Home> Gujarat
Advertisement
Prev
Next

Surat ના મેયરની બહાદુરીનો Video Viral, જર્જરિત ઈમારત પર ચડી ગયા અને....

મહિલાએ પોતાનો કિંમતી સામાન લીધા બાદ તેઓ મહિલા સાથે નીચે ઉતરી આવ્યા હતા

Surat ના મેયરની બહાદુરીનો Video Viral, જર્જરિત ઈમારત પર ચડી ગયા અને....

તેજશ મોદી, સુરત: સુરત (Surat) શહેરમાં ચોમાસા (Monsoon) ની ઋતુમાં જુના અને જર્જરિત મકાનો તૂટી પાડવાની ઘટનાઓ સતત બની રહી છે, ત્યારે શહેરના ગોલવાડ (Golvad) વિસ્તારમાં એક 3 માળના જર્જરીત મકાનનો એક ભાગ ધરાશાયી થતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો સાથે જ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતા ફાયર વિભાગે (Fire Department) પહોંચી કાળમાળ નીચે કોઈ ફસાયું નથી તેની તપાસ કરી હતી. 

જોકે એક 13 વર્ષીય બાળક (Children) ને કાટમાળ નીચેથી બહાર કાઢવામાં આવ્યો હતો. દરમિયાન મેયર (Mayor) પર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ફાયર વિભાગે (Fire Department) ઘટના સ્થળ પર પહોંચીને કાટમાળ દૂર કરવાનું શરૂ કર્યું હતું. જેમાં 13 વર્ષનો દેવ મનોજ રાણા (Manoj Rana) નામનો બાળક કાટમાળ નીચે ફસાયો હતો. તેને ફાયર વિભાગ (Fire Department) ની મદદથી બહાર કાઢીને આશુતોષ હોસ્પિટલમાં સારવાર માટે તાત્કાલીક અસરથી ખસેડવામાં આવ્યો છે. 

મહત્વનું છે કે ચોમાસા (Monsoon) દરમિયાન જર્જરિત મકાનો ધરાશાયી થવાની ઘટના સતત બનતી હોવાને કારણે સુરત કોર્પોરેશન (Surat Corporation) દ્વારા ચોમાસુ શરૂ થતાની સાથે જ જર્જરીત મકાન કે ઇમારતો હોય છે. કોર્પોરેશન દ્વારા આવા મકાનોને માત્ર નોટિસ ફટકારીને પોતાની કામગીરી પૂર્ણ કરી દેવાનો સંતોષ માની લેવામાં આવતો હોય છે. તેને કારણે જર્જરિત મકાન ધરાશાયી થવાથી ઘણી વખત લોકોના જીવ ગુમાવવાનો વખત આવે છે. 

Kutch જ નહી દેશભરમાંથી અહીં કુદરતી સૌદર્ય નિહાળવા આવે છે લોકો, ખીણમાં વહેતા ધોધનું બેનમૂન સ્થળ

મકાનમાં પોતાની કિંમતી વસ્તુઓ લેવા જવા માટે ઘરમાં રહેતી મહિલાએ જીદ કરતાં પહેલા તેમને સમજાવવાનો પ્રયાસ કર્યા પરંતુ તે ન માની તો મેયર હેમાલી બોઘાવાલા (Hemali Boghawala) પણ તેની સેફ્ટીને ધ્યાનમાં રાખીને તેની સાથે ફાયર વિભાગની સીડીની મદદ લઈને ઉપર ગયા હતા. મહિલાએ પોતાનો કિંમતી સામાન લીધા બાદ તેઓ મહિલા સાથે નીચે ઉતરી આવ્યા હતા. જોકે સવાલ એ છે કે શું મેયરે  જોખમ લઇ ઉપર જવું જરૂરી હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More