Home> Gujarat
Advertisement
Prev
Next

ઊંધા પગે બરાડા પાડીને જતી મહિલાને જોઈને લોકો ડરીને ભાગ્યા, ભૂતપ્રેતનો અનુભવ કરાવતો સુરતનો Video

સુરત (Surat) માં મહિલાની અંદર ભૂત-પ્રેતે (horrr) આવ્યો હોવાનો વીડિયો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા (Social Media) માં સુરતની મહિલાનો આ અજીબોગરીબ વીડિયો વાયરલ (Viral Video) થયો છે. જેમાં મહિલા જાહેર રોડ પર ડરાવવાની હરકત કરે છે, મહિલા વિચિત્ર અવાજ કરી રહી છે. મહિલાને હરકત જોઈ આસપાસના લોકો પણ ડરી જાય છે, મહિલા ઉંધી દોડે છે તેને જોઈ લોકો દોડવા લાગે છે. 

ઊંધા પગે બરાડા પાડીને જતી મહિલાને જોઈને લોકો ડરીને ભાગ્યા, ભૂતપ્રેતનો અનુભવ કરાવતો સુરતનો Video

તેજશ મોદી/સુરત :સુરત (Surat) માં મહિલાની અંદર ભૂત-પ્રેતે (horrr) આવ્યો હોવાનો વીડિયો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા (Social Media) માં સુરતની મહિલાનો આ અજીબોગરીબ વીડિયો વાયરલ (Viral Video) થયો છે. જેમાં મહિલા જાહેર રોડ પર ડરાવવાની હરકત કરે છે, મહિલા વિચિત્ર અવાજ કરી રહી છે. મહિલાને હરકત જોઈ આસપાસના લોકો પણ ડરી જાય છે, મહિલા ઉંધી દોડે છે તેને જોઈ લોકો દોડવા લાગે છે. 

સુરતની મહિલામાં ભૂતપ્રેત આવ્યો હોય તેવો વીડિયો સામે આવ્યો છે. વાયરલ વીડિયો સુરતના અડાજણ વિસ્તારનો હોવાનું કહેવાય છે. જેમાં એક મહિલા રાત્રે અંધારાના સમયમાં રસ્તા પર ચાલી રહી છે. પણ અચાનક તે ઊંધા પગે ચાલવા લાગે છે. ચાલતા ચાલતા તે ભૂત જેવો વિચિત્ર અવાજ કાઢી રહી છે. જેને કારણે જાહેર રસ્તા પર આસપાસ રહેલા લોકો પહેલા તો ડરી ગયા, અને બાદમાં ત્યાંથી ભાગ્યા હતા. આ મહિલાને જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. મહિલાની હરકત જોઈને લોકોમાં ડરનું લખલખુ પસાર થઈ ગયું હતું. જોકે,  ZEE 24 કલાક વાયરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More