હિતલ પારેખ/ગાંધીનગર : આજે વિધાનસભાના બજેટ સત્રનો અંતિમ દિવસ છે, ત્યારે મોટી સંખ્યામાં શિક્ષકો વિધાનસભાની બહાર ઘેરાવ કરવા પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં શિક્ષકો વિધાનસભા પહોંચતા તેની અટકાયત શરૂ કરાઈ હતી. રાજ્યભરમાંથી લગભગ 1000થી વધુ શિક્ષકોની અટકાયત કરવામાં આવી છે. ગાંધીનગરમાં દેખાવો કરીને સરકાર પર પોતાના માંગણી પૂરી કરવા પર દબાણ લાવી રહ્યાં છે. શિક્ષકોએ વિધાનસભાની બહાર હાય હાયના નારા લગાવ્યા હતા. તો બીજી તરફ, ટીંગાટોળી કરીને શિક્ષકોની અટકાયત કરાઈ હતી.
શિક્ષણમંત્રીએ શિક્ષકોને ચોખ્ખા શબ્દોમાં કહ્યું, ‘તમે ઈચ્છો ત્યારે ઉકેલ ન આવે, ધીરજ રાખો...’
વિધાનસભા બહાર શિક્ષકોની રામધૂન
ગાંધીનગરમાં વિધાનસભાની બહાર શિક્ષકોએ પોતાની માંગ સાથે હોબાળો કર્યો છે. તો બીજી તરફ, મહિલા શિક્ષકો દ્વારા રસ્તા પર બેસી રામધૂન પણ શરૂ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, હાલ વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે, અને આજે તેનો અંતિમ દિવસ છે, ત્યારે ચાલુ સત્રમાં જ ગુજરાત સરકાર સામે બે મોટી હડતાળની ચેલેન્જ આવી છે. ગુજરાતભરના શિક્ષકો આજે પોતાની વિવિધ માંગણીઓને લઈને માસ સીએલ પર ઉતર્યા હતા અને વિધાનસભાનો ઘેરાવ કરવા માટે ગાંધીનગર તરફ કૂચ કરી હતી. રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની વિધાનસભાને ઘેરાવો કરવાની ચીમકીના પગલે પોલીસ સતર્ક બની હતી. ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા શિક્ષકોના કાર્યક્રમને મંજૂરી આપવામાં આવી નથી. ગાંધીનગર આવવાનો પ્રયત્ન કરતા શિક્ષકોની અટકાયતના પોલીસે આદેશ આપ્યા હતા. જે અંતર્ગત વહેલી સવારથી જ ગાંધીનગરમાં શિક્ષકોની અટકાયત શરૂ થઈ. પોલીસ દ્વારા રાજ્યભરના પ્રાથમિક શિક્ષકોની યાદી કે જેઓ ગાંધીનગર આવી શકે તેવી સંભાવના છે તેમની જાહેર કરી છે. આવા શિક્ષક નેતાઓને રસ્તામાંથી જ અટકાયત કરવાના પગલા ભરવા શરુ કર્યા છે.
પોલીસ અને શિક્ષકો વચ્ચે ઉગ્ર બોલાચાલી
વિધાનસભાનો ઘેરાવ કરવા અન્ય શહેરોમાંથી ગાંધીનગરમાં આવેલા શિક્ષકોની પહેલા જ અટકાયત કરી લેવાઈ હતી. આ શિક્ષકોને પોલીસ કરાઈ એકેડમી તથઆ ડીએસપી કચેરીમાં રાખવામાં આવ્યા હતા. ત્યારે શિક્ષકોએ ડીએસપી કચેરીમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરાયો હતો. પોલીસે કચેરીનો ગેટ તાત્કાલિક બંધ કર્યો હતો. શિક્ષકો બહાર જવા દેવા મામલે ઉગ્ર બન્યા હતા. ડીએસપી કચેરી ખાતે પોલીસ અને શિક્ષકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. અહીં મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ડીએસપી ઓફિસ ખાતે ખડકી દેવામાં આવ્યો છે. બીજી તરફ, ઉગ્ર બનેલા શિક્ષકોએ ડીએસપી કચેરી ખાતે જ રામધૂન શરૂ કરી હતી.
વિધાનસભાનો ઘેરાવ કરવા પહોંચે તે પહેલા જ 500 શિક્ષકોની રસ્તામાં અટકાયત શરૂ
રાજ્યભરમાંથી 1000થી વધુ શિક્ષકોની ધરપકડ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે