Home> Gujarat
Advertisement
Prev
Next

લો બોલો! ચોરોનો ATMમાં જબરો દાવ થયો! એવું તે શું થયું કે બાઈક પણ મુકીને ભાગવું પડ્યું?

સુરતના ઉધના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એટીએમ તોડીને બે ઈસમો દ્વારા પૈસાની ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

લો બોલો! ચોરોનો ATMમાં જબરો દાવ થયો! એવું તે શું થયું કે બાઈક પણ મુકીને ભાગવું પડ્યું?

ઝી બ્યુરો/સુરત: સુરતની ઉધના પોલીસને બેંકના એટીએમ તોડીને એટીએમમાંથી પૈસા ચોરી કરવાની કોશિશ કરતા ઇસમોને ઘટનાના ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે. ઉધના પોલીસ દ્વારા બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તેની પાસેથી લોખંડની છીણી, સ્ક્રુ ડ્રાઇવર અને એક મોટરસાયકલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. 

ત્રીજીવાર બનશે NDA ની સરકાર! આ તારીખે નરેન્દ્ર મોદી લઈ શકે છે પીએમ પદના શપથ

સુરતના ઉધના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એટીએમ તોડીને બે ઈસમો દ્વારા પૈસાની ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ઉધના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ઉધના બસ સ્ટેશન પાસે આવેલા મુગત ડાઇંગ શોપિંગ સેન્ટરની દુકાન નંબર 2માં એક્સિસ બેન્કનું એટીએમ આવેલું છે. આ બેંકના એટીએમને બે ઈસમો દ્વારા ટાર્ગેટ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ એટીએમ તોડીને તેમાંથી પૈસાની ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. 

Modi Cabinet ના તે 10 ચહેરા, જેમનું મંત્રી બનવાનું સપનું રહી જશે અધુરૂ! જુઓ યાદી

સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે બેઇસમો એટીએમમાં ઘૂસે છે અને ત્યારબાદ એકબીજાની મદદગારીથી એટીએમમાં તોડફોડ કરી તેને નુકસાન પહોંચાડે છે. ત્યારબાદ એટીએમમાંથી પૈસા ન નીકળતા બંને ઈસમો ભાગી જાય છે. આ ઘટનાને લઈને ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસ દ્વારા આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી.

ત્ર 15 વર્ષમાં બની જશો 1 કરોડના માલિક, આ છે રોકાણની સુપરહિટ ટ્રિક

ઉધના પોલીસની ટીમે બાતમીના આધારે એટીએમમાં ચોરીનો પ્રયાસ કરનારા શોહેબ ઉર્ફે સોએબ કાદર શેખ અને હુસેન મોમીનની ધરપકડ કરી છે અને આ બંને ઈસમો પાસેથી લોખંડની છીણી એક સ્ક્રુ ડ્રાઇવર તેમજ 40000ની કિંમતનું એક મોટરસાયકલ જપ્ત કરવામાં આવ્યું છે. તો આરોપીની પૂછપરછમાં એવું પણ સામે આવ્યું હતું કે, સોહેબ સામે અગાઉ પણ ડીંડોલી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ચૂક્યો છે આ બંને આરોપીની પૂછપરછ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. 

શનિ કુંભમાં વક્રી થઈને આ 3 રાશિવાળાને માલમાલ કરશે, ધન-સંપત્તિમાં અકલ્પનીય વધારો થશે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More