Home> Gujarat
Advertisement
Prev
Next

સુરત: બે પોલીસકર્મી પર લૂટારુઓએ કર્યો હુમલો, દોડીને બચાવ્યો જીવ

સુરતમા હવે પોલીસ જ સલામત ન હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પાડેસરા વડોદગામ નજીક રાત્રિ દરમિયાન પેટ્રોલીંગ કરી રહેલા બે પોલીસ જવાનો પર લૂટારુઓ દ્વારા હુમલો કરવામા આવ્યો હતો. જેમા એક પોલીસ કર્મી ઇજાગ્રસ્ત બન્યો હતો. 

સુરત: બે પોલીસકર્મી પર લૂટારુઓએ કર્યો હુમલો, દોડીને બચાવ્યો જીવ

ચેતન પટેલ/સુરત: સુરતમા હવે પોલીસ જ સલામત ન હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પાડેસરા વડોદગામ નજીક રાત્રિ દરમિયાન પેટ્રોલીંગ કરી રહેલા બે પોલીસ જવાનો પર લૂટારુઓ દ્વારા હુમલો કરવામા આવ્યો હતો. જેમા એક પોલીસ કર્મી ઇજાગ્રસ્ત બન્યો હતો. 

છેલ્લા કેટલાક દિવસોથી શહેરમા ચેઇન સ્નેચિંગ, લૂટ જેવી ઘટનાઓમા ઉત્તરોઉતર વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે શહેર પોલીસ દ્વારા રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલીગની કાર્યવાહી સઘન કરી હતી. દરમિયાન બે પોલીસ જવાનો પાડેસરા વડોદગામ નજીક રાત્રિ દરમિયાન પેટ્રોલીંગમા હતા. તે દરમિયાન તેઓની નજર ત્રણ શંકમદ શખ્સો પર ગઇ હતી. જેમને બાઇક રોકવા જણાવતા તેઓએ બાઇક પર નાસી છુટવાનો પ્રયાસ કર્યો હતો. જ્યા બંને જવાનોએ બાઇક સવારને રોકવા જતા તેઓએ બેસ બોલની સ્ટીક વડે બંને પર હુમલો કર્યો હતો. જેમા બે પૈકી એક પોલીસકર્મીને માથાના ભાગે ઇજા પહોચી હતી.

અમદાવાદમાં 2માર્ચથી કલમ 144 લાગુ, હાઇ એલર્ટમાં જાણો પોલીસનો નવો પ્લાન

બંને પોલીસ કર્મી પોતાનો જીવ બચાવીને ત્યાથી ભાગી છુટયા હતા. આટલી ગંભીર ઘટના હોવા છતા ઉપરી અધિકારીઓએ આ મામલાને ગભીરતાથી લીધી ન હતી તેમજ લૂંટારુઓ વિરુધ્ધ કોઇ પણ પ્રકારની ફરિયાદ શુધ્ધા ન નોંધી તેઓ કોણ હતા , ક્યાથી આવ્યા હતા તે અંગે પણ તપાસ કરવામા આવી ન હતી. જેથી સ્થાનિક લોકોમા પોલીસ સામે રોષનુ વાતાવરણ જોવા મળ્યુ હતુ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More