર કરવામાં આવી છે. જે અંતર્ગત અમદાવાદમાં 12 ઇવી ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવાની વાત કરવામાં આવી છે. પણ હજીપણ 12 પૈકિનાં 9 સ્ટેશન જ તૈયાર થઇ શક્યા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રએ શહેરના વિવિધ 24 સ્થળ પર ચાર્જિંગ સ્ટેશન માટે ટેન્ડર બહાર પાડ્યા હતા. ત્યારે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ મોડેલ હેઠળ આ કામગીરીને લીલીઝંડી આપવામાં આવી હતી. હવે અમદાવાદ શહેરમાં 12 ઇલેક્ટ્રિક વ્હિકલ ચાર્જિંગ સ્ટેશન શરુ થશે. આ ચાર્જિંગ સ્ટેશન પર 30થી 40 મિનિટમાં વાહનનું સંપૂર્ણ ચાર્જિંગ થશે.

અમદાવાદ શહેરમાં ઇન્કમ ટેક્સ, કાંકરિયા, સિંધુ ભવન, પ્રહલાદનગર, મોટેરા, નરોડા , બાપુનગર, ચાંદખેડા, નિકોલમાં ચાર્જિંગ સ્ટેશન બનીને તૈયાર થઇ જશે:

શહેરમાં ઈલેકટ્રીક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશનની સ્થિતિ:

લોકેશન                        સ્થિતિ

સિંધુભવન રોડ          તૈયાર

પ્રહલાદનગર ગાર્ડન    તૈયાર

ઈન્કમટેકસ ફલાયઓવર  તૈયાર

નારોલ ફલાયઓવરબ્રિજ  કામગીરી પૂર્ણતા તરફ

સીટીએમ ફલાયઓવરબ્રિજ      કામગીરી પૂર્ણતા તરફ

હરીદર્શન ક્રોસ રોડ                તૈયાર

કાંકરીયા મલ્ટીલેવલ પાર્કીંગ      તૈયાર

કોટેશ્વર રોડ                     તૈયાર

ન્યૂ સીજી રોડ                    તૈયાર

બાપુનગરફલાયઓવર          તૈયાર

નિકોલ-નરોડા રોડ            તૈયાર

ગોવિંદવાડી સર્કલ        કામગીરી પૂર્ણતા તરફ     

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યુંકે, ચાર્જિંગ સ્ટેશન બનાવવા માટે AMC વીજ કનેક્શન અને રાજ્ય તેમજ કેન્દ્ર સરકારમાંથી ગ્રાન્ટ મેળવવા માટે NOCની મદદ કરશે. ત્રણ વર્ષ માટે ચાર્જિંગ સ્ટેશનના પ્રોપર્ટી અને અન્ય ટેક્સમાંથી મુકિત આપશે. ઇલેક્ટ્રીક વ્હિકલ ચાર્જિંગ સ્ટેશન AMCની જગ્યામાં ભાડે લેવામાં આવી હશે, તો ત્રણ વર્ષ બાદ 10 ટકા રેવન્યુ શેરીંગ AMCને કરવાનું રહેશે. અમદાવાદમાં અત્યાર સુધીમાં 22 હજાર ઇલેક્ટ્રિક ટુ વ્હીલર,1200 ફોર વ્હીલર અને 5 હજાર જેટલા થ્રી વ્હિલરનું વેચાણ થયુ છે. ત્યારે હવે આ લોકો ચાર્જિંગ સ્ટેશન પર પોતાના ઇ વ્હિકલ ચાર્જ કરાવી શકશે. ચાર્જિંગ સ્ટેશન પર લોકોને વધુ રાહ ન જોવી પડે તે માટે એપ્લિકેશન દ્વારા સ્લોટ બૂક કરવાની સુવિધા પણ પુરી પડાશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More