Home> Gujarat
Advertisement
Prev
Next

સ્વાઈન ફ્લૂનો ગુજરાતમાં હાહાકાર, મોડે મોડે ભાજપના શાસકો જાગ્યા

ગુજરાતભરમાં સ્વાઇન ફ્લુએ કહેર મચાવ્યો છે. જેને લઇે સમગ્ર રાજ્યના આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તંત્ર પણ હરકતમાં આવ્યુ છે. જે અંતર્ગત આજે મેયર સહીતના એએમસીના શાષકોએ એએમસીના હેલ્થ અધિકારીઓ સાથે સ્વાઇન ફ્લુ મામલે મહત્વની બેઠક યોજી. જેમાં અત્યાર સુધી લેવાયેલા પગલા અને એએમસી તંત્ર કેટલુ તૈયાર છે તે મામલે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. નોંધનીય છેકે ચાલુ વર્ષે એએમસીમાં સ્વાઇન ફ્લુના 392 કેસ નોંધાયા છે, જેમાં 8 લોકોના મોત થઇ ચૂક્યા છે.

સ્વાઈન ફ્લૂનો ગુજરાતમાં હાહાકાર, મોડે મોડે ભાજપના શાસકો જાગ્યા

અર્પણ કાયદાવાલા/અમદાવાદ: ગુજરાતભરમાં સ્વાઇન ફ્લુએ કહેર મચાવ્યો છે. જેને લઇે સમગ્ર રાજ્યના આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તંત્ર પણ હરકતમાં આવ્યુ છે. જે અંતર્ગત આજે મેયર સહીતના એએમસીના શાષકોએ એએમસીના હેલ્થ અધિકારીઓ સાથે સ્વાઇન ફ્લુ મામલે મહત્વની બેઠક યોજી. જેમાં અત્યાર સુધી લેવાયેલા પગલા અને એએમસી તંત્ર કેટલુ તૈયાર છે તે મામલે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. નોંધનીય છેકે ચાલુ વર્ષે એએમસીમાં સ્વાઇન ફ્લુના 392 કેસ નોંધાયા છે, જેમાં 8 લોકોના મોત થઇ ચૂક્યા છે.

  • સ્વાઈન ફલૂ મામલે AMC માં ફરી યોજાઈ બેઠક
  • મેયર સહિતના હોદ્દેદારોએ આરોગ્ય અધિકારીઓ સાથે યોજી બેઠક
  • તકેદારીના તમામ પગલાં ભરવા અપાયા આદેશ
  • સ્વાઈન ફલૂ મામલે શુ કાર્યવાહી થઈ એ માહિતી માંગી છે - મેયર
  • વધુ શુ કામગીરી કરશો એ જણાવવા કડક સૂચના આપી છે
  • શહેરમાં 2019 માં 392 કેસ નોંધાયા, 8 ના મોત થયા છે.
  • પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં અસર વધુ છે.
  • નિકોલ, જોધપુર, ચાંદખેડા માં અસર વધુ જોવા મળી.
  • AMC ની તમામ હોસ્પિટલ સંપૂર્ણ સજ્જ છે
  • 127 બેડ અને 57 વેન્ટિલેટર ની સુવિધા તૈયાર છે
  • ઝોન અને વોર્ડ કક્ષાએ સર્વે ની કામગીરી કરાઈ રહી છે
  • લોકો ને સ્ટાફ દ્વારા જરૂરી સૂચના આપવામાં આવી રહી છે

ગુજરાત, રાજસ્થાન સહીત દેશના વિવિધ રાજ્યોમાં સ્વાઇન ફ્લુએ હાહાકાર મચાવેલો છે. ગુજરાતમાં પણ આ આંકડો સતત વધી રહ્યો છે. ત્યારે રાજ્ય સરકાર એકાએક સક્રીય થઇ છે. જે અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપી શાષકો પણ સ્વાઇન ફ્લુ મામલે મોડે-મોડે ચિંતીતી બન્યા છે. જેને લઇે મેયરની અધ્યક્ષતામાં એએમસીના હેલ્થ અધિકારીઓની ખાસ બેઠક યોજાઇ. જેમાં સ્વાઇન ફ્લુ મામલે એએમસીએ અત્યાર સુધી શું કામગીરી કરી છે અને જે રીતે સ્વાઇન ફ્લુ વધી રહ્યો છે તેને જોતા તંત્ર કેટલુ સજ્જ છે તે અંગે વિસ્તૃત ચર્ચા કરાઇ.

મહેસાણા: ગાડીએ પાછળથી રિક્ષાને મારી ટક્કક, ઘટના સ્થળે જ ચારના મોત

ઉલ્લેખનીય છેકે ગત વર્ષે પણ શહેરમાં સ્વાઇન ફ્લુના કેસ નોંધપાત્ર સંખ્યામાં નોંધાયા હતા, જેની સંખ્યા 777 હતી. જ્યારે 29 દર્દીઓના મોત પણ થયા હતા. ત્યારે આ વર્ષે ઠંડીનું પ્રમાણ વધારે હોવાથી સ્વાઇન ફ્લુ ઝડપથી ફેલાઇ રહ્યો છે. જેને લઇને તંત્રએ લોકોને તકેદારીના વિવિધ પગલા લેવા માટે સૂચના આપી છે.

પાલડી કાર્યાલયને મુદ્દે VHP અને AHP આમને-સમાને, હાઇકોર્ટ લેશે નિર્ણય

સ્વાઇ ફ્લુની ગંભીરતા જાણતા હોવા છતા હંમેશની જેમ આ વિષય અંગે પણ હાઇકોર્ટની ફટકાર બાદ જ રાજ્ય સરકાર મોડે-મોડે જાગી છે. ત્યારે સરકારની સક્રીયતાને જોતા આગામી સમયમાં સ્વાઇન ફ્લુને નાથવામાં સફળતા મળે છે કે કેમ તે જોવુ રહ્યુ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More