Home> Gujarat
Advertisement
Prev
Next

સુરત: રત્નકલાકારો Corona ના કારક ! ધરણા થાય તે પહેલા તમામની અટકાયત

 શહેરમાં કોરોના ફેલાયો તે માટે રત્નકલાકારો જવાબદાર છે તેવી ગુજરાત સરકાર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં રજુઆત કરવામાં આવી હતી. જેના પગલે સુરતના રત્નકલાકારોમાં રોષ જોવા મળ્યો હતો. જો કે આ મુદ્દે સુરતમાં રત્નકલાકારોનાં સમર્થનમાં સરકાર વિરુદ્ધ કોર્પોરેટર દ્વારા ધારણા કરવામાં આવે તે પહેલા જ પોલીસ દ્વારા તમામની અટકાયત કરી લેવામાં આવી છે. 

સુરત: રત્નકલાકારો Corona ના કારક ! ધરણા થાય તે પહેલા તમામની અટકાયત

સુરત : શહેરમાં કોરોના ફેલાયો તે માટે રત્નકલાકારો જવાબદાર છે તેવી ગુજરાત સરકાર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં રજુઆત કરવામાં આવી હતી. જેના પગલે સુરતના રત્નકલાકારોમાં રોષ જોવા મળ્યો હતો. જો કે આ મુદ્દે સુરતમાં રત્નકલાકારોનાં સમર્થનમાં સરકાર વિરુદ્ધ કોર્પોરેટર દ્વારા ધારણા કરવામાં આવે તે પહેલા જ પોલીસ દ્વારા તમામની અટકાયત કરી લેવામાં આવી છે. 

લોકોના નળ સુધી પાણી પહોંચાડવા ગુજરાત સરકારે લીધો ક્રાંતિકારી નિર્ણય

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતમાં છેલ્લા થોડા સમયમા અચાનક કોરોના વિસ્ફોટ થતો જોવા મળ્યો છે. ગુજરાત સરકારનાં જવાબથી રત્નકલાકારોમાં રોષ જોવા મળી રહ્યો છે. વરાછા સહિતના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર બેનર લગાવીને સરકાર સામે રોષ પ્રકટ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સરકાર વિરુદ્ધ પોતાનો રોષ પ્રકટ કરવા રત્નકલાકારો ધરણા પર બેસવાના હતા. જો કે તેઓ ધરણા પર બેસે તે પહેલા જ પોલીસે તમામની અટકાયત કરી હતી. 

વડોદરા: મિલ્કતનો કેસ જીતાડવાની લાલચ આપીને 2 ઠગોએ 17.40 લાખ રૂપિયા પડાવ્યા

અટકાયત કરવામાં આવી તેમાં કોંગ્રેસનાં કોર્પોરેટર દિનેશ કાછડીયા અને ચાર અન્ય રત્નકલાકારોનો સમાવેશ થાય છે. કતારગામ વિસ્તારમાં કોરોના વિસ્ફોટ જોવા મળી રહ્યો છે. જેના પગલે હાઇકોર્ટે આ અંગે સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો. જેમાં સરકારે વિવિધ કારણોની સાથે સાથે રત્નકલાકારોને પણ દોષીત ઠેરવ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More