Home> Gujarat
Advertisement
Prev
Next

મિત્રના લગ્નમાં નાચી રહ્યાં હતા લોકો અને અચાનક ખેલાયો ખુની ખેલ, બે લોકોએ કરી દીધી યુવકની હત્યા

ઓપલાડ તાલુકાના સીથાણા ગામે લગ્ન પ્રસંગ દરમિયાન થયેલી હત્યાના ફરાર બંને આરોપીને પોલીસે ઝડપી લીધા હતા. લગ્ન દરમિયાન ડીજેમાં નાચી રહ્યાં હતા આ દરમિયાન સામાન્ય બબાલમાં એક યુવકની હત્યા કરી દેવામાં આવી હતી. 

મિત્રના લગ્નમાં નાચી રહ્યાં હતા લોકો અને અચાનક ખેલાયો ખુની ખેલ, બે લોકોએ કરી દીધી યુવકની હત્યા

સંદીપ વસાવા, સુરતઃ  એક લગ્ન પ્રસંગમાં સામાન્ય વાતને લઈને એટલી બબાલ થઈ કે એક યુવાનની હત્યા કરી દેવામાં આવી છે. એક મિત્રના લગ્ન હતા અને તેમાં અન્ય મિત્રો આવ્યા હતા. બધા ડીજેના તાલ પર નાચી રહ્યાં હતા. આ દરમિયાન ભૂલથી ડી.જેમાં નાચી રહેલા ગામના યુવાનને પગ વાગી જતા બબાલ શરૂ થઈ હતી. બબાલ ઉગ્ર બનતા ગામના બે યુવાનોએ લગ્નમાં આવેલા યુવાન પર ચપ્પુથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી ફરાર થઇ ગયા હતા. જોકે ઓલપાડ પોલીસે ઘટના સ્થળે પોહચી ફરાર થયેલા બંને હત્યારાઓને ઝડપી પાડી જેલ ભેગા કરી દીધા છે. 

વાત જાણે એમ છે ઓલપાડ તાલુકાના સીથાણા ગામના નવા હળપતિ વાસમાં રહેતા રુષભ ઉર્ફ સાગર નામના યુવાનના લગ્નનો પ્રસંગ હતો. સાગરના આમંત્રણથી તેના મિત્રો ૧૩ તારીખે સુરતથી લગ્નમાં આવ્યા હતા. લગ્નની ત્યારી ચાલી રહી હતી અને ડી.જેના તાલ પર બધા નાચી રહ્યા હતા. જેમાં મૃતક કલ્પેશ કંચન રાઠોડ પણ મિત્રો સાથે નાચી રહ્યો હતો. આ દરમિયાન કલ્પેશનો પગ આરોપી અજય રાઠોડને લાગી જતા અજય સાથે કલ્પેશને બોલાચાલી થઇ હતી. બોલાચાલી ઉગ્ર બનતા આરોપી ગણેશ રાઠોડે ચપ્પુ વડે કલ્પેશ પર હુમલો કરી દેતા કલ્પેશનું ગંભીર ઈજાના કારણે મોત નીપજ્યું હતું. 

આ પણ વાંચોઃ ઓમકારેશ્વરમાં ભાવનગરના છ લોકો ડૂબ્યા, એક બાળકનું મોત, એક લાપતા

પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. હત્યા કરી ફરાર થઇ ચૂકેલા બંનેને આરોપીને ઝડપી પાડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા.  પોલીસે બંને આરોપી અજય રાઠોડ અને ગણેશ રાઠોડને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલ ભેગા કરી દીધા હતા. ઓલપાડની આ ઘટના જીવનમાં ઘણું બધું શીખવી જાય છે. સામાન્ય બાબતે ઝગડો થયો અને ગુસ્સાની આગમાં એકે જીવ ગુમાવ્યો અને બીજા બેએ જેલમાં જવાનો વારો આવ્યો. 

કહેવાય છેને ગુસ્સાની આગમાં ક્યારેય કોઈનું ભલું થયું નથી. ગુસ્સો ક્ષણિક હોય છે પણ પસ્તાવો જિંદગી ભર રહે છે ત્યારે ઓલપાડની આ ઘટના સબક છે સાવધાન રહો અને સંયમી રહો અને ક્યારેય ઉશકેરાત માં ખોટું પગલું ના ભરો નહી તો પસ્તાવું પડશે.

આ પણ વાંચોઃ જરૂરીયાતમંદ લોકોને ફસાવ્યા, તાંત્રિક વિધિના નામે કરી કરોડોની છેતરપિંડી, 10 ઝડપાયા

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More