Home> Gujarat
Advertisement
Prev
Next

વતન ગયેલા મજૂરોને સુરતના વેપારીઓએ ફોન કરીને કહ્યું, ‘હવે પાછા આવી જાઓ...’

કોરોનાની બીજી લહેરમાં સુરતની સ્થિતિ ચિંતાજનક બની હતી. ઉદ્યોગ ધંધા ઉપર તેની માઠી અસર પડી હતી. ખાસ કરીને ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા શ્રમિકો લોકડાઉનના ભયથી પોતાના વતન ચાલ્યા ગયા હતા. હાલ સુરતની કોરોનાની સ્થિતિ સુધારા પર છે. ટેક્સટાઈલ ઉદ્યોગમાં ડિમાન્ડ વધતા હવે ઉદ્યોગ સાથે સંકળાયેલા એસોસિએશન શ્રમિકોને ફરીથી સુરત આવવા માટે અપીલ કરી રહ્યા છે.

વતન ગયેલા મજૂરોને સુરતના વેપારીઓએ ફોન કરીને કહ્યું, ‘હવે પાછા આવી જાઓ...’

ચેતન પટેલ/સુરત :કોરોનાની બીજી લહેરમાં સુરતની સ્થિતિ ચિંતાજનક બની હતી. ઉદ્યોગ ધંધા ઉપર તેની માઠી અસર પડી હતી. ખાસ કરીને ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા શ્રમિકો લોકડાઉનના ભયથી પોતાના વતન ચાલ્યા ગયા હતા. હાલ સુરતની કોરોનાની સ્થિતિ સુધારા પર છે. ટેક્સટાઈલ ઉદ્યોગમાં ડિમાન્ડ વધતા હવે ઉદ્યોગ સાથે સંકળાયેલા એસોસિએશન શ્રમિકોને ફરીથી સુરત આવવા માટે અપીલ કરી રહ્યા છે.

ટેક્સટાઇલ ઉદ્યોગના અલગ-અલગ ભાગમાં આશરે 10 લાખથી વધુ શ્રમિકો અન્ય રાજ્યોથી આવીને રોજગારી મેળવે છે. પરંતુ શહેરમાં જ્યારે કોરોનાની સ્થિતિ વિકટ બની ત્યારે લોકડાઉનમાં લાખોની સંખ્યામાં શ્રમિકો પોતાના વતન ચાલ્યા ગયા હતા. દેશભરમાં કોરોનાની સ્થિતિ વિકટ બનતા કાપડની માંગમાં ભારે ઘટાડો પણ જોવા મળ્યો હતો. પરંતુ દેશભરમાં કોરોનાની સ્થિતિ પર કાબૂ આવતા ફરીથી કાપડની માંગમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. જેથી ઉદ્યોગ સાથે સંકળાયેલા એસોસિએશન ઉત્તરપ્રદેશ, બિહાર અને ઓરિસ્સાના શ્રમિકોને ફોન કોલ કરી અથવા તો મેસેજ મોકલીને પરત સુરત આવવા માટેની અપીલ કરી રહ્યા છે.

શ્રમિકોને સુરત પરત આવવા અપીલ  

કોરોનાની સ્થિતિ પર કાબૂમાં આવતા ફરીથી કાપડ ઉદ્યોગમાં માંગ વધી છે. દક્ષિણ ગુજરાત ટેકસટાઇલ પ્રોસેસર્સ એસોસિએશનના પ્રમુખ જીતુ વખારિયાએ જણાવ્યું હતું કે, સુરતમાં હાલ કોરોનાની પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ છે. સુરતમાં ટેક્સટાઇલ માર્કેટ, ટેક્સટાઇલ મિલો, એમ્બ્રોઇડરી કારખાના અને વિવીંગ ઇન્ડસ્ટ્રી ધીમે ધીમે શરૂ થવા લાગી છે. જેથી કામ પણ વધી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં જે પણ કામદાર છે ભલે તેઓ ઓરિસ્સા, ઉત્તર પ્રદેશ અને બિહારના પરપ્રાંતીય શ્રમિકોને હું ફરી સુરત આવવા માટે અપીલ કરું છું.

સુરતમાં તમામ લોકોને કામ મળી જશે

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા 600 નવી ટ્રેનોની શરૂઆત કરવામાં આવી છે. અમને લાગે છે કે, દેશના અનેક શહેરોમાં આ ટ્રેનો પસાર થશે અને સુરતમાં જે કામદારો અગાઉથી જ નોકરિયાત છે જેઓ કોરોનાની પરિસ્થિતિ ધ્યાનમાં રાખી પોતાના વતન ચાલ્યા ગયા હતા. આ તમામ લોકોને હું અપીલ કરું છું કે, આ વખતે સુરતમાં તમામ લોકોને કામ મળી જશે કારણ કે ધીમે ધીમે ડિમાન્ડમાં સુધારો થઇ રહ્યો છે. જે પણ શ્રમિકો આવશે તમામને તેમના પ્રકારે રોજગાર મળી જશે. જેથી હું સુરત અને ટેક્સટાઇલ ઉદ્યોગના હિતમાં અપીલ કરું છું. જે લોકો સુરતમાં કામ કરતા હતા તેઓ ફરીથી આવી જાય.

કોરોનાની બીજી લહેરમાં સુરત કાપડ ઉદ્યોગને ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. સુરત કાપડ ઉદ્યોગને દરરોજ 300થી લઈ 350 કરોડ રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. સુરત કાપડ ઉદ્યોગની સ્થિતિ ગત બે મહિનાથી દયનીય છે. સુરત કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓનું માનીએ તો કોરોનાની બીજી લહેરમાં સુરત કાપડ ઉદ્યોગને આશરે 12 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More