Home> Gujarat
Advertisement
Prev
Next

સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ વધ્યો, જાહેરમાં લોખંડનો પાઈપ મારીને એક કામદારે બીજા કામદારની હત્યા કરી

સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ વધ્યો, જાહેરમાં લોખંડનો પાઈપ મારીને એક કામદારે બીજા કામદારની હત્યા કરી
  • સીસીટીવીમાં નજરે પડે છે કે, યુવકને લોખંડની પાઈપના 36 ઘા મારી મોતને ઘાટ ઉતારવામાં આવે છે અને લોકો જોતા રહે છે
  • સુરતમાં ગુનાખોરી હવે કેટલા હદે વધી રહી છે તેનો બોલતો પુરાવો આ સીસીટીવી કેમેરા છે

ચેતન પટેલ/સુરત :સુરત શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે. સુરતમાં ક્રાઈમ (surat crime) ની ઘટનાઓ સતત બની રહી છે, જેથી સુરત હવે સલામતીની મર્યાદામાંથી બહાર નીકળી રહ્યું છે તેવું કહી શકાય. આજે સુરતના ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝમાં હત્યાનો બનાવ બન્યો છે. એક યુવકે જાહેરમાં એક આધેડની લોખંડના પાઈપ મારીને ક્રુરતાપૂર્વક હત્યા (murder) કરી છે. આ હત્યારાને પોલીસે ઝડપી પાડ્યો છે. પણ ઘટનાના સીસીટીવી (cctv) ચોંકાવનારા છે. આ યુવક અત્યંત બેરહેમીથી આધેડને માર મારતો દેખાઈ રહ્યો છે. 

આ પણ વાંચો : કોરોના પણ સાપની જેમ લિસોટા છોડતો જાય છે, આ અમદાવાદી પિતા-પુત્રીની તકલીફોનું લિસ્ટ લાંબું છે  

સીસીટીવીમાં નજરે પડે છે કે, યુવકને લોખંડની પાઈપના 36 ઘા મારી મોતને ઘાટ ઉતારવામાં આવે છે અને લોકો જોતા રહે છે. સુરતમાં ગુનાખોરી હવે કેટલા હદે વધી રહી છે તેનો બોલતો પુરાવો આ સીસીટીવી કેમેરા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ભાગ્યોદય ઈન્ડસ્ટ્રીમાં પહેલા માળએ લુમ્સ અને એમ્બ્રોઈડરીનું કારખાનુ આવેલું છે. આ કારખાનામાં રામકુમાર અને ધર્મેન્દ્ર નામના શખ્સો કામ કરતા હતા. ત્યારે ધર્મેન્દ્રએ રામકુમારની પાઈપના ફટકા મારીને હત્યા કરી હતી. જોકે, તેણે કયા કારણોસર આ હત્યા કરી છે તે હજી જાણવા મળ્યું નથી. 

આ પણ વાંચો : કોરોના પણ સાપની જેમ લિસોટા છોડતો જાય છે, આ અમદાવાદી પિતા-પુત્રીની તકલીફોનું લિસ્ટ લાંબું છે  

સીસીટીવીમાં સ્પષ્ટ જોવા મળ્યું કે, રામકુમારની પાછળ ધર્મેન્દ્ર પાઈપ લઈને ધસી આવ્યો હતો. રામકુમાર જીવ બચાવવા ભાગ્યો હતો. ત્યારે રસ્તાની એક સાઈડ પર ધર્મેન્દ્રએ રામકુમાર પર લોખંડના પાઈપથી હુમલો ક્રયો હતો. રામકુમાર જમીન પર પટકાયો હતો, ત્યારે તેણે એક પછી એક પાઈપના ઘા મારવાનું શરૂ કર્યું હતું. જ્યાં સુધી રામકુમાર જીવતો હતો ત્યા સુધી ધર્મેન્દ્ર પાઈપના ફટકા મારતો રહ્યો હતો. આ ઘટના અત્યંત દિલધડક હતી.   

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More