Home> Gujarat
Advertisement
Prev
Next

Limbdi Gujarat Chutani Result 2022 : હાઇ-પ્રોફાઇલ જંગમાં ભાજપના કિરિટસિંહ રાણાએ AAP ઉમેદવારને હરાવ્યા

Surendrnagar Limbdi Gujarat Chunav Result 2022: લીમડી બેઠક પર ભાજપના  કિરિટસિંહ રાણાએ નજીકના ઉમેદવાર આમ આદમી પાર્ટીના મયુરભાઈ સાકરીયાને 23146 મતથી હરાવ્યા છે. લીંબડી બેઠક સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી છે. અત્યાર સુધી બેઠકના ઈતિહાસની વાત કરીએ તો બેઠક પર ઉમેદવારો બદલાતા રહ્યા છે.

Limbdi Gujarat Chutani Result 2022 : હાઇ-પ્રોફાઇલ જંગમાં ભાજપના કિરિટસિંહ રાણાએ AAP ઉમેદવારને હરાવ્યા

સુરેન્દ્રનગરઃ Limbdi Gujarat Chunav Result 2022: લીમડી બેઠક પર ભાજપના  કિરિટસિંહ રાણાએ નજીકના ઉમેદવાર આમ આદમી પાર્ટીના મયુરભાઈ સાકરીયાને 23146 મતથી હરાવ્યા છે. લીંબડી બેઠક સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી છે. અત્યાર સુધી બેઠકના ઈતિહાસની વાત કરીએ તો બેઠક પર ઉમેદવારો બદલાતા રહ્યા છે. સૌથી વધારે વખત ભાજપના કિરીટસિંહ રાણા ચૂંટણી લડી ચૂક્યા છે અને જીત્યા પણ છે.
બેઠક પર કુલ 2 લાખ 72 હજાર 81 મતદારો છે. જેમાં 1 લાખ 43 હજાર 853 પુરુષ મતદારો છે. અને 1 લાખ 28 હજાર 194 મહિલા મતદારો છે.

2022ની ચૂંટણી
આ વખતે ચૂંટણી મેદાને ભાજપે ઉમેદવાર રિપિટ કરતાં કિરિટસિંહ રાણાને જાહેર કર્યા. કોંગ્રેસ તરફથી કલ્પના મકવાણા અને આપ તરફથી મયુર સાકરીયા ચૂંટણી લડી રહ્યા છે.

2017ની ચૂંટણી
2017ની ચૂંટણીમાં કોંગ્રેસની ટિકીટ પરથી સોમા ગાંડા પટેલનો વિજય થયો હતો. સોમા ગાંડાએ કોંગ્રેસના કિરિટસિંહ રાણાને હાર આપી હતી. જોકે થોડા સમય પછી તેમણે રાજીનામું આપી દેતાં બેઠક પર 2020માં પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપના કિરીટસિંહ રાણાની જીત થઈ હતી. 2020માં ભાજપમાથી કિરિટસિંહ રાણા અને કોંગ્રેસમાંથી ચેતનભાઇ ખાચર ઉમેદવાર હતા.

2012ની ચૂંટણી
2012માં કોંગ્રેસના સોમા ગાંડા ભાજપના કિરિટસિંહ રાણા સામે ચૂંટણી જીત્યા હતા. જો કે 2013માં ફરીથી અહી પેટાચુંટણી થઇ જેમાં ભાજપના કિરિટસિંહ રાણા આ બેઠક 24 હજાર મતોની સરસાઇથી જીત્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More