Home> Gujarat
Advertisement
Prev
Next

સુરત આગકાંડમાં ઉચ્ચ અધિકારીઓ સામે તપાસ ન થાય, તો પરિવારજનોએ ઉગ્ર આંદોલનની ચીમકી આપી

સુરતના સરથાના વિસ્તારમાં થયેલ તક્ષશિલા અગ્નિકાંડ (Surat Fire Tragedy) દેશભરને હચમચાવી દીધા હતા. આ અગ્નિકાંડમાં ૨૨ જેટલા યુવક-યુવતીઓનું કરૂણ મોત નિપજ્યું હતું. આ ઘટનાને સાત મહિના વીતી ગયા છતાં પણ અત્યાર સુધી મૃતકોના પરિવારજનો ન્યાયને ઝંખી રહ્યાં છે. આજે ફરી એકવાર સુરત પોલીસ કમિશનર ખાતે અગ્નિકાંડના મૃતકોના સ્વજનો પોલીસ કમિશનરને આવેદનપત્ર સોંપ્યું હતું. તેઓએ ઉચ્ચ અધિકારીઓ ઉપર કાર્યવાહી કરવાની માંગણી કરી છે. 

સુરત આગકાંડમાં ઉચ્ચ અધિકારીઓ સામે તપાસ ન થાય, તો પરિવારજનોએ ઉગ્ર આંદોલનની ચીમકી આપી

ચેતન પટેલ/સુરત :સુરતના સરથાના વિસ્તારમાં થયેલ તક્ષશિલા અગ્નિકાંડ (Surat Fire Tragedy) દેશભરને હચમચાવી દીધા હતા. આ અગ્નિકાંડમાં ૨૨ જેટલા યુવક-યુવતીઓનું કરૂણ મોત નિપજ્યું હતું. આ ઘટનાને સાત મહિના વીતી ગયા છતાં પણ અત્યાર સુધી મૃતકોના પરિવારજનો ન્યાયને ઝંખી રહ્યાં છે. આજે ફરી એકવાર સુરત પોલીસ કમિશનર ખાતે અગ્નિકાંડના મૃતકોના સ્વજનો પોલીસ કમિશનરને આવેદનપત્ર સોંપ્યું હતું. તેઓએ ઉચ્ચ અધિકારીઓ ઉપર કાર્યવાહી કરવાની માંગણી કરી છે. 

વડોદરા દુષ્કર્મ કેસ: બળાત્કારીઓએ કેવી રીતે સગીરાને 6 ફૂટની દીવાલ કૂદાવી, તે જોઈ પોલીસ પણ ચોંકી

તક્ષશિલા અગ્નિકાંડમાં 22 જેટલા યુવાનોના કરૂણ મોત નિપજ્યું હતું. આ સમગ્ર ઘટનામાં અનેક અધિકારીઓની ધરપકડ કરવામાં આવી હતી અને કેટલાકને તો જામીન પણ મળી ગયા છે. પરંતુ અત્યાર સુધી મૃતકોના પરિવારજનો આ કાર્યવાહીથી સંતુષ્ટ નથી આજે ફરી એક વખત મૃતકોના પરિવારજનો સુરતના નવા પોલીસ કમિશનર આર. બી. બ્રહ્મભટ્ટને મળવા પહોંચ્યા હતા. પરિવારજનોએ આશરે 251 પાનાનું આવેદનપત્ર આપી આકારણી અધિકારી, સર્વેયર, ફાયરના અધિકારીઓ અને પાલિકાના ઉચ્ચ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

10 મુદ્દામાં જાણો નાણાવટી પંચે ગોધરાકાંડ રિપોર્ટમાં કોને ક્લીનચીટ આપી, અને કોની નકારાત્મક ભૂમિકા બતાવી

મૃતકોના પરિવારજનો આરટીઆઇ હેઠળ દસ્તાવેજો ભેગા કરી પોલીસ કમિશનરને આપવા આવ્યા હતા. અગાઉ પણ તેઓ ત્રણ વખત આવે તેના આપી ઉચ્ચ અધિકારીઓ સામે તપાસની માંગ કરી ચૂક્યા છે, તેમ છતાં કોઈ પગલા લેવાતા નથી. આ સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓ સામે તપાસ ન થતા લોકોના પરિજનો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપી રહ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે, આ અંતિમ વાર આવેદન તંત્રને આપવામાં આવ્યું છે અને આવનાર દિવસોમાં જ ઉચ્ચ અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તો કોર્ટમાં પણ તેઓ જશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More