Home> Gujarat
Advertisement
Prev
Next

સુરત: 11 લાખની ડુપ્લીકેટ ચલણી નોટો સાથે સાળા-બનેવીની અટકાયત

જિલ્લાના માંગરોળના જુના કોસંબા વિસ્તારમાંથી 11 લાખની ડુપ્લીકેટ ચલણી નોટ સાથે સાળા બનેવીની ધરપકડ કરવામાં આવી છે. સાતિર આરોપીઓએ 500ની દરની 11 લાખ કિંમતની નોટ છાપી નાખી હતી. અને 200 બંડલ કોરા મળી આવ્યા હતા. એક બંડલમાં 100 નોટ એવા 200 બંડલ મળી આવતા ચકચાર મચી છે. 

સુરત: 11 લાખની ડુપ્લીકેટ ચલણી નોટો સાથે સાળા-બનેવીની અટકાયત

કિરણસિંહ ગોહીલ/સુરત: જિલ્લાના માંગરોળના જુના કોસંબા વિસ્તારમાંથી 11 લાખની ડુપ્લીકેટ ચલણી નોટ સાથે સાળા બનેવીની ધરપકડ કરવામાં આવી છે. સાતિર આરોપીઓએ 500ની દરની 11 લાખ કિંમતની નોટ છાપી નાખી હતી. અને 200 બંડલ કોરા મળી આવ્યા હતા. એક બંડલમાં 100 નોટ એવા 200 બંડલ મળી આવતા ચકચાર મચી છે. 

ગુજરાતમાંથી ભારતીય ચલણી નોટ બજારમાંથી મળવાની વાત સામાન્ય બની ગઈ છે પરંતુ બે સાતિરની ધરપકડ કરવામાં આવી છે.  તેઓએ એક નહિ બે નહીં પણ 11 લાખ રૂપિયાની કિંમતની 500ના દરની ડુપ્લીકેટ નોટ છાપી દીધી હતી. અને અન્ય નોટો છાપવાની તૈયારીમાં હતા ત્યારે જ સુરત ગ્રામ્ય એસ.ઓ.જી અને કોસંબા પોલીસે સયુંકત ઓપરેશન કરી આરોપીઓને ડુપ્લીકેટ નોટ છાપતા રંગેહાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપી પાસેથી મોબાઈલ, મોનિટર, સી.પી.યુ, કીબોર્ડ, પેપર કટર, કોપી પેપર, કલર પિન્ટર કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

મહાનગરોના તૂટેલા રસ્તાઓ રીપેર કરવા રાજ્ય સરકાર આપશે 216 કરોડ: CM

કોસંબા પોલીસે માંગરોળના જુના કોસંબા વિસ્તારમાં મુસ્લિમ ફળિયામાં રહેતા આરીફ ઉર્ફ ગુડ્ડુ અહેમદ શાહ અને ઝૂલકફીલ ઉર્ફ સફી શેખ નામના સાળા બનેવી છેલ્લા ચાર મહિનાથી ઘરે જ કલર પિન્ટરમાં સ્કેન કરી 500ના દરની ડુપ્લીકેટ નોટ બનાવવતા હતા. આ બંનેએ અત્યાર સુધીમાં 11 લાખની કિંમતની ડુપ્લીકેટ નોટ છાપી નાખી હતી. અને 200 બંડલ કોરા કાગળ જેમાં એક બંડલમાં 100 કોરા કાગળ જે 500ના દરની નોટની સાઈઝના હતા.

ગાય અને બળદના લગ્ન કરવવાનો અનોખી રસમ, વીડિયો વાયરલ

સ્થાનિક સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આરોપી તાંત્રિક વિધિના નામે લોકો સાથે રૂપિયા ડબલ કરી આપવાના બહાનાએ ઠગાઈ કરતા હતા. આરોપીના ઘરે બિલાડી અને કાલ ભૈરવની મૂર્તિ પણ જોવા મળી છે. આરોપી મુસ્લિમ છે, અને હિન્દૂ દેવતાના ફોટા કેમ એટલે આ સાળા બનેવી મોતીઓ રમતમાં હતા પરંતુ હાલતો પોલીસ તાપસ કરી રહી છે કે કેટલા સમયથી નોટ છાપતા હતા અને માર્કેટ માં કેટલી નોટ ઘુસાડી છે અને આ ટોળકીનો કોઈ ભોગ બન્યું છે કે કેમ તે દિશામાં તપાસ કરી રહ્યા છે.

જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More