Home> Gujarat
Advertisement
Prev
Next

સુરતની વિદ્યાર્થીનીઓએ ઈનોવેશનમાં કાઠું કાઢ્યું, પ્રજ્ઞાચક્ષુઓને ખતરાથી એલર્ટ કરતું ખાસ મશીન બનાવ્યું

Girls Make Smarat Stick For Blinds : સુરતની વનિતા વિશ્રામ વિમેન યુનિવર્સિટીની ચાર વિદ્યાર્થીઓએ ગાંધીજીની લાકડીથી પરથી પ્રેરિત થઈને પ્રજ્ઞાચક્ષુઓ માટે ખાસ પ્રકારની સ્માર્ટ સ્ટીક બનાવી
 

સુરતની વિદ્યાર્થીનીઓએ ઈનોવેશનમાં કાઠું કાઢ્યું, પ્રજ્ઞાચક્ષુઓને ખતરાથી એલર્ટ કરતું ખાસ મશીન બનાવ્યું

Technology News ચેતન પટેલ/સુરત : ગુજરાતની પ્રથમ મહિલા યુનિવર્સિટીમાં ભણનાર બીસીએની ચાર વિદ્યાર્થીનીઓએ બાપુ નામની એક એવી સ્માર્ટ સ્ટીક બનાવી છે, જેની મદદથી પ્રજ્ઞાચક્ષુ લોકોને એક મીટર વિસ્તારના અવરોધનું એલર્ટ મળી જશે અને જો પ્રજ્ઞાચક્ષુને સાંભળવામાં કોઈ પરેશાની હોય તો આ સ્ટીક વાઈબ્રેટ થઈને તેમને એલર્ટ પણ કરી દેશે.

વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટીના બીસીએ સેમેસ્ટર-4 માં ભણનાર વિદ્યાર્થીનીઓએ જે ઇનોવેશન કર્યું છે તેને સાંભળી દરેક વ્યક્તિ તેમની પ્રશંસા કરી રહ્યા છે. કારણ કે તેમના ઇનોવેશનના કારણે દેશના તમામ પ્રજ્ઞાચક્ષુઓને એક સ્માર્ટ સ્ટીક મળવા જઈ રહી છે. ગાંધીયન વિચારધારા પર આ ચારેય વિદ્યાર્થીનીઓએ એક એવી સ્માર્ટ સ્ટીક બનાવી છે, જેના થકી પ્રજ્ઞાચક્ષુ કોઈ અવરોધના કારણે કોઈ વસ્તુ સાથે અથડાશે નહીં. 1 મીટર દૂર કોઈ અવરોધ હશે તો સ્ટીક વાઇબ્રેટર અને બઝરના માધ્યમથી તેને એલર્ટ કરી દેશે. જેથી તેઓ પોતાનો માર્ગ બદલી શકશે. 

બીસીએ વિભાગના ડોક્ટર નિરાલીબેન દવે અને ડોક્ટર દીક્ષાંત શાહના માર્ગદર્શન હેઠળ 4 વિદ્યાર્થીનીઓએ માત્ર 20 દિવસમાં આ ખાસ સ્માર્ટ સ્ટીક બનાવી છે. કોલેજમાં ભણતી એક પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીનીને જોઈ આ ઇનોવેશન કરવાનો વિચાર આ ચારેય વિદ્યાર્થીનીઓને આવ્યો હતો. સંશોધન કરનાર ચાર વિદ્યાર્થીઓમાંથી એક સંજના પેટડીયાએ જણાવ્યું હતું કે , અમે બાપુ નામની એક સ્માર્ટ સ્ટીક બનાવી છે. અમારી ટીમમાં ચાર લોકો છે. જેમાં મારા સિવાય મૈત્રી ગોટી, પમ્મી નાકરાણી, નૈની પટેલ સામેલ છે. આ સ્ટીક બનાવવા પાછળનું કારણ અમને ત્યારે મગજમાં આવ્યું જ્યારે અમારી કોલેજમાં એક પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીનીને જોઈ હતી. જ્યારે તે રસ્તો પસાર કરી રહી હતી ત્યારે તેની મદદ માટે તેની બહેનપણી હતી. ત્યારે અમને વિચાર આવ્યો કે અમે પ્રજ્ઞાચક્ષુ લોકો માટે એક સ્માર્ટ સ્ટીક બનાવીએ. જેથી તેઓ આશ્રિત ન રહે. પ્રજ્ઞાચક્ષુને દેખાતું નથી. અને તેમની સામે કોઈ ઓબ્જેક્ટ આવી જાય તો તેને ખબર પડશે નહીં. જેથી અમે જે સ્ટીક બનાવી છે.

આ સ્ટીક 100 સેન્ટીમીટર એટલે એક મીટરની રેન્જમાં જે પણ ઓબ્જેક્ટ આ સ્માર્ટ સ્ટીકની સામે આવશે તો તેની જાણ પ્રજ્ઞાચક્ષુને થશે. જેમાં એક બઝર વાગશે અને કોઈને સાંભળવામાં તકલીફ હોય તો તેમના માટે અમે વાઇબ્રેશનની સુવિધા પણ આ સ્ટીકમાં લગાવી છે. આવનાર દિવસોમાં આ સ્ટીકને અન્ય સેન્સરથી સેટ કરીને વધુ ટેકનોલોજી વાપરી ઉપયોગી બનાવવામાં આવશે. જેથી પ્રજ્ઞાચક્ષુને કઈ દિશામાં જવાનું છે તેની જાણ પણ મળી શકશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More