Home> Gujarat
Advertisement
Prev
Next

સુરત પોલીસ કમીશ્નરનું જાહેરનામું, હવે જાહેરમાં બર્થ-ડેના સેલિબ્રેશન પર પ્રતિબંધ

જન્મદિવસ દરેક વ્યક્તિના માટે ખુબ મહત્વનો હોય છે, પરતું હાલના સમયમાં જન્મદિવસે મિત્રો દ્વારા બર્થ ડે બોયને માર મારવાનો, રસ્તા વચ્ચે ઘસડવાની, કેમિકલ છાંટવા સહિતની ઘટનાઓ બને છે, જેમની એક ઘટનામાં એક યુવકનું મૃત્યુ થયું હોવાની ઘટના સોશિયલ મિડીયા પર વાઇરલ થઇ હતી તેમજ જન્મ દિવસની ઉજવણી વખતે ફોમના ઉપયોગથી આગ લાગવાની ઘટના પણ નોંધાઇ હતી. જેની તકેદારીના ભાગરૂપે સુરત પોલિસ કમિશનર સતીશ શર્માએ જોખમી રીતે બર્થ ડે સેલિબ્રેશન કરવા પ્રતિબંધ લગાવ્યો છે. 

સુરત પોલીસ કમીશ્નરનું જાહેરનામું, હવે જાહેરમાં બર્થ-ડેના સેલિબ્રેશન પર પ્રતિબંધ

તેજશ મોદી/સુરત : જન્મદિવસ દરેક વ્યક્તિના માટે ખુબ મહત્વનો હોય છે, પરતું હાલના સમયમાં જન્મદિવસે મિત્રો દ્વારા બર્થ ડે બોયને માર મારવાનો, રસ્તા વચ્ચે ઘસડવાની, કેમિકલ છાંટવા સહિતની ઘટનાઓ બને છે, જેમની એક ઘટનામાં એક યુવકનું મૃત્યુ થયું હોવાની ઘટના સોશિયલ મિડીયા પર વાઇરલ થઇ હતી તેમજ જન્મ દિવસની ઉજવણી વખતે ફોમના ઉપયોગથી આગ લાગવાની ઘટના પણ નોંધાઇ હતી. જેની તકેદારીના ભાગરૂપે સુરત પોલિસ કમિશનર સતીશ શર્માએ જોખમી રીતે બર્થ ડે સેલિબ્રેશન કરવા પ્રતિબંધ લગાવ્યો છે. 

આ અંગે એક જાહેરનામુ બહાર પાડી તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે શહેરમાં ખાસ કરીને સ્કૂલ કે કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા મોડી રાત્રે જન્મદિવસની ઉજવણીના બહાને જાહેર જનતાને ખલેલ પહોંચે તે રીતે તેમજ જાહેર સંપત્તિને નુકસાનકારક રીતે અન્ય વ્યક્તિ કે એકબીજાના શરીર પર ઉજવણીના નામે સેલો ટેપ લગાવી, કેમિકલ કે અન્ય ફોમ શરીર પર જબરજસ્તીથી લગાવી માર મારવાની ઘટના ધ્યાને આવી છે.

જુલાઇમાં વિધાનસભાનું ચોમાસુ સત્ર થશે શરૂ, દલિતો અને ખાતર મુદ્દે વિપક્ષ કરશે ઘેરાવો

આ પ્રકારની હિંસાત્મક અને ક્રૂર ઉજવણીમાં વ્યક્તિનું મૃત્યુ નિજપવાની શક્યતા રહેલી છે. આ બાબતને ધ્યાને લઈને રાત્રિના સમયે જાહેર બાગ, બગીચા, રસ્તા, બીઆરટીએસ કોરીડોર, બ્રિજ કે અન્ય જાહેર સ્થળોએ અન્ય વ્યકિત પર જબરજસ્તીથી બળપૂર્વક કેક કે સેલોટેપ લગાવવી કે કેમિકલ વગેરે કોઈ ફોમનો ઉપયોગ કરી જાહેર જનતાને ત્રાસદાયક રીતે કે જાહેર સંપતિને નુકસાન થાય તે રીતે જાહેર જગ્યામાં જન્મ દિવસની ઉજવણી પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.

રખડતા ઢોરો બેફામ: જનતા પરેશાન, તંત્રની કામગીરી અંગે Zeeનું રીયાલીટી ચેક

આ જાહેરનામાનું 14મી મે 2019 થી આગામી તારીખ 12મી જુલાઈ 2019 સુધી લાગુ કરવામાં આવ્યું છે, જે પણ આ જાહેરનામાનું ઉલંઘન કરતા પકડાશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. અને જે લોકો આ જાહેરમાં આવી રીતે બર્થડે ઉજવણી કરશે તેમની અટકાયત પણ થઇ શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More