Home> Gujarat
Advertisement
Prev
Next

પોતાની તસવીર પર ઓમ શાંતિ લખીને મિત્રોને ફોરવર્ડ કરી, બાદમાં સુરતના વેપારીએ 11માં માળથી કૂદકો માર્યો

સુરત શહેરના અડાજણમાં કારની લે-વેચ સાથે સંકળાયેલા વેપારીએ પાલ આરટીઓ સામે નવનિર્મિત કોમ્પલેક્સના અગિયારમાં માળેથી કૂદીને મોતને વ્હાલું કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. સોમવારની રાત્રે પત્ની સાથે ઝઘડો થયા બાદ આપઘાત કરનાર પારસ ઘરેથી નીકળી ગયા બાદ તેની શોધખોળ કરતા મિત્રોને લાશ મળી હતી.

પોતાની તસવીર પર ઓમ શાંતિ લખીને મિત્રોને ફોરવર્ડ કરી, બાદમાં સુરતના વેપારીએ 11માં માળથી કૂદકો માર્યો

ચેતન પટેલ/સુરત :સુરત શહેરના અડાજણમાં કારની લે-વેચ સાથે સંકળાયેલા વેપારીએ પાલ આરટીઓ સામે નવનિર્મિત કોમ્પલેક્સના અગિયારમાં માળેથી કૂદીને મોતને વ્હાલું કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. સોમવારની રાત્રે પત્ની સાથે ઝઘડો થયા બાદ આપઘાત કરનાર પારસ ઘરેથી નીકળી ગયા બાદ તેની શોધખોળ કરતા મિત્રોને લાશ મળી હતી.

નવનિર્મિત કોમ્પલેક્સના 11મા માળેથી કૂદી જીવન ટૂંકાવ્યું
અડાજણ વિસ્તારમાં આવેલી કલાપી રેસિડેન્સીમાં પારસ શ્યામ ખન્ના(ઉ.વ.33) પરિવાર સાથે રહેતો હતો. પત્નીના ચારિત્ર પર શંકાને લઈ થતા ઝઘડા પારસને આપઘાત સુધી ખેંચી ગયા હોવાનું પ્રાથમિક તારણ છે. પાલ RTO સામેના એક 11 માળના નવનિર્મિત કોમ્પલેક્સ નીચેથી પારસની લાશ મળી આવતા 108 અને અડાજણ પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. આપઘાત પહેલા પારસે પોતાના સોશિયલ મીડિયાના ગ્રુપમાં પોતાના જ ફોટા પર ઓમ શાંતિ, રેસ્ટ ઇન પીસ લખી મિત્રોને મેસેજ કર્યા હતા. વેપારીએ પાલ આરટીઓ સામે નવનિર્મિત કોમ્પલેક્સના અગિયારમા માળેથી કૂદીને મોતને વ્હાલું કરી લીધું. પારિવારિક ઝઘડાને લઈ પોતે માનસિક તણાવમાં રહેતો હતો

મિત્રોએ જણાવ્યું હતું કે,છેલ્લા 6-8 મહિનાથી એટલે કે લોકડાઉનના સમય ગાળા દરમિયાન ગાડી લે-વેચનો ધંધો ચાલતો ન હતો. આવકના લગભગ તમામ સાધન બંધ હતા. બીજી બાજુ પત્નીના ચારિત્ર પર શંકા કરતો થઈ ગયો હતો. જેને લઈ વારંવાર પારિવારિક ઝઘડાને લઈ પોતે માનસિક તણાવમાં રહેતો થઈ ગયો હતો. કરફ્યુના સમયમાં પણ મિત્રો પારસને શોધવા નીકળ્યા, ને તેની લાશ મળી. વધુમાં ઉમેર્યું હતું કે સોમવારની રાત્રે પણ પત્ની જોડે કોઈ વાત ઉપર ઝઘડો થયા બાદ પારસ ઘરમાંથી બહાર નીકળી ગયો હતો. જેને લઈ પરિવારે તેને ઘણા ફોન કર્યા પણ તેનો સંપર્ક ન થતા મિત્રોની મદદ માંગી હતી. કરફ્યુના સમયમાં પણ મિત્રો પારસને શોધવા નીકળ્યા હતા. જોકે, આખરે તેનો મૃતદેહ જ મળ્યો હતો. પારસના પિતા છેલ્લા 4 વર્ષથી પરિવાર સાથે ઝઘડો કરી ક્યાંય ચાલી ગયા હોવાનું પણ જાણવા મળ્યું છે. જોકે, અડાજણ પોલીસે પારસ આપઘાત કેસમાં સ્થળ તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, અજીબ એ છે કે, મૃતક પારસ અનય તણાવગ્રસ્ત લોકોને પણ હસાવી માઈન્ડ ફ્રીની થેરાપીમાં માસ્ટર હતો.

મિત્રોએ જણાવ્યું હતું કે, પારસ ખૂબ મોજીલો હતો. માનસિક તણાવગ્રસ્ત કોઈને પણ હસાવી માઈન્ડ ફ્રીની થેરાપીમાં માસ્ટર હતો. સાથે સાથે ફિલ્મ અભિનેતા સની દેઓલનો ફેન અને દેશ પ્રેમી હતો. વિદેશમાં અભ્યાસ કરવાની વાત કરતા મિત્રો સાથે ઝઘડો કરી અબોલો થઈ જતો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More