Home> Gujarat
Advertisement
Prev
Next

દારૂના નશામાં સુરતમાં મોટી દુર્ઘટના! ચોથા માળેથી બે મિત્રો નીચે પટકાયા, એકનું મોત, બીજો ભાગી ગયો

27 વર્ષીય લાલુ યાદવ ઘરના છત પર મિત્ર સાથે દારૂ પીવા બેઠો હતો. બંને મિત્રો નશાની હાલતમાં અચાનક ચોથા મળેથી નીચે પડકાયા હતા. લાલુ યાદવને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં લાલુ યાદવનું ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું છે. નીચે પડકાયેલો અન્ય મિત્ર ઘટના બાદ ફરાર થઈ ગયો છે.

 દારૂના નશામાં સુરતમાં મોટી દુર્ઘટના! ચોથા માળેથી બે મિત્રો નીચે પટકાયા, એકનું મોત, બીજો ભાગી ગયો

પ્રશાંત ઢીવરે/સુરત: સુરતનાં પાંડેસરામાં ચોથા મળે દારૂ પીવા બેઠેલો યુવક નીચે પટકાતા મોત નિપજયું છે. 27 વર્ષીય લાલુ યાદવ ઘરના છત પર મિત્ર સાથે દારૂ પીવા બેઠો હતો. બંને મિત્રો નશાની હાલતમાં અચાનક ચોથા મળેથી નીચે પડકાયા હતા. લાલુ યાદવને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં લાલુ યાદવનું ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું છે. નીચે પડકાયેલો અન્ય મિત્ર ઘટના બાદ ફરાર થઈ ગયો છે. પાંડેસરા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી યુવકના મૃતદેહને પીએમ અર્થ મોકલી કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરામાં ભાજપ V/S ભાજપ; આ મુદ્દે બે કોર્પોરેટર સામસામે, એકે તો CMની ટકોરને ઘોળીને..

મૂળ ઉત્તર પ્રદેશનો વતની 27 વર્ષીય લાલુ રામચંદ્ર યાદવ સુરત રેલવે સ્ટેશન પાસે રહે છે. લાલુ યાદવ મિત્રને લઈ પાંડેસરા ભેસ્તાન સુડા આવાસ ખાતે રહેતો નાના ભાઈના ઘરે ગયો હતો. દરમિયાન લાલુ તેના મિત્ર સાથે ભાઈના જ ઘરના છતના ચોથા માળે દારૂ પીવા બેસી ગયો હતો. જ્યારે નાના ભાઈએ લાલુને દારૂ અહીં નહીં પીવા ટકોર કરી હતી. તેમ છતાં લાલુ તેના મિત્ર સાથે છત ઉપર દારૂ પીવા બેઠો હતો. દારૂ પીધા બાદ બંને મિત્રો અચાનક ચોથા માળેથી નીચે પટકાયા હતા. ઘટનાને લઈ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલ લાલુ યાદવને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન લાલુનું મોત નીપજ્યું છે.

પૈસાની વ્યવસ્થા કરી રાખજો, કમાણીની મળશે જબરદસ્ત તક! ટાટાના અનેક મોટા IPO આવવાના છે

ઘટનામાં બંને મિત્રો એક સાથે નીચે પટકાયા હતા. જ્યાં લાલુ યાદવને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જ્યારે અન્ય તેનો મિત્રને સામાન્ય ઇજાઓ પહોંચતા તે કોઈને પણ કીધા વગર ત્યાંથી ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ પાંડેસરા પોલીસને કરાતા પોલીસ સ્થળે આવી પહોંચી હતી. લાલુ યાદવના મૃતદેહને પીએમ અર્થ મોકલી પરિવાર નિવેદન લઈ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસ બાદ મોતનું કારણ બહાર આવશે. 

18 મહિના બાદ બનશે શુક્ર-સૂર્યની યુતિ, આ જાતકોને દરેક કાર્યમાં મળશે સફળતા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More