Home> Gujarat
Advertisement
Prev
Next

સુરતના પરિવારની ગાયબ દીકરી મુંબઈના એક રૂમમાંથી મળી, સામે આવી ચોંકાવનારી હકીકત

Surat News : સુરતમાં લવ જેહાદનો કિસ્સો.. શ્રમજીવી પરિવારની લાપતા દીકરી પ્રેમી સાથે મુંબઈમાં કઢંગી હાલતમાં મળી

સુરતના પરિવારની ગાયબ દીકરી મુંબઈના એક રૂમમાંથી મળી, સામે આવી ચોંકાવનારી હકીકત

Surat News ચેતન પટેલ/સુરત : સુરતમાં ગોડાદરા વિસ્તારમાં રહેતા એક શ્રમજીવી પરિવારની મોટી દીકરી ગુમ થઈ હતી. જેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. એક વિધર્મી યુવક તેની ચુંગલમાં ફસાવી મુંબઈ લઈ ગયો હતો. શરૂઆતમાં પરિવારને આ બાબતની કોઈ જાણ ન હતી અને તેને ગોડાદરા પોલીસ સ્ટેશનમાં મિસિંગની ફરિયાદ નોંધાવી હતી. ગોડાદરા પોલીસે કિશોરીની ગુમ થયાની ફરિયાદ મળતા આ ઘટનાને ગંભીરતાથી લઈ તે કિશોરીને શોધવા ચક્રોગતિમાન કર્યા હતા અને અંતે સફળતા મળી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગોડાદરા વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારના તમામ સભ્યો થોડા દિવસો પહેલા સાંજે એક સાથે જમ્યા બાદ સુઈ ગયા હતા. ત્યારે તેમનો મોટો છોકરો કામ પરથી ઘરે ના આવ્યો હતો અને રાતના મોટો છોકરો ઘરે આવતા તેણે તેની નાની બહેનને ઘરમાં જોઈ ન હતી. આ બાબતે તેણે પરિવારને પૂછતા પરિવારે કિશોરીની શોધખોળ ચાલુ કરી હતી, પરંતું શોધખોળના અંતે પણ કોઈ ભાળ ન મળી ન હતી. અંતે પરિવાર ગોડાદરા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. ગોડાદરા પોલીસ સ્ટેશનમાં કિશોરી ગુમ થયાની ફરિયાદ આપી હતી. 

હાલ બાળકીઓ સાથે જે પ્રકારના બનાવો બની રહ્યાં છે તેને ધ્યાને લઈ ગોડાદરા પોલીસે કિશોરીને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા. હ્યુમન સોર્સીસના આધારે આ ફરિયાદની તપાસ મુંબઈ સુધી પહોંચી હતી અને તાત્કાલિક ધોરણે ગોડાદરા પોલીસ સ્ટેશનના કેટલાક પોલીસ કર્મીઓ મુંબઈ જવા રવાના થઈ ગયા હતા. આશરે મોડી રાત્રે ગોડાદરા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ તે વિસ્તારના 50થી વધુ કરો ફરી વળ્યા હતા. પરંતુ તે કિશોરીની કોઈપણ ભાળ મળી ન હતી. ત્યાં હાજર રહેવાસીઓમાંથી કેટલાકે પોલીસને જાણ કરી કે અહીં થોડાક સમય પહેલા એક યુવક અને એક કિશોરી રહેવા આવ્યા છે. ત્યારે પોલીસે તે ઘરમાં તપાસ કરતા કિશોરી અને યુવક ન મળ્યા. અંતે પોલીસે તે જ મકાનમાં અંદર બનાવેલ એક રૂમમાં પહોંચી ત્યારે દરવાજો અંદરથી બંધ હતો. ભારે જહેમત બાદ પણ જ્યારે દરવાજો ન ખુલ્યો ત્યારે પોલીસે તે ઘરમાં રહેતા લોકોની સઘન પૂછપરછ કરી હતી. 

જેના બાદ લોકોએ જણાવ્યું કે, મારો એક મિત્ર લગ્ન કરી અહીં આવ્યો છે તે જ અંદર છે. ત્યારબાદ જ્યારે એ દરવાજો ખોલી અંદર પોલીસ પહોંચી તો તેના હોંશ ઉડી ગયા હતા. સુરતથી ભાગેલી કિશોરી અને વિધર્મી યુવક તે રૂમમાં આરામ ફરમાવતા નજરે પડ્યા હતા. પોલીસે તાત્કાલિક બંનેને ત્યાંથી ઝડપી અને તેમને સુરત ખાતે ગોડાદરા પોલીસ સ્ટેશનને લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

વધુમાં, મોડી રાત્રે જ્યારે કિશોરી તેના ઘરે મળી ન હતી ત્યારે આ વિધર્મી યુવક શાહનવાજ દ્વારા જ તેને મોડી રાત્રે પોતાના ઘરે લઈ આવ્યો હતો અને વહેલી સવારે આશરે નવેક વાગ્યાની આજુબાજુ પોતાની ટુવ્હીલર ગાડી લઈ તે કિશોરીને બેસાડી મુંબઈ જવા રવાના થયો હતો અને મુંબઈ પહોંચ્યા બાદ તેને તેના મિત્રને કહ્યું કે હું આ યુવતી સાથે લગ્ન કરીને આવ્યો છું અને તે મારી પત્ની છે. તેથી અમને થોડાક સમય અહીં રહેવા દો. ત્યારે તેના મિત્રએ વિશ્વાસમાં આવી જઈએ તેને થોડો સમય રહેવા માટે જગ્યા આપી હતી તેવુ સુરત પોલીસના એસપી જેટી સોનારાએ જણાવ્યું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More