Home> Gujarat
Advertisement
Prev
Next

સુરતના પાંડેસરામાં કાપડ દલાકની કરપીણ હત્યા, ઘટના CCTV કેમેરામાં કેદ, પોલીસે 5 આરોપીની કરી ધરપકડ

સુરતનમાં ગુનેગારોને જાણે પોલીસનો કોઈ ખોફ ન હોય બેફામ રીતે ગુનાખોરીને અંજામ આપી રહ્યા છે. સુરતના પાંડેસરા કાપડ દલાલની હત્યા કરવામાં આવી છે. 

સુરતના પાંડેસરામાં કાપડ દલાકની કરપીણ હત્યા, ઘટના CCTV કેમેરામાં કેદ, પોલીસે 5 આરોપીની કરી ધરપકડ

પ્રશાંત ઢીવરે/સુરત: પાંડેસરા વિસ્તારમાં કાપડ દલાલ ની હત્યા કરવામાં આવી છે.પૈસાની લેતીદેતીમાં 7 જેટલા આરોપીએ પંકજ નામના કાપડ દલાલનું ઘરેથી અપહરણ કરી અન્ય જગ્યાએ લઈ જઈ પથ્થર અને મુઠ માર મારી તેનો અઘમરો કરી નાખ્યો હતો. જ્યાં તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરતા ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પાંડેસરા પોલીસ એ હત્યાનો ગુનો દાખલ કરી 5 જેટલા હત્યારાની ધરપકડ કરી અન્ય બે આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે. 

કોરોમંડલ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી કે માલગાડીને ટક્કર મારી? રેલવે બોર્ડે આપી માહિતી

સુરતનમાં ગુનેગારોને જાણે પોલીસનો કોઈ ખોફ ન હોય બેફામ રીતે ગુનાખોરીને અંજામ આપી રહ્યા છે. સુરતના પાંડેસરા કાપડ દલાલની હત્યા કરવામાં આવી છે. પાંડેસરાના વિસ્તારમાં આવેલા આવિર્ભાવ સોસાયટીમાં રહેતા કાપડ દલાલ પંકજ અગ્રવાલન કેટલાક ઈસમો આવી તેને બળજબરીથી ઉપાડી જઈ તેને અન્ય જગ્યા એ લઈ જઈ તેને માર મારિયો હતો. માર મારી 7 જેટલા ઈસમો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં  ટૂંકી સારવાર બાદ યુવકનું મોત નીપજ્યું છે. 

દાહોદ બન્યું રક્ત રંજીત; સતત ચોથા દિવસે 5મી હત્યાથી ખળભળાટ, દંપતી સાથે મોટી દુર્ઘટના

પોલીસના જણાવ્યા મુજબ મૃતક કાપડ દલાલ પંકજ અગ્રવાલ સાથે હત્યારાઓ સાથે બપોરે પૈસાની લેતી દેતીમાં ઝગડો થયો હતો. તેની અદાવત રાખી રાતના સમયે આ તમામ ઈસમો પંકજના ઘરે આવ્યા હતા. અને પંકજનું અપહરણ કરી તેને લઈ ગયા હતા. જ્યાં તેને માર માર્યા હતો. માર મારવાની ઘટના ત્યાં લાગેલા સીસટીવીમાં કેદ થઈ જવા પામી હતી. સીસીટીવીમાં સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું છે કઈ રીતે પંકજ અગ્રવાલ પર આ તમામ ઈસમો તૂટી પડે છે અને માર મારે છે. 

વરસાદના પગલે બેક ટુ બેક 4 વાહનો થયા સ્લીપ! ભીનામાં વાહન ચલાવતા ધ્યાન રાખજો નહીંતર તમારી સાથે પણ આવું થઈ શકે છે...

પંકજ અગ્રવાલને માર માર્યા બાદ સોનું નામનો ઈસમ એક પથ્થર લાવી પંકજ અગ્રવાલ ના માથા માં મારી દે છે અને પંકજને ગંભીર રીતે ઘાયલ થતા તેને ત્યાં મૂકી ફરાર થઈ જાય છે.સ્થાનિકોએ 108 જાણ કરી સારવાર માટે હોસ્પિટલ માં ખસેડવામાં આવે છે.જ્યાં પાંડેસરા પોલિસ હોસ્પિટલ પહોંચી પંકજ અગ્રવાલના પિતા મદનલાલની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી હતી. પોલીસે ઘટના સ્થળે લાગેલા સીસીટીવી કેમેરા ની તપાસ કરતા  7 જેટલા ઈસમો પંકજ અગ્રવાલને માર મારતા નજરે પડ્યા હતા.

Courses after 12th: ધોરણ 12 પછી કરશો આ કોર્સ તો લાખો મળશે સેલેરી

પોલીસે સીસીટીવી કેમેરાના માધ્યમથી બાતમી ના આધારે પાંડેસરામાં રહેતા અશોક ઉર્ફે સોનુ રાધેશ્યામ દીક્ષિત, ક્રિષ્ના ઉર્ફે લાલુ પોપટ ખરે, યોગેશ કાશીનાથ નિકુંબે, મોહન બાકુ સોનવને, ફિરોજ સુભરાતી મનસુરી નામના આ 5એ આરોપીની ધરપકડ કરી છે. અત્યારના ગુનામાં સંકળાયેલા નરેન્દ્ર ઉર્ફે ટકલો રામપાલ, સોહેલ અકબર લી શેખ વોન્ટેડ જાહેર કર્યા છે. 

ગોંડલમાં અક્ષર મંદિરે 108 પ્રકારની કેરીનો ભોગ ધરાવાયો, PHOTOsમાં કરો દિવ્ય દર્શન

પોલીસે આ 7માંથી 5 આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કરી દીઘા હતા. જ્યાં ગંભીર રીતે ઘાયલ પંકજ ભાઈનું ટૂંકી સારવાર દરમિયાન મોત થતાં પોલીસ એ હત્યાનો ગુનો નોંધ્યો હતો. સાથે જ પંકજ ભાઈના પિતા હવે માંગ કરી રહ્યા છે કે તેમના એક ને એક દીકરા નો કોઈ પણ વાંક વગર લુખ્ખા તત્વો દ્વારા માર મારી હત્યા કરી નાખવામાં આવી છે. આ તમામ આરોપી વિરુદ્ધ કડકમાં કડક સજા આપે અને તેના દીકરા ને ન્યાય આપે તેવી માંગ કરી છે. 

જુઓ ગાજવીજ સાથે વરસતા વરસાદમાં નારિયેળીના ઝાડ પર વીજળી પડતા લાઈવ દ્રશ્યો....

ઉલ્લેખનીય છે કે, સુરતમાં સામાજિક તત્વનો શહેરમાં એટલો ત્રાસ વધી ગયો છે કે હવે વેપારીઓ પણ સુરક્ષિત નથી તેવું આ હત્યાથી સાબિત થઈ રહ્યું છે. ગુનેગારો બે ખૌફ રીતે હત્યા જેવા ગંભીર ગુનાને અંજામ આપી પોલીસને પડકાર ફેંકી રહ્યા હોઈ તેવું લાગી રહ્યું છે.

Debit Card વાપરતી વખતે આ ભૂલો ક્યારેય ન કરશો, બાકી fraud નો બની શકો છો શિકાર 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More