Home> Gujarat
Advertisement
Prev
Next

નકલી નોટનો અસલી વેપાર! એક દુધ વેચતા યુવકની મદદથી સમગ્ર રેકેટનો આ રીતે કર્યો પર્દાફાશ

Surat News: સુરતમાં ડુપ્લીકેટ ચલણી નોટોને દેશમાં ઘુસાડવાનું રેકેટ સામે આવ્યું છે. જેમાં એક યુવકે સોશિયલ મીડિયા રિલની મદદથી એક યુવકનો સંપર્ક કર્યો અને નકલી નોટોનો અસલી ખેલ શરૂ કર્યો હતો. આ કિસ્સામાં પોલીસે 46 હજારની બનાવટી ચલણી નોટો સહિત પ્રિન્ટર મશીન તેમજ અન્ય મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

નકલી નોટનો અસલી વેપાર! એક દુધ વેચતા યુવકની મદદથી સમગ્ર રેકેટનો આ રીતે કર્યો પર્દાફાશ

પ્રશાંત ઢીવરે/સુરત: દેશના અર્થ તંત્રને પાયમાલ કરવાના ઇરાદે ડુપ્લીકેટ ચલણી નોટોને દેશમાં ઘુસાડવાનું રેકેટને પાંડેસરા પોલીસે ઝડપી પાડ્યું છે. પોલીસે દુધનું વેચાણ કરતા યુવકની મદદથી બનાવટી ચલણી નોટોના રેકેટનો પર્દાફાશ કરી એક આરોપીની ધરપકડ કરી હતી. લુધીયાણાના અન્ય આરોપીની સંડોવણી બહાર આવતા ક્રાઈમ બ્રાન્ચની એક ટીમે લુધિયાના ખાતેના મુખ્ય આરોપીની પણ ધરપકડ કરી છે. જેની પાસેથી 46 હજારની બનાવટી ચલણી નોટો સહિત પ્રિન્ટર મશીન તેમજ અન્ય મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

અંબાલાલ પટેલની સપ્ટેમ્બરની મહિનાની નવી આગાહી : ગુજરાતના માથે એક નહિ બે સિસ્ટમ બની

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા પંચમુખી હનુમાન મંદિર નજીકથી ચોથી સપ્ટેમ્બરના રોજ એક યુવકનો પાંડેસરા પોલીસને કોલ આવ્યો હતો. કોલ કરનારી વ્યક્તિ દૂધનું વેચાણ કરે છે અને તેણે પોલીસને હકીકત જણાવી હતી કે, એક યુવક તેની પાસે દૂધ લેવા માટે આવ્યો હતો. જેણે 500 રૂપિયાની નોટ આપી હતી. જોકે બાદમાં આ નોટ બનાવટી હોવાનું જાણવા મળ્યું હતું. યુવકના કોલ બાદ પાંડેસરા પોલીસ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી. 

આવો કોલ આવે તો ચેતી જજો! એક મહિલા સહિત 7 લોકોને પોલીસે ઝડપી પાડ્યા, ચાલતુ હતું આ કામ

પોલીસે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, પાંડેસરા પિયુષ પોઇન્ટ નજીક આવેલા જલારામ નગરમાં રહેતા અને ફર્નિચરનું કામકાજ કરતા દશરથ વિશ્વકર્મા નામના શખ્સ દ્વારા બનાવટી ચલણી નોટ આપવામાં આવી હતી. પાંડેસરા પોલીસે દશરથ વિશ્વકર્માના નિવાસસ્થાને છાપો મારતા 500 ના દરની સાત જેટલી બનાવટી ચલણી નોટો મળી આવી હતી. જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. બાદમાં પોલીસે આરોપીની કડક પૂછપરછ હાથ ધરી હતી. પોલીસની પૂછપરછમાં ચોકાવનારી બાબત સામે આવી હતી. 

USA જવા માંગો છો? ભારતીયો માટે H1B Visa કેમ છે ખાસ? ખબર હશે તો નહીં થવું પડે હેરાન

આરોપીએ જણાવ્યું હતું કે, પોતે youtube ઉપર રેન્ડમ રિલ્સ જોઈ રહ્યો હતો. જે દરમ્યાન એક એવી રિલ્સ સામે આવી હતી કે, જેમાં બનાવટી ચલણી નોટ ક્યાં પ્રકારે બને છે તેની માહિતી જાણવા મળી હતી. જેથી પોતે આ રિલ્સ પર કૉમેન્ટ કરતા સામેવાળી વ્યક્તિએ 1500 રૂપિયામાં અસલ ચલણી નોટ લઈ તેના અવેજમાં 500 ના દરની 10 બનાવટી ચલણી નોટો મોકલાવી હતી. જે 1500 રૂપિયાનું પેમેન્ટ સુરતના આરોપીએ ઓનલાઈન કર્યું હતું. બનાવટી ચલણી નોટોનું રેકેટ મોટું હોવાની શક્યતાના પગલે પાંડેસરા અને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. 

ડાયમંડ નગરીમાં સૌથી મોટી ચોરી! નોકરી માંગવા આવેલો કર્મચારી 'કળા' કરી ગયો!

બનાવટી ચલની નોટોના આ કારોબારમાં લુધિયાણાના રાહુલ મલેક નામના શખ્સનું નામ બહાર આવ્યું હતું. જેથી પાંડેસરા પોલીસની બે ટીમ અને ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ લુધિયાણા ખાતે રવાના થઈ હતી. લુધિયાણા ખાતેના ઇસ્લામગંજ ખાતે રહેતા રાહુલ મલેક ત્યાં બંને ટીમોએ છાપો માર્યો હતો. જ્યાંથી રાહુલ મલેકની ધરપકડ કરી બંને ટીમો સુરત આવવા રવાના થઈ હતી.

અમદાવાદનાં સેટેલાઈટમાં જુગારધામ, રિટાયર્ડ ADGPનો દીકરો પણ ઝડપાયો, 13 લાખનો માલ જપ્ત

પોલીસે આરોપીના ઘરે તપાસ કરતા 46 હજારની 500ના દરની બનાવટી ચલણી નોટો તેમજ નોટ છાપવા માટેનું પ્રિન્ટર મશીન સહિતનો મુદ્દામાલ પણ મળી આવ્યો હતો. જે તમામ મુદ્દામાલ હાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસમાં બનાવટી ચલની નોટોના કારોબારમાં અન્ય મોટા માથાઓના નામો બહાર આવે તેવી શકયતા છે.

આખરે ગુજરાતે કરી બતાવ્યું, શાળાઓમાં ડ્રોપઆઉટ રેટ ઘટાડીને મેળવી મોટી સિદ્ધી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More