Home> Gujarat
Advertisement
Prev
Next

સુરતમાં હત્યા બાદ આપઘાતનો બનાવ, એવું તો શું થયું કે આખો પરિવાર વિખાયો

Husband Angrily Killed His Wife In Surat: સુરતના સચિન કનકપુરમાં અન્ય જગ્યાએ રહેવા જવાની વાતને લઈને પતિ પત્ની વરચે ઝઘડો થયો હતો. જ્યાં પતિએ ગુસ્સામાં આવી જઈ પત્નીને મોતને ઘાટ ઉતારી પોતે પણ ટ્રેન નીચે પડતું મુકતા ચકચાર મચી જવા પામી હતી

સુરતમાં હત્યા બાદ આપઘાતનો બનાવ, એવું તો શું થયું કે આખો પરિવાર વિખાયો

ચેતન પટેલ, સુરત: સુરતના સચિન કનકપુરમાં અન્ય જગ્યાએ રહેવા જવાની વાતને લઈને પતિ પત્ની વરચે ઝઘડો થયો હતો. જ્યાં પતિએ ગુસ્સામાં આવી જઈ પત્નીને મોતને ઘાટ ઉતારી પોતે પણ ટ્રેન નીચે પડતું મુકતા ચકચાર મચી જવા પામી હતી. સમગ્ર બનાવમાં સચિન પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

સુરતના સચિન-કનકપુરના હાઉસીંગ નજીક શ્રી રામનગર સોસાયટીના પ્લોટમાં રહેતી કંચન નરસિંહની ગળે ટુંપો આપી હત્યા થયેલી લાશ મળી આવી હતી. જેથી સચિન પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ પહોંચી ત્યારે તેમના બે પુત્ર અભિષેક અને રૂદ્રપ્રતાપસિંહ આગળના રૂમમાં હતા. જયારે તેનો પતિ નરસિંહ તેજભાનસિંહ ગાયબ હતો. જેથી પોલીસે કંચનની હત્યા તેના પતિ નરસિંહે કરી હોવાની આશંકા સાથે તેની શોધખોળ શરૂ કરવાની સાથે હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.

માતાની નજર સામે 5 વર્ષનું બાળક ડમ્પર નીચે કચડાયું, ઇજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલ ખસેડાઈ

બીજી તરફ કંચનની હત્યાની જાણ થતા તેના પરિજનો પણ દોડી આવ્યા હતા. હત્યા પતિએ કરી છે કે અન્ય કોઇએ તે અંગેની તપાસ અંતર્ગત પડોશમાં રહેતી મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે ગત રાતે પતિ-પત્ની વચ્ચે ઉગ્ર ઝઘડો થતા મારામારી થઇ હતી પરંતુ પોતે દરમિયાનગીરી કરી છુટા પાડયા હતા. જયારે અભિષેક અને રૂદ્રપ્રતાપસિંહની પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે માતાને ગંગાધરા વિસ્તારમાં રૂમ ભાડે લઇ ત્યાં રહેવા જવાની જીદ્દ કરતા તેઓ વચ્ચે ઝઘડો થયો હતો.

સુરત ગ્રીષ્મા હત્યા કેસમાં હત્યોરો ફેનિલ દોષિત જાહેર, પરિવારે કરી કડકમાં કડક સજાની માંગ

જો કે તેઓ વચ્ચે રોજ ઝઘડા થતા હોવાથી પોતે સુઇ ગયા હતા અને સવારે ઉઠયા ત્યારે લાશ જોઇ પડોશીને જાણ કરી હતી. જેથી હત્યા નરસિંહે કરી હોવાનું પુરવાર થતા પોલીસે તેની શોધખોળ કરી હતી તે દરમિયાન નવસારી રેલવે પોલીસ થકી જાણવા મળ્યું હતું કે નરસિંહ લાજપોર-મરોલી વચ્ચે અગિયારેક વાગ્યાના અરસામાં ટ્રેન સામે પડતું મુકી આપઘાત કરી લીધો છે. ઘરેલું કંકાશમાં પત્નીને મોતને ઘાત ઉતારી પતિએ પણ આપઘાત કરી લેતા સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી.

સોખડા મંદિરનો વિવાદ પહોંચ્યો હાઈકોર્ટમાં, પ્રભુ સ્વામીના સમર્થકોએ હેબિયસ કોપર્સની પિટીશન દાખલ કરી

ઉલ્લેખનીય છે કે નરસિંહના પરિવારજનો પલસાણાના ગંગાધરા વિસ્તારમાં રહે છે. જેથી કંચન ગંગાધરા વિસ્તારમાં રહેવા જવાની જીદ્દ કરતી હતી જયારે નરસિંહ ઇન્કાર કરતો હતો. મહત્વની બાબત એ છે કે કંચન અને નરસિંહે પ્રેમલગ્ન કર્યા હતા અને બંને પુત્ર કંચનના પહેલા પતિના છે. પરંતુ માતાની હત્યા કરી સાવકા પિતાએ પણ આપઘાત કરી લેતા બંને માસુમના માથેથી માતા-પિતાનું છત્ર છીન્વાય ગયું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More