Home> Gujarat
Advertisement
Prev
Next

Digital India!!! પ્રિ-પ્લાનિંગ કરીને જન્મના માત્ર 2 કલાકમાં પિતાને મળ્યું દીકરીનું પાસપોર્ટ-આધારકાર્ડ

આધાર કાર્ડ, રાશન કાર્ડ, પાસપોર્સ જેવી વસ્તુઓ ભારતમાં બનાવવા માટે માણસોનો પરસેવો પડી જતો હોય છે. લાઈનોમાં ઉભા રહ્યા વગર, ધક્કા ખાધા વગર આ વસ્તુઓ બનતી નથી. ત્યારે સુરતના વરાછા વિસ્તારના એક બાળકીનું પાસપોર્ટ, આધાર કાર્ડ અને રાશન કાર્ડ તેના જન્મના માત્ર 2 કલાકમા જ બની ગયું હતું. 

Digital India!!! પ્રિ-પ્લાનિંગ કરીને જન્મના માત્ર 2 કલાકમાં પિતાને મળ્યું દીકરીનું પાસપોર્ટ-આધારકાર્ડ

ચેતન પટેલ/સુરત : ઓક્ટોબર મહિનામાં સુરતમાં જન્મેલા એક બાળકનું બર્થ સર્ટિફિકેટ અને પાસપોર્ટ જન્મના ત્રણ કલાકમાં જ ઈશ્યુ થતા સમગ્ર ભારતમાં આ ઈશ્યુ ચગ્યો હતો. ડિજીટલ ઈન્ડિયાના વખાણ થયા હતા. ત્યારે હવે ડિજીટલ ઈન્ડિયા કેટલું ફાસ્ટ બન્યું છે, તેનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. અન્ય એક સુરતના નવજાત શિશુનો પાસપોર્ટ માત્ર બે કલાકમાં જ ઈશ્યુ કરાયો છે. એટલું જ નહિ, બે કલાકમાં તેનું આધાર કાર્ડ અને રેશનકાર્ડ પણ બની ગયું હતું.

આધાર કાર્ડ, રાશન કાર્ડ, પાસપોર્સ જેવી વસ્તુઓ ભારતમાં બનાવવા માટે માણસોનો પરસેવો પડી જતો હોય છે. લાઈનોમાં ઉભા રહ્યા વગર, ધક્કા ખાધા વગર આ વસ્તુઓ બનતી નથી. ત્યારે સુરતના વરાછા વિસ્તારના એક બાળકીનું પાસપોર્ટ, આધાર કાર્ડ અને રાશન કાર્ડ તેના જન્મના માત્ર 2 કલાકમા જ બની ગયું હતું. આ ભાગ્યશાળી બાળકી બની છે નાભ્યા નાકરાણી. અગાઉ ત્રણ કલાકનો રેકોર્ડ હતો, જે હવે બે કલાકનો રેકોર્ડ બન્યો છે. 

fallbacks

સુરતના વરાછા વિસ્તારમાં વિસ્તારમાં રત્ન કલાકાર એવા અંકિત નાકરાણાની ઘરે દીકરીનો જન્મ થયો હતો. તેઓએ દીકરીનું નામ નાભ્યા રાખ્યું હતું. નાખ્યાનો જન્મ સવારે 10.30 કલાકે થયો હતો. માતાપિતાએ તેનું નામ અગાઉથી નક્કી કરી રાખ્યું હતું. જન્મની સાથે જ પિતાએ તેનું જન્મપ્રમાણ પત્ર મેળવી લીધું હતું. તો બીજી તરફ, પાસપોર્ટ અને આધાર કાર્ડ માટે નાભ્યાની આંખ ખોલીને તેને સ્કેન કરવામાં આવી હતી. આ સમગ્ર માહિતી વોટ્સએપ પર મોકલીને પ્રોસેસ કરાઈ હતી. બાદમા મેયર તથા પાસપોર્ટ અધિકારી દ્વારા તાત્કાલિક ધોરણે પ્રક્રિયાને લીલી ઝંડી અપાઈ હતી અને આમ, માત્ર 2 કલાકમાં બાળકીનો પાસપોર્ટ, આધારકાર્ડ માતાપિતાના હાથમાં હતું. 

fallbacks

મહામહેનતે ખોલાઈ બાળકીની આંખ
આ સમગ્ર પ્રોસેસમાં એક સમસ્યા એવી થઈ હતી કે બાળકી ઉંઘી રહેલી હોવાથી આઈસ્કેન માટે મુશ્કેલી પડી હતી. આ માટે બાળકી મહામહેનતે ઉંઘમાંથી જગાડવામાં આવી હતી. બાદમા તેની આંખ સ્કેન કરાઈ હતી. જન્મની 10 જ મિનિટમાં પાસપોર્ટ મેળવી લેવા માટે ઓનલાઇન એપોઈન્ટમેન્ટ મેળવી લેવામાં આવી હતી. આ માટે તેમને અડધા કલાકમાં જ અપોઈન્ટમેન્ટ મળી ગઈ હતી. નાના બાળકોને પોલીસ વેરિફિકેશન તેમજ અન્ય છૂટછાટને પગલે થોડીવારમાં તેનો ઓનલાઇન પાસપોર્ટ ઈશ્યૂ કરી દેવામાં આવ્યો હતો.  

fallbacks

ઉલ્લેખનીય છે કે, આ પહેલા ઓક્ટોબર મહિનામાં સુરતના પરબત પાટીયા વિસ્તારમાં જ જન્મેલ બાળક ઋગ્વેદને પાસપોર્ટ ઈશ્યુ કરાયો હતો. ઋગ્વેદ ભારતમાં સૌથી નાની વયનો પાસપોર્ટ ધારક બન્યો હતો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More