Home> Gujarat
Advertisement
Prev
Next

ટપુડાના મામાએ ઘરમાં બનાવ્યા માટીના ગણેશ, ઉત્સવને લઈને આપી મહત્વની ટિપ્સ

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’  (arak Mehta Ka Ooltah Chashma) ફેમ મયુર વાકાણીએ પોતાના ઘરે જ માટીના ગણેશજી બનાવ્યા છે. ‘સુંદરમામાના પાત્રથી ફેમસ મયુર વાકાણી અભિનયની સાથે કેનવાસ પર પણ રંગોથી જાદુ કરવામાં માહેર છે

ટપુડાના મામાએ ઘરમાં બનાવ્યા માટીના ગણેશ, ઉત્સવને લઈને આપી મહત્વની ટિપ્સ

ઝી મીડિયા/બ્યૂરો :કોરોનાની મહામારીના કારણે લોકો આ વર્ષે ઇકોફ્રેન્ડલી માટીના ગણપતિનું સ્થાપન કરવા તરફ પ્રેરાયા છે. આ વર્ષે ઇકોફ્રેન્ડલી માટીના ગણેશના સ્થાપનથી ગણેશ ઉત્સવની ઉજવણી કરશે. તો સાથે જ ઘરે જ ગણપતિ બનાવવાનો ટ્રેન્ડ પણ જોવા મળ્યો છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’  (arak Mehta Ka Ooltah Chashma) ફેમ મયુર વાકાણીએ પોતાના ઘરે જ માટીના ગણેશજી બનાવ્યા છે. ‘તારક મહેતા....’મા સુંદરમામાના પાત્રથી ફેમસ મયુર વાકાણી (mayur vakani) ઉમદા કલાકાર છે. અભિનયની સાથે કેનવાસ પર પણ તેઓ રંગોથી જાદુ કરવામાં માહેર છે. તેમણે લોકડાઉન દરમ્યાન પણ ઘરે રહિને નવરાશની પળોમા ચિત્રો બનાવીને પોતાની કલા જીવંત રાખી હતી. ત્યારે હવે ગણેશ ચર્તથીના આગમન પહેલા માટીના ગણેશ બનાવીને મયુર વાકાણીએ ઘરે રહીને ગણેશજીની આરાધના કરવા માટે લોકોને પ્રેરણા આપી છે. 

આગામી એક કલાકમાં ગુજરાતના આ જિલ્લાઓમાં છે અતિ ભારે વરસાદની ચેતવણી

ZEE 24 કલાકના દર્શકો માટે તેઓએ મેસેજ આપ્યો કે, જે પાવન પર્વની વાટ જોતા હતા, તે પર્વ હવે આવી ગયો છે. એના માટે આપણે ઘરે બેસાડીએ ગણપતિ દાદા બેસાડીએ છે. ગણપતિ દાદા પીઓપીના બદલે માટીના હોય તો ઘણુ સારું. આપણી વ્હાલસોયી વસુંધરાનું આપણે રક્ષણ કરીએ. આપણી આ પૃથ્વીને પ્રદૂષણથી બચાવો. ઘરે જ માટીના ગણેશ બનાવો. તમારા પરિવારની સાથે ઘરે ગણેશજી બનાવો અને તેનો આનંદ લો. તમને સૌને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ. ગણપતિ બાપ્પા મોર્યાં... 

આ સાથે જ તેમણે તેમણે ZEE 24 કલાકના દર્શકો માટે માટીના ગણેશજી બનાવીને બતાવ્યા હતા. જેમાં તેમણે ગણપતિ બનાવતા સમયે કેવી કેવી બાબતોનું ધ્યાન રાખવું તે ટિપ્સ આપી હતી. 

‘CM અમારા છે એટલે ટિકીટ મળી જશે તેવા ભ્રમમાં ન રહેતા હતા...’ પાટીલની રાજકોટમાં સીધી વાત

ઉલ્લેખનીય છે કે, હાલ સમગ્ર દેશમાં કોરોનાનો અજગરી ભરડો છે. લોકલ સંક્રમણની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ભગવાન ગણપતિજીના ભક્તો દ્વારા પોતાના ઘરે જ માટીની નાની મૂર્તિનું સ્થાપના કરવાનું વિચારી રહ્યાં છે. એટલું જ નહિ, એક દિવસથી માંડીને પોતાની અનુકૂળતા મુજબ અગિયાર દિવસ ગણપતિજીનું પૂજન-અર્ચન કર્યા બાદ ઘરે જ પાણી ભરેલા વાસણમાં ગણપતિ વિસર્જન કરવાના છે. પીઓપીથી બનેલ ગણેશજીની મૂર્તિઓ પાણીમાં વિસર્જન કરવાથી પર્યાવરણને પણ નુકશાન થાય છે તેવુ લોકો સમજી ચૂક્યા છે. ત્યારે આ વર્ષે માત્ર માટીથી બનેલ મૂર્તિઓ જ ખરીદવાનો આગ્રહ શ્રદ્ધાળુઓમાં જોવા મળ્યો છે. સાથે જ લોકડાઉનમાં ક્રિએટીવ એક્ટિવિટી કરવા પ્રેરાયેલા લોકો હવે જાતે જ માટીના ગણેશજી બનાવીને તેને સ્થાપિત કરવાના છે. એક તરફ જ્યાં કોરોનાથી લોકો પરેશાન છે, ત્યાં કોરોનાને પગલે થયેલા લોકડાઉને લોકોને ક્રિએટીવ બનાવ્યા છે. 

ગુજરાતના અન્ય મહત્વના સમાચાર....

અભણ મહિલાએ આખા પરિવારનો ઉદ્ધાર કર્યો, સાબિત કર્યું કે રૂપિયા-નામ કમાવવા ડિગ્રીની જરૂર નથી....

માત્ર 500 રૂપિયા ખર્ચીને 10 હજાર બચાવતા ગુજરાતના આ ખેડૂતની વાહવાહી થવા લાગી

મધરાતે કચ્છ-જામનગરમાં ભૂકંપના આંચકા, અલગ અલગ સમયે 3 આંચકાથી લોકોમાં ફફડાટ

25 દિવસ બાદ સુરતમાં બસ સેવા શરૂ, મુસાફરોને હવે કામરેજ સુધી ધક્કો નહિ ખાવો પડે 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More