Home> Gujarat
Advertisement
Prev
Next

સ્ટેચ્યુ ઓફ યુનિટિ જતા પહેલા વાંચજો, નહી તો પૈસા પણ જશે અને ફરી પણ નહી શકો, સામે આવ્યું મસમોટુ કૌભાંડ

સ્ટેચ્યુ ઓફ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ૧૨ છેડછાડ કરેલ ટીકિટ ઝડપાઈ છે. જેને કારણે સત્તાવાળાઓએ પ્રવાસીઓને જાહેર અપીલ કરી સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન પ્રોજેકટની ટિકિટ SOU ની  વેબસાઈટ અને મોબાઈલ એપ્લીકેશનથી જ બૂક કરાવવાનો આગ્રહ રાખે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વભરના પ્રવાસીઓની પહેલી પસંદ બની ચૂકયું છે, ત્યારે કેટલાક ખાનગી ટુર્સ અને ટ્રાવેલ્સ કંપનીઓ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટીકિટોમાં છેડછાડ કરી પ્રવાસીઓ સાથે છેતરપીંડી કરી વધુ પૈસા પડાવવાનો ગોરખધંધો સ્ટેચ્યુ ઓફ યુનિટીના જાગૃત સ્ટાફે પકડયો છે. 

સ્ટેચ્યુ ઓફ યુનિટિ જતા પહેલા વાંચજો, નહી તો પૈસા પણ જશે અને ફરી પણ નહી શકો, સામે આવ્યું મસમોટુ કૌભાંડ

જયેશ દોશી/નર્મદા : સ્ટેચ્યુ ઓફ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ૧૨ છેડછાડ કરેલ ટીકિટ ઝડપાઈ છે. જેને કારણે સત્તાવાળાઓએ પ્રવાસીઓને જાહેર અપીલ કરી સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન પ્રોજેકટની ટિકિટ SOU ની  વેબસાઈટ અને મોબાઈલ એપ્લીકેશનથી જ બૂક કરાવવાનો આગ્રહ રાખે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વભરના પ્રવાસીઓની પહેલી પસંદ બની ચૂકયું છે, ત્યારે કેટલાક ખાનગી ટુર્સ અને ટ્રાવેલ્સ કંપનીઓ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટીકિટોમાં છેડછાડ કરી પ્રવાસીઓ સાથે છેતરપીંડી કરી વધુ પૈસા પડાવવાનો ગોરખધંધો સ્ટેચ્યુ ઓફ યુનિટીના જાગૃત સ્ટાફે પકડયો છે. 

ગુજરાત સરકારની વેપારીઓને મોટી રાહત, રસીકરણ અંગેની વેપારીઓની સૌથી મોટી માંગ સ્વીકારી

ગત રોજ  તા. ૩૦/૦૭/૨૦૨૧ના રોજ સુરતનાં ૧૨ જેટલા પ્રવાસીઓ (૭ વયસ્ક અને ૫ બાળક) વ્યુઈંગ ગેલેરીની ટીકિટ મારફતે ચેકિંગ પોઈન્ટ પરથી પ્રવેશ કરતા તે સમયે ડયુટી પર રહેલા જાગૃત કર્મચારી દ્વારા બારકોડ સ્કેન કરતા સમયે ટીકિટ ધ્યાનથી જોતા માલુમ પડેલ કે, ટીકિટનાં દરમાં છેડછાડ થયેલ છે,વાસ્તવમાં આ ટીકિટનો દર વયસ્ક માટે રૂ. ૩૮૦/- હોવો જોઈએ તેના બદલે રૂ. ૪૧૦/- છપાયેલ હતો, અને બાળકની ટિકિટનો દર રૂ. ૨૩૦/- હોવો જોઈએ તેના બદલે રૂ. ૨૬૦/- છપાયેલ હતો,ધ્યાનથી જોતા ટીકિટમાં છેડછાડ થયેલ હોવાનું સ્પષ્ટ થતા આ અંગે ફરજ પર હાજર કર્મચારીઓ અને CISFનાં જવાનોએ SOUADTGAનાં ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું. 

મફતમાં જમવા જેવા મુદ્દે NARODA PSI ના નામે બિભત્સ મેસેજ વાયરલ થયો, પછી થયા ચોંકાવનારા ઘટસ્ફોટ

આ ટીકિટ સાથે આવેલા પ્રવાસીઓની પૂછપરછ કરતા આ ટીકિટ તેઓએ ટ્રાવેલ એજન્સી ટ્રાવેલ માર્ક પાસેથી બૂક કરાવી હોવાનું સામે આવ્યું હતું. જેથી આ અંગે અધિકારીઓ દ્વારા તત્કાલ સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આ અંગે ફરિયાદ દાખલ કરીને તપાસ આદરી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સતામંડળના નાયબ કલેકટર દ્વારા તમામ પ્રવાસીઓને જાહેર અપીલ કરવામાં આવે છે કે, જ્યારે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન પ્રવાસિય પ્રોજકટના પ્રવાસનું આયોજન કરો ત્યારે SOU ની વેબસાઈટ પરથી જ ટીકિટ બૂક કરાવવાનો આગ્રહ રાખે. એન્ડ્રોઇડ એપ્લિકેશન statue of unity ticket official પરથી પણ ટિકિટ બૂક કરાવે. ઉલ્લેખનીય છે કે, પ્રવેશ સ્થળે અત્યાધુનિક મશીન દ્વારા ટિકિટ પર છપાયેલ બારકોડ સ્કેન થાય છે અને અત્રે ખાસ તાલીમ પ્રાપ્ત કર્મચારીઓ રાઉન્ડ ધી કલોક પ્રત્યેક ટીકિટ સ્કેન કરતા હોય છે એટલે છેડછાડ કરેલ ટીકિટ અથવા તો ડુપ્લીકેટ ટીકિટ તુર્તજ પ્રકાશમાં આવી જાય છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની અધિકારીક વેબસાઇટ...

www.soutickets.in

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More