Home> Gujarat
Advertisement
Prev
Next

સુરત મહાનગરપાલિકાનું નવુ અભિયાન, "માસ્ક નહી તો ટોકીશું કોરોનાને રોકીશું"

સુરત મહાનગરપાલિકાનું નવુ અભિયાન,
  • સુરત મહાનગરપાલિકા દ્વારા એક અનોખુ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનનું નામ છે ‘માસ્ક નહિ તો ટોકેંગે, કોરોના કો ભગાયેંગે.’

ચેતન પટેલ/સુરત :સુરત સહિત સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. જેમાં પણ ખાસ કરીને સુરતની વાત કરીએ તો દિવાળીના પર્વ બાદ સતત કેસોની સંખ્યા વધી રહી છે. દિવાળી પહેલા કેસોની સંખ્યા 150 જેટલી સરેરાશ જોવા મળતી હતી. જોકે ત્યારબાદ આ કેસોની સંખ્યા અઢીસોને પાર થઈ ગઈ છે. ત્યારે અત્યાર સુધી સુરત મહાનગરપાલિકા દ્વારા કુલ 3 કરોડથી વધુનો દંડ લોકો પાસેથી વસૂલ કર્યો છે. ખાસ કરીને માસ્ક વગરના તેમજ સોશિયલ ડિસ્ટસિંગનું પાલન નહીં કરનારા લોકો પાસેથી વસૂલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : ચોંકાવનારો ખુલાસો, રાજકોટની 24 માંથી 21 કોવિડ હોસ્પિટલોની ફાયર સેફ્ટીમાં ખામી નીકળી

લોકો પાસેથી દંડની આટલી માલબર રકમ વસૂલ કરવા છતાં લોકો સમજવાનું નામ નથી લઈ રહ્યાં. કેન્દ્ર સરકારની ગાઇડ લાઇનનું પણ લોકો પાલન નથી કરી રહ્યાં. ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા એક અનોખુ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનનું નામ છે ‘માસ્ક નહિ તો ટોકેંગે, કોરોના કો ભગાયેંગે.’

આ અભિયાન અંતર્ગત સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ માસ્ક વગર ફરતા લોકોને પકડશે અને તેઓને કોરોનાથી કઈ રીતે મૃત્યુ થઇ શકે તે અંગે પણ સમજણ આપવામાં આવશે. જો સમજણ આપ્યા બાદ પણ ફરી આ વ્યક્તિને પકડશે તો તેની પાસેથી દંડ વસૂલવામાં આવશે. 

આ પણ વાંચો : અમદાવાદમાં વેક્સીનની ટ્રાયલ લેનારાઓમાં નોકરિયાતનુ પ્રમાણ વધુ, હજી સુધી કોઈ આડઅસર ન થઈ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More