Home> Gujarat
Advertisement
Prev
Next

રક્ષાબંધન પર હવે મીઠાઈ પણ હેલ્ધી, સુરતના ડોક્ટરે બનાવી આયુર્વેદિક કાજુ કતરી

Rakshabandhan Special : સુરતની મહિલાએ રક્ષાબંધન માટે આયુર્વેદિક મીઠાઈ બનાવી છે. જે આહારને લગતા આયુર્વેદના સિદ્ધાંતોથી બનાવાઈ છે. આ મીઠાઈની કોઈ આડઅસર નથી, ઉલટાના તેના ફાયદા અદભૂત છે

રક્ષાબંધન પર હવે મીઠાઈ પણ હેલ્ધી, સુરતના ડોક્ટરે બનાવી આયુર્વેદિક કાજુ કતરી

ચેતન પટેલ/સુરત :આખા દેશમાં સુરત શહેર અને સુરતીઓ કંઈક અવનવુ કરવા માટે જાણીતા છે. આ વર્ષે સુરતીઓ દેશની સૌથી મોંઘી રાખડી પણ લઈ આવ્યા, જે સોના અને હીરાથી બનેલી છે. ત્યારે હવે ભાઈઓની હેલ્થ માટે સુરતમાં આયુર્વેદિક મીઠાઈ પણ બનાવવામાં આવી છે. રક્ષાબંધનને પર્વને લઈને માર્કેટમાં નવી નવી મીઠાઈ આવતી હોય છે. ત્યારે સુરતના ડો.મીરા સાપરિયા હેલ્ધી મીઠાઈ લાવ્યા છે. તેમણે આહારના સિદ્ધાંતો અને આયુર્વેદિક ઔષધિઓથી ભરપૂર એવી મીઠાઈ બનાવી છે. જેને ખાવાથી શરીરને કોઈ આડઅસર નહિ થાય, ઉલટાની તાકાત વધશે.  

સુરતના આયુર્વેદાચાર્ય ડો. મીરા સાપરિયાએ કાજુકતરી અને હની મસ્તી નામની બે મીઠાઈ બનાવી છે. આહારના સિદ્ધાંતો અને ઐષધિને લઈને બનાવી છે. આ મીઠાઈ વિવિધ આયુર્વેદ ઔષધિઓમાંથી બનાવાઈ છે. ડો.મીરાએ અલગ અલગ રાજ્યમાંથી ઔષધિ મંગાવી છે. આપણે નામ પણ ન સાંભળ્યા હોય તેવી ઐષધિઓ મીઠાઈ માટે ખાસ મંગાવી છે. 

ડો.મીરાએ શક્તિથી ભરપૂર કાજુ કતરી અને ઈનોવેટિવ એવી હની મસ્તી મીઠાઈ બનાવી છે. જે આહારને લગતા આયુર્વેદના સિદ્ધાંતોથી બનાવાઈ છે. તેમણે આ માટે આયુર્વેદના ગ્રંથોમાંથી રેફરન્સ લીધો છે. મીઠાઈ બનાવવામાં ન્યૂટ્રીશન વધારે તેવા અને ઈમ્યુનિટી વધારે તેવા, પાચન માટેના ઔષિધઓનો ઉપયોગ કરાયો છે. સાથે જ પામ મિસરી અને ઓર્ગેનિક શુગર, અંજીર અને મધથી નેચરલ મીઠાશ લાવવામાં આવી છે. જેથી આ મીઠાઈ ખાવાથી શરીરને કોઈ નુકસાન ન થાય. માવાની મીઠાઈ ખાવાથી અનેક લોકોને તકલીફ થાય છે. સાથે જ આજકાલ માર્કેટમાં નકલી માવા પણ વેચાય છે. ત્યારે આ પ્રકારની નુકસાનકારક મીઠાઈથી બચવુ હોય તો આ પ્રકારની મીઠાઈ અસરકારક બની શકે.

fallbacks

કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ

  • વચા ચૂર્ણ (બ્રેઈન બુસ્ટિંગ માટે)
  • ગિલોય, અભરખ ભસ્મ, સુવર્ણ વજા (ઈમ્યુનિટી વધારે છે)
  • મરી ચૂર્ણ, ગ્રંથિક, સૂંઠી પાવડર, એલા (પાચન માટે)

fallbacks

 મીઠાઈ શરીર માટે ફાયદાકારક 
મીઠાઈના ફાયદા વિશે તેઓ કહે છે કે, આયુર્વેદના ઔષધો મલ્ટીપલ સિસ્ટમ પર કામ કરે છે. જેમ કે, સ્ટ્રેસ બુસ્ટર, નર્વ સિસ્ટમ, ચહેરા પર ખુશી રહેવી, ડાયજેશન માટે. આ રીતે ઉપયોગથી ન્યૂટ્રીશન લેવલ વધે છે. મેં બંને મીઠાઈનો ટેસ્ટ પણ કરાવ્યો છે. તેમાં આયર્ન, પ્રોટીન, કેલ્શિયમ મળી રહે છે. કિંમત પણ લોકોને પરવડે તેવી રાખી છે. જો આ મીઠાઈ વધુ પણ ખવાઈ જાય તો પણ ડાયજેશનની તકલીફ નહિ થાય. 

ડો. મીરા સાપરિયાની આ મીઠાઈની વિદેશમાં પણ ડિમાન્ડ રહે છે. અલગ અલગ દેશોમાંથી ઓર્ડર આવે છે. કેટલાક દેશોમાં રહેતી ગુજરાતીઓ ઓડવાન્સમાં જ બુકીંગ કરાવી લે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More