Home> Gujarat
Advertisement
Prev
Next

સુરત પાલિકાએ એવો રોબોટ ખરીદ્યો, જે આગના ધુમાડા વચ્ચે જઈને લોકોને બચાવશે

સુરત આગની ઘટના માટે પ્રખ્યાત છે. સુરતમાં અવારનવાર આગની ઘટનાઓ બનતી રહે છે અને તેમાં પણ તક્ષશિલા આગ દુર્ઘટના બાદ સુરત ફાયર વિભાગ કરોડો રૂપિયાના ખર્ચે અદ્યતન સાધનો વસાવી રહ્યું છે. ત્યારે આ અદ્યતન સાધનોમાં વધુ એક ઉમેરો થયો છે. આજે ફાયર વિભાગની ટીમમાં નવો રોબોટ સામેલ થયો છે, જે આગ બચાવવાની ઘટનામાં કામમાં આવશે.

સુરત પાલિકાએ એવો રોબોટ ખરીદ્યો, જે આગના ધુમાડા વચ્ચે જઈને લોકોને બચાવશે

ચેતન પટેલ/સુરત :સુરત આગની ઘટના માટે પ્રખ્યાત છે. સુરતમાં અવારનવાર આગની ઘટનાઓ બનતી રહે છે અને તેમાં પણ તક્ષશિલા આગ દુર્ઘટના બાદ સુરત ફાયર વિભાગ કરોડો રૂપિયાના ખર્ચે અદ્યતન સાધનો વસાવી રહ્યું છે. ત્યારે આ અદ્યતન સાધનોમાં વધુ એક ઉમેરો થયો છે. આજે ફાયર વિભાગની ટીમમાં નવો રોબોટ સામેલ થયો છે, જે આગ બચાવવાની ઘટનામાં કામમાં આવશે.

ધુમાડાનુ પ્રમાણ વધુ હશે ત્યાં પહોંચશે રોબોટ
સુરત ફાયર વિભાગની ટીમમાં જે રોબોટ સામેલ થયો છે, તેનું નામ ફાઇટર રોબોટ છે. આ રોબોટની ખાસિયત એ છે કે, તે થર્મલ રેજીસ્ટ છે. જ્યારે પણ આગની ઘટના બનશે અને ધુમાડાનું પ્રમાણ વધુ હશે ત્યારે આ રોબોટનો ઉપયોગ કરવામાં આવશે. આ રોબોટ 150 મીટર સુધી પાણીનો મારો ચલાવી શકે છે. જેમાં એક મિનિટમાં 4 હજાર લીટર પાણીનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત 8 કલાક સુધી તેની બેટરી ચાલે છે. આગના કારણે ધુમાડાનું પ્રમાણ વધુ હશે અને કોઈ ફાયર ફાઇટર અંદર જઇ શકે તેમ ના હોઈ ત્યારે આ રોબોટને મોકલવામાં આવશે અને ત્યાં કોઈ ફસાયું છે કે કેમ તે પણ કેમેરાની મદદથી જાણી શકાશે. 

આ પણ વાંચો : સસ્તુ પેટ્રોલ-ડીઝલ મળવાની જાહેરાત થતા ગુજરાતમાં અહી લાગી લાંબી લાઈન

રોબોટની ખાસિયત

  • આ રોબોટ દાદર પણ ચઢી શકશે. જો પહેલા માળે આગ લાગી હશે તો ત્યાં પણ રોબોટ દાદર ચઢીને જશે. 
  • રોબોટ થ્રિ સિકસટી ડિગ્રી રિમુવેબલ છે. 
  • 8 કલાક સુધી રોબોટ તેની સેવા આપી શકે તેટલો બેટરી બેકઅપ રહેશે
  • આ રોબોટને ખાસ વાહનમાં રાખવામાં આવશે, જ્યાં આ વાહનમાં જનરેટરની પણ સુવિધા મુકવામાં આવી છે કે જેથી રોબોટ ચાર્જ કરી શકાય. 

fallbacks

કેવી રીતે કામ કરશે રોબોટ
આ રોબોટ ફાઇટર જ્યાં આગ કરતા ધુમાડાનું પ્રમાણ વધુ હશે ત્યારે વાપરવામાં આવશે. કારણ કે અગાઉ કતારગામમાં જ્યારે આગ લાગી હતી ત્યારે ધુમાડાના કારણે ફાયર વિભાગના કર્મચારીઓ ગુગળાયા હતા. તેઓ અંદર જઈ શક્યા ન હતી. જેથી જ્યાં પણ ધુમાડાનું પ્રમાણ વધુ હશે ત્યાં થર્મલ કેમેરાનો ઉપગોગ કરવામાં આવશે. તેમજ અંદર કોઈ ફસાયું છે કે કેમ તે પણ ફાયરના અધિકારીઓ જાણી શકશે. 

આવનારા સમયમાં સુરત મહાનગર પાલિકા વધુ રોબોટની ખરીદી કરશે. આ રોબોટ ચલાવવા માટે ફાયરના કર્મચારીઓને સ્પેશિયલ ટ્રેનિંગ પણ આપવામાં આવી છે. સુરત મહાનગર પાલિકાએ રૂ 1.42 કરોડના ખર્ચે આ રોબોટ ખરીદ્યો છે. અને આવનારા સમયમાં જીઆઇડીસીમાં પણ આવો રોબોટ આપવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More