Home> Gujarat
Advertisement
Prev
Next

CAT 2020 result: 99.99 પર્સન્ટાઈલ સાથે સુરતના ઋષિ પટેલે ટોપ-25 માં સ્થાન જમાવ્યું

CAT 2020 ની પરીક્ષા સુરતના વિદ્યાર્થીએ શહેરનું ગૌરવ વધાર્યું છે. સુરતના ઋષિ પટેલે આ પરીક્ષા (Common Admission Test) માં 99.99 પર્સન્ટાઈલ મેળવ્યા છે. આ સાથે ઋષિએ ટોપ 25માં સ્થાન મેળવ્યું છે. દેશની સર્વોચ્ચ મેનેજેમન્ટ સંસ્થામાં એડમિશન લેવા માટે આ સ્પર્ધાત્મક પરીક્ષા યોજાય છે. ત્યારે 99.99 પર્સન્ટાઈલ મેળવનાર ઋષિને અમદાવાદ આઈઆઈએમ (IIM) માં પ્રવેશ મેળવવો છે. 

CAT 2020 result: 99.99 પર્સન્ટાઈલ સાથે સુરતના ઋષિ પટેલે ટોપ-25 માં સ્થાન જમાવ્યું

ચેતન પટેલ/સુરત :CAT 2020 ની પરીક્ષા સુરતના વિદ્યાર્થીએ શહેરનું ગૌરવ વધાર્યું છે. સુરતના ઋષિ પટેલે આ પરીક્ષા (Common Admission Test) માં 99.99 પર્સન્ટાઈલ મેળવ્યા છે. આ સાથે ઋષિએ ટોપ 25માં સ્થાન મેળવ્યું છે. દેશની સર્વોચ્ચ મેનેજેમન્ટ સંસ્થામાં એડમિશન લેવા માટે આ સ્પર્ધાત્મક પરીક્ષા યોજાય છે. ત્યારે 99.99 પર્સન્ટાઈલ મેળવનાર ઋષિને અમદાવાદ આઈઆઈએમ (IIM) માં પ્રવેશ મેળવવો છે. 

ઋષિ પટેલે 29 નવેમ્બર 2020 ના કેટની પરીક્ષા આપી હતી. આ દિવસે દેશભરમાંથી 2 લાખ 27 હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ભારતમાંથી આ વર્ષે 10 વિદ્યાર્થીઓ લગભગ 100 ટકા પર્સન્ટાઈલ લાવ્યા હશે. ત્યારે ઋષિની આ સફળતાથી ગુજરાતનું ગૌરવ વધ્યું છે. ટોપ 25 સ્ટુડન્ટ્સમાં ઋષિ પટેલે સ્થાન મેળવ્યું છે. 

આ પણ વાંચો : સુરતમાં ગુંડારાજ, બેખોફ બનીને ફરી રહ્યાં છે લૂંટારુઓ, ધોળે દિવસે જ્વેલરી શોપમાં ઘૂસ્યા 

99.99 પર્સન્ટાઈલ આવતા ઋષિ માટે IIM માં પ્રવેશ મેળવવું એકદમ સરળ બની જશે. પરંતુ IIM અમદાવાદમાં તેને એડમિશન લેવાની ઈચ્છા છે. તેના પિતા રિલાયન્સમાં મેનેજર છે. તો માતા હાઉસવાઈફ છે. ત્યારે પટેલ પરિવારના એકના એક દીકરાએ અદભૂત સફળતા મેળવી છે. 

ઋષિએ કેવી રીતે ક્રેક કરી પરીક્ષા
પોતાની સફળતા અંગે ઋષિ અન્ય વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા કહે છે કે, CAT ની પરિક્ષા માટે મારી પાસે કોઈ પૂર્વ આયોજન ન હતું. પણ વાંચન રેગ્યુલર હોવાથી રમત રમતમાં જ પરીક્ષા આપી હતી. મને વિશ્વાસ હતો કે રેન્ક આવશે. 100 ટકા આવવાની આશા હતી, પણ 99.99 એ પણ ખુશ છું. અમદાવાદ IIMમાં પ્રવેશ મળી જાય એ મારું સપનુ છે. 

આ પણ વાંચો : આ વર્ષે સોસાયટી કે અપાર્ટમેન્ટની અગાશીમાં સાથે મળીને ઉત્તરાયણની ઉજવણી નહિ કરી શકાય

MBAમાં પ્રવેશ લઈ 2 વર્ષનો અભ્યાસ કરી ફાયનાન્સ અને ટેકનોલોજીવાળી ફેકલ્ટીમાં નામના મેળળવવાની ઋષિની ઈચ્છા છે. પરંતુ આ ડિગ્રી સાથે તેને વિદેશમાં જવુ નથી. તે ભારતમાં જ રહીને અહીંની કંપનીઓ માટે કામ કરવા માંગે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More