Home> Gujarat
Advertisement
Prev
Next

મેડમ જવાબ આપો... ટોળુ વળતા જ સુરતના મેયર બાઈક પર બેસીને ભાગી ગયા

Surat News : સુરત મહાનગર પાલિકાની મુખ્ય કચેરી પર મોરચો ગયો હતો.... તે દરમ્યાન પાલિકા ના મેયર પાછળ દરવાજે દોડવાનો વારો આવ્યો હતો... આપનગર સેવક પાયલ સાકરીયા શોભના કાકડીયા સાથે સ્થાનિક સોસાયટી ના સભ્યો મનપા કચેરી ખાતે પહોંચ્યા હતા.... મેયર હેમાલી બોઘાવાલા પીએ ની બાઈક પર પાછળ દરવાજા નીકળ્યા પણ લોકોએ ધક્કે ચડાવ્યા હતા

મેડમ જવાબ આપો... ટોળુ વળતા જ સુરતના મેયર બાઈક પર બેસીને ભાગી ગયા
Updated: Aug 22, 2023, 02:00 PM IST

Surat Mayor ચેતન પટેલ/સુરત : સુરતના મેયર હેમાલી બોઘાવાલાનો વિરોધ કરાયો કરાયો હતો. મેયરની ઓફિસનો ઘેરાવ કરીને લોકોએ રામધૂન બોલાવી હતી. પ્રાથમિક સુવિધાઓ ન મળતાં લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. આ માટે AAPના કોર્પોરેટર પાયલ સાકરિયા સાથે લોકો મનપા કચેરી પહોંચ્યા હતા. જેથી મેયર PAની બાઈક પર બેસીને નીકળવા લાગ્યા હતા. મેયર પાછળના દરવાજાએથી નીકળતાં લોકોએ તેમને ધક્કે ચઢાવ્યા હતા. સ્થાનિક લોકોએ સુવિધાઓ નહીં આપો તો વેરો પાછો આપોના સૂત્રોચ્ચાર કર્યા હતા. મહત્વનું છે કે વોર્ડ નંબર 16ના પુના વિસ્તારમાં આવેલી સહયોગ સોસાયટીના સભ્યોએ પ્રાથમિક સુવિધાઓ ન મળતાં સ્થાનિકો મનપા કચેરી ખાતે પહોંચ્યો હતો...  

સુરત મહાપાલિકા પર પુણાની સોસાયટીના લોકોનો ડ્રેનેજ-રોડ મુદ્દે પાલિકાના ત્રણેય ગેટ પર હલ્લાબોલ કરવામાં આવતા મેયર પાછલા બારણે બહાર નીકળવા જતા ભારે હોબાળો થયો હતો આમ આદમી પાર્ટીના કાઉન્સિલરે વિડીયો બનાવી સોસીયલ મીડિયા માં વાયરલ કરતા વિવાદ સર્જાયો છે.આપના કોર્પોરેટરોએ સ્થાનિકો સાથે વિરોધ નોંધાવીને પાલિકા કચેરીને 4 કલાક માથે લીધી હતી.સિક્યોરિટીએ લોકોને દરવાજા પર જ અટકાવીને ધક્કે ચઢાવ્યાનો આક્ષેપ આપ દ્વારા કરવામાં આવ્યો છે.

કફન વીંટાળેલો દીકરો પાછો આવવાનો હોય તો ડોલરનો મોહ કેમ, આ મોહ સંતાનોને ગળી રહ્યો છે

સુરત ના વોર્ડ નંબર-16 પૂણા વિસ્તારની સહયોગ સોસાયટીમાં વર્ષો બાદ પણ પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નો સાથે ડ્રેનેજ લાઈનના પ્રશ્નનો કોઈ જ ઉકેલ આવ્યો નથી. પાલિકા તંત્રની કામગીરીમાં ઢિલાસને પગલે ત્રાસેલા સ્થાનિકોએ વિપક્ષના કોર્પોરેટરો સાથે સોમવારે મહાપાલિકા પર મોરચો માંડ્યો હતો. બપોરથી સાંજ સુધી આપના કોર્પોરેટરોએ રહીશો સાથે વિરોધ પ્રદર્શનો કરીને મહાપાલિકાને માથે લઈ લીધી હતી. સતત ચાર કલાક સુધી લોકોના ધરણા-વિરોધ પ્રદર્શન ચાલતા રહ્યા હતા. તેમ છતાં રહીશોને સંતોષકારક જવાબ મળ્યો ન હતો. અધૂરામાં પૂરું, સિક્યોરીટીએ લોકોને દરવાજા પર જ અટકાવીને ધક્કે ચઢાવ્યા હતા.

સરકારનું દેવાળું ફૂંકવા બેસ્યા સરકારી બાબુઓ, ઓફિસોમાં સાહેબો વગર લાઈટ-પંખા ચાલુ

 

 

પાલિકાના પાછળના ગેટ પાસે સાંકડી ગલીમાં પણ લોકોએ મેયરને ઘેરીને સૂત્રોચ્ચાર કર્યા હતા.પાછળના ગેટ પાસે સાંકડી ગલીમાં પણ લોકોએ મેયરને ઘેરીને સૂત્રોચ્ચાર કર્યા હતા.દરવાજા પર મોરચાને પગલે ત્રણેય ગેટ પણ સિક્યુરીટીએ બંધ કરી દીધા હતાં. મેયરે કોર્પોરેટરોને સાંભળ્યા બાદ ચોમાસા પછી દશેરાથી કામગીરી શરૂ કરી દેવાની બાંયધરી પણ આપી હતી, પરંતુ તેમ છતાં મેયર હેમાલી બોઘાવાલાનો લોકોએ ઘેરાવ કર્યો હતો તેથી મેયરે પાલિકાની પાછળની ગલી પકડીને પીએની બાઈક પર જવા પ્રયાસ કર્યો હતો. જો કે, ત્યાં પણ લોકોએ ‘ પ્રશ્નનો ઉકેલ ક્યારે, મેયર જવાબ આપો..જવાબ આપો’ના સૂત્રો પોકારતાં રહ્યાં હતાં.

રાજકોટમાં 12 વર્ષના બાળકનું મોત, સોરઠીયા પરિવારનો સ્વસ્થ દીકરો સવારે મૃત મળ્યો

‘આપ દ્વારા આરોપ લગાવાયો છે કે લોકો ને સાંભળવાને બદલે મેયર પાછળના રસ્તે PAની બાઈક પર બહાર નીકળતા આપ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો.પુના વિસ્તારની સહયોગ સોસાયટીમાં ડ્રેનેજ સહિતની પ્રાથમિક સુવિધાઓ મુદ્દે સ્થાનિકો સાથે રજૂઆત કરવા પાલિકા ખાતે આવ્યાં હતાં. શરૂઆતમાં મેયરે મળવાની ના પાડતાં સિક્યુરીટીએ અટકાવીને ધક્કે ચઢાવ્યા અને ત્રણેય ગેટ બંધ કરી દીધા. જો કે, મેયરે મળીને પણ માત્ર આશ્વાસન આપ્યા હતા. સ્થાનિકોને પૂરે પૂરા સાંભળીને સાંત્વના આપવાને બદલે તેઓ પાછળના રસ્તેથી પીએની બાઈક પર રીતસરના ભાગી ગયાં હતાં.’

ઉત્તરાખંડ અકસ્માતમા મોતને ભેટનાર શ્રદ્ધાળુઓની અંતિમવિધિ, સ્વજનોએ રડતા રડતા આપી વિદાય

આગળના બંને રસ્તે લોકો ધરણાં કરતા હતાં. ઓફિસમાં મળી ગયાં, મેં કામ પણ ચાલુ થઈ ગયું છે તેમ કહેવા છતાં વિરોધ કરે તો શું કરવું? દશેરા પર અંદાજ મંજૂર કરાવીને કામ ચાલુ કરાવી દેવા બાંયધરી આપી. આપના ડો. રૂપારેલીયા સહિતના 3 કોર્પોરેટરોને મેં ઝોનમાં કામ ચાલુ કરાવ્યું હોવાનું કાગળ પર બતાવ્યું ત્યાર બાદ પણ લોકો સાથે આવ્યા હતા. તેમણે માત્ર હાઈલાઈટ થવું છે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે