Home> Gujarat
Advertisement
Prev
Next

અજીબોગરીબ કિસ્સો! નશાની હાલતમાં બાળકને રમાડતી વખતે યુવક નીચે પટકાતા કરૂણ મોત, બાળકનો ચમત્કારી બચાવ

સુરતના લિંબાયત વિસ્તારમાં એક યુવક બાળક સાથે પહેલા માળેથી પટકાયો હતો. બાળકને રમાડતા સમયે આ ઘટના બની હતો. જેમાં યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે બાળકનો ચમત્કારિક બચાવ થયો હતો.

અજીબોગરીબ કિસ્સો! નશાની હાલતમાં બાળકને રમાડતી વખતે યુવક નીચે પટકાતા કરૂણ મોત, બાળકનો ચમત્કારી બચાવ

પ્રશાંત ઢીવરે/સુરત: નશાની હાલતમાં બાળકને રમાડતી વખતે બાળક સાથે યુવક નીચે પટકાતા યુવકનું મોત નીપજ્યું છે. યુવક ઘરના બીજા માળે બાળકને રમાડતો હતો. અચાનક બાળક સાથે નીચે પટકાઈ જવાથી યુવકનું મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. 

સુરતમાં બેંક લુંટારુંઓ ઝબ્બે; ફિલ્મી ઢબે લાખોની લૂંટ, આ રીતે લૂંટનો ભેદ ઉકેલાયો

મૂળ ઝારખંડનો વતની અને હાલમાં લીંબાયત સ્થિત સંતોષ નગરમાં રહેતો મુકેશ શાહુ રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તે પડોશમાં રહેતા બાળકને લઈને ઘરના બીજા માળે રમાડી રહ્યો હતો આ દરમ્યાન તે બાળક સાથે નીચે પટકાતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમ્યાન મુકેશનું મોત નીપજ્યું છે. મૃતક મુકેશ પરણિત છે અને બે વર્ષ પહેલા જ તેના લગ્ન થયા હતા તેના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. આ ઘટનામાં બાળકનો ચમત્કારી બચાવ થયો હતો. 

ગુજરાત પોલીસમાં નોકરીની સુવર્ણ તક; આ વિભાગોમાં કરાશે ઈતિહાસની સૌથી મોટી ભરતી

મિત્ર રવિ કુમાર દાસે જણાવ્યું હતું કે, મુકેશ નશાની હાલતમાં હતો અને તે પાડોશીના બાળકને છત પર રમાડી રહ્યો હતો, તે દરમ્યાન તે નીચે પટકાયો હતો અને તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું. બાળકને વધુ ઈજાઓ થઇ ન હતી.

લવ જેહાદની લીલાનો પર્દાફાશ: ગુજરાતના આ 9 જિલ્લા ટાર્ગેટ, 3 મહિનામાં 16 દીકરીઓ ફસાઈ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More