Home> Gujarat
Advertisement
Prev
Next

તાપીમાં યુવકે લગાવી મોતની છલાંગ! કુંજલે ડાયરીમાં લખેલી સ્યુસાઈડ નોટના શબ્દો વાંચી રોઈ પડશો

સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલ સાયન્સ સિટીમાં રહેતો 23 વર્ષીય કુંજલ જશવંત રાઠોડ સ્વિગીમાં ફુડ ડીલીવરી કરવાનું કામ કરતો હતો. ત્રણ બહેનોના એકના એક ભાઈ કુંજલે શુક્રવારે સાંજે કેબલ સ્ટેઈડ બ્રિજ પરથી તાપીમાં પડતું મુકી દીધું હતું.

તાપીમાં યુવકે લગાવી મોતની છલાંગ! કુંજલે ડાયરીમાં લખેલી સ્યુસાઈડ નોટના શબ્દો વાંચી રોઈ પડશો

પ્રશાંત ઢીવરે/સુરત: સુરતમાં ફાઇનાન્સ કંપનીના ઉઘરાણીના ત્રાસથી સ્વિગીમાં ફુડ ડિલિવરીનું કામ કરતો યુવકે તાપીમાં કૂદકો મારી આપઘાત કર્યો છે. યુવકે એલ એન્ડ ટી ફાઇનાન્સમાંથી હપ્તા પર બાઈકની ખરીદી કરી હતી. બાઈકનો હપ્તો બાકી હોવાથી ફાઇનાન્સર ઉઘરાણી માટે દબાણ કરતા હતા. યુવકે આપઘાત પહેલા ડાયરીમાં સ્યુસાઈડ નોટમાં આપઘાતનાં પાછળ ફાયનાન્સ કંપની જવાબદાર હોવાનો ઉલ્લેખ કર્યો છે. હવે ફાઇનાન્સ કંપની પરિવારને હપ્તા ભરવા દબાણ કરી રહ્યું છે.

અંબાલાલ પટેલનો ભયાનક વરતારો! ગુજરાતના ખેડૂતોને આપી ચેતવણી, બની શકે છે ગંભીર સ્થિતિ

સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલ સાયન્સ સિટીમાં રહેતો 23 વર્ષીય કુંજલ જશવંત રાઠોડ સ્વિગીમાં ફુડ ડીલીવરી કરવાનું કામ કરતો હતો. ત્રણ બહેનોના એકના એક ભાઈ કુંજલે શુક્રવારે સાંજે કેબલ સ્ટેઈડ બ્રિજ પરથી તાપીમાં પડતું મુકી દીધું હતું. કુંજલની બાઈક કેબલ સ્ટેઈડ બ્રિજ પરથી મળી આવતા પરિવારે ફાયરબ્રિગેડને જાણ કરી હતી. 

પેરિસ ઓલિમ્પિકમાં ભારતની મનુ ભાકરે રચ્યો ઈતિહાસ, શૂટિંગમાં જીત્યો બ્રોન્ઝ મેડલ

ફાયર ઓફિસર સંપત સુથાર અને તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી તાપીના પાણીમાં કુંજલની શોધખોળ હાથ ધરી હતી. જોકે તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. શનિવારે પણ ફાયરબ્રિગેડની ટીમ દ્વારા કુંજલની શોધખોળ હાથ ઘરવામાં આવી હતી પરંતુ તે મળી આવ્યો ન હતો. શુક્રવારે બ્રિજ પરથી બાઈકની સાથે એક ડાયરી પણ મળી આવી હતી. જેમાં તેણે સ્યુસાઈડ નોટ લખી હતી. જેમાં તેના આપઘાતનું કારણ ફાઇનાન્સ કંપની હોવાનો તેણે ઉલ્લેખ કર્યો છે. 

ચોમાસાની ઋતુમાં પર્યટકો માટે સ્વર્ગ છે આ ધોધ! ક્યારેય ન જોયો હોય તેવો ખીલ્યો નજારો!

ડાયરીમાં લખેલી સ્યુસાઈડ નોટમાં કુંજલે લખ્યું હતું કે ‘મમ્મી પપ્પા મારી 3 બહેન અને મારો પ્યાર મને માફ કરી દેજો, મારા એકાઉન્ટમાં મંગળવારે થોડાક પૈસા આવશે એ મારા ફ્રેન્ડ પંકજને આપવા વિનંતી, લવ યુ મમ્મી.લવ યુ પાપા, લવ યુ માય 3 સીસ્ટર્સ એન્ડ લવ યુ માય લવ, આ મંગળવારનો ટાઈમ માગ્યો હતો અને આ મંગળવારે મારા જોબનું પેમેન્ટ આવતે અને હું ભરી દેતે, મારી સ્યુસાઈડનું કારણ એલએન્ડટી ફાયનાન્સ છે. મારો ફક્ત 1 ઈએમઆઈ બાઉન્સ થયો છે. અને એ લોકો મને સમય આપતા નથી. 3 ઈએમઆઈ બાઉન્સ થાય પછી કાર્યવાહી કરવાના બદલે 1 ઈએમઆઈ પર કરે છે. મે એલએન્ડટી વાળા ભાઈને બોવ વિનંતી કરી હતી, પણ તેમણે મારી એક ના સાંભળી.''

રૌદ્ર બનેલી પૂર્ણા નદીએ નવસારીમા વિનાશ વેર્યો! 10થી 15 ફૂટ પાણી ભરાતા આ પાકને નુકસાન

ફાયરબાગના જવાનોએ યુવકના મૃતદેહને તાપી નદીમાંથી બહાર કાઢ્યો હતો. સમગ્ર ઘટનાની તપાસ કરવા પોલીસે મરણ યુવકના મૃતદેહને નવી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થ મોકલી કાર્યવાહી હાથ ધરી છે. મહત્વની વાત એ છે કે યુવકનું મૃતદેહ સિવિલથી ઘરે નહીં પહોંચે તે પહેલા જ ફાઇનાન્સ કંપની યુવકના મોબાઇલ પર ફરી હપ્તાની વસુલે કરવા માટે ફોન પર ફોન કરી રહી છે. જ્યારે મૃત્યું પામનાર યુવકની બહેને ફાઇનાન્સ કંપનીના કર્મચારીને જણાયું કે તમને હપ્તા વાળો જ રહ્યો નથી. તેમ છતાં ફાઈનાન્સ કંપનીના કર્મચારી હપ્તાની ઉઘરાણી કરવા હવે પરિવારને દબાણ કરવા લાગ્યા છે. પરિવારે ફાઇનાન્સ કંપનીના કર્મચારી પર આરોપ કર્યા છે કે કર્મચારીઓ અમને ફોન કરીને કહે છે કે તમારો ભાઈ ભલે નહીં રહ્યો હોય પણ હપ્તા તો તમારે ચૂકવવા જ પડશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More