Home> Gujarat
Advertisement
Prev
Next

118 કરોડ રૂપિયા ગયા પાણીમાં, ગુજરાતમાં વધુ એક નવો નક્કોર બ્રિજ બેસી ગયો

Corruption : સુરતના વેડ-વરિયાવ બ્રિજનો એક તરફનો ભાગ બેસી જતાં કામગીરી સામે ઉઠ્યા સવાલ,,, એક મહિના પહેલાં જ ખુલ્લો મુકાયો હતો બ્રિજ,,, પહેલા વરસાદમાં જ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના કૌભાંડનો ફૂટ્યો ફુગ્ગો,,, 118 કરોડ રૂપિયાના આ બ્રિજનું ભૂપેન્દ્ર પટેલે કર્યું હતું ઉદ્ધાટન
 

118 કરોડ રૂપિયા ગયા પાણીમાં, ગુજરાતમાં વધુ એક નવો નક્કોર બ્રિજ બેસી ગયો

Surat News ચેતન પટેલ/સુરત : સુરતમાં 118 કરોડ રૂપિયાના ખર્ચે બનેલો બ્રિજ એક જ મહિનામાં બેસી જતાં ચકચાર મચી ગઈ છે. જી હા, કૌભાંડીઓના કૌભાંડનો ફુગ્ગો પહેલા વરસાદમાં જ ફૂટી ગયો છે. એક મહિના પહેલાં સુરતના આ બ્રિજને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલી ખુલ્લો મુક્યો હતો. પરંતું પહેલા વરસાદમાં જ વેડ-વરિયાવ બ્રિજનો એક ભાગ બેસી ગયો છે. પહેલાં જ વરસાદમાં તંત્રની પ્રામાણિકતા અને ઈમાનદારીના ધજાગરા ઉડી ગયા છે. બ્રિજ સેલના અધિકારીઓએ ભ્રષ્ટાચાર કર્યો હોવાની ચર્ચા છે. 118 કરોડ રૂપિયા કોના ખિસ્સામાં સમાયા તે એક મોટો સવાલ છે.

તો ગુજરાતની સૌથી લોકપ્રિય ન્યૂઝ ચેનલ ઝી 24 કલાકને કૌભાંડના આ બ્રિજ અંગે એક્સક્લુઝિવ માહિતી હાથ લાગી છે. ઝી 24 કલાક કૌભાંડીઓના પાપનો ઘડો ફોડવા જઈ રહી છે. તો જુઓ જરા કોણ છે 118 કરોડ રૂપિયાનો આ બ્રિજ બનાવનારા કૌભાંડીઓ... 

  1. વિજય એમ. મિસ્ત્રી કન્સટ્રકશન કંપનીએ સુરતનો આ બ્રિજ બનાવ્યો હતો. 
  2. બ્રિજની ડિઝાઈન કન્સલટન્ટ કંપનીનું નામ છે L & T IEL. 
  3. આ બ્રિજના પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલટન્ટ કંપની છે જિઓ ડિઝાઈન એન્ડ રિસર્ચ કંપની. 
  4. આ બ્રિજનું પ્રૂફ ચેક અમદાવાદના શાહ એસોસિએટે કર્યું હતું 
  5. બ્રિજના પ્રૂફ ચેકની ડિઝાઈન ચેક કરી હતી ગાંધીનગરના સર્કલ રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગે.

તો આ બ્રિજ આટલી બધી કસોટીમાંથી પાસ થઈને નીકળ્યો હોયસ, છતા કેવી રીતે 118 કરોડ રૂપિયાનો બ્રિજ એક જ મહિનામાં બેસી ગયો છે અને ફોરલેન બ્રિજ દોઢ કિલોમીટર લંબાઈ ધરાવે છે. મુખ્યમંત્રીએ એક મહિના પહેલાં આ બ્રિજ બનાવ્યો હતો. બ્રિજની લંબાઈ દોઢ કિલોમીટર છે. આ બ્રિજ ફોર લેન છે. જેને 8 લાખ લોકોને રાહત આપવા બ્રિજ બનાવ્યો હતો. 

ભ્રષ્ટાચારના ભારમાં દબાયેલા ગુજરાતના અન્ય બ્રિજ

  • અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ
  • અમદાવાદમાં વિશાલા પાસે શાસ્ત્રી બ્રિજ
  • વડોદરામાં અટલ બ્રિજ પર તિરાડો
  • વડોદરાના પાદરામાં બ્રિજ જર્જરિત
  • વેડ-વરિયાવ બ્રિજ બેસી ગયો
  • અમરેલી સાવરકુંડલામાં બ્રિજ બેસી ગયો
  • આણંદમાં બ્રિજ બેસી જવાની ઘટના
  • વલસાડનો સંજાણ બ્રિજ જર્જરીત
  • રાજકોટ-ગોંડલ ચોકડી પર બનેલો બ્રિજ જર્જરિત
  • અમદાવાદ-ઉદયપુર નેશનલ હાઈવે બ્રિજ જર્જરિત
  • અંબાજી હાઈવે પર બ્રિજ જર્જરિત

સુરતમાં 118 કરોડ રૂપિયાનો બ્રિજ બેસી ગયો છતાં અધિકારીઓને પૂછતા તેઓએ એવો જવાબ આપ્યો કે, આ કોઈ મોટી મેટર નથી. જાણે કે આ અધિકારીઓને લોકોના જીવની કોઈ પડી જ ન હોય તેવી રીતે તેઓ ઉડાઉ જવાબ આપે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More