Home> Gujarat
Advertisement
Prev
Next

સુરત: કસ્ટોડિયલ ડેથ મામલો, મૃતક ઓમપ્રકાશનો ઉમરા સ્મશાનમાં અંતિમ સંસ્કાર

સુરતના ખટોદરા પોલીસ મથકમાં ચોરીના આરોપીને ઢોર માર મરાયા બાદ મોત નિપજ્યું હતું. કસ્ટોડિયલ ડેથ મામલે મૃતક યુવકના ઉમરા સ્થિત સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પોતાની ભાઈ ની લાશ જોઈ રામગોપાલ ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડ્યો હતો. 

સુરત: કસ્ટોડિયલ ડેથ મામલો, મૃતક ઓમપ્રકાશનો ઉમરા સ્મશાનમાં અંતિમ સંસ્કાર

તેજશ મોદી/સુરતઃ સુરતના ખટોદરા પોલીસ મથકમાં ચોરીના આરોપીને ઢોર માર મરાયા બાદ મોત નિપજ્યું હતું. કસ્ટોડિયલ ડેથ મામલે મૃતક યુવકના ઉમરા સ્થિત સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પોતાની ભાઈ ની લાશ જોઈ રામગોપાલ ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડ્યો હતો. 

સ્મશાનમાં મૃતકના ભાઇ વિશાલ પાંડેએ અગ્નિદાહ આપ્યો, જ્યારે વિધિ તેના બીજાભાઇ રામગોપાલ પાંડેએ કરી હતી. સ્મશાનમાં પોતાના ભાઇની લાશ જોઇ રામગોપાલ પોતાને રોકી ન શક્યો અને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો હતો. રામગોપાલે હૈયાફાટ રૂદન કરતાં કરતાં કહ્યું કે 'પોલીસ સ્ટેશનમાં તેની નજર સામે જ ભાઇને પોલીસકર્મીઓ બેફામ માર માર્યો હતો. રામગોપાલનો મારના વિશાન બતાવતો વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે.

અમદાવાદ: રિવરફ્રન્ટ ખાતે આવેલા ફનપાર્ક ટાવરના સંચાલક સામે નોધાઇ પોલીસ ફરિયાદ

મૃતકના ભાઇએ પોતાની ભાષામાં કહ્યું કે 'પોલીસ ચોકીમાં મુર્ગા, સિગારેટ પી કે મારતે થે, મેરી આંખો કે સામને મારા હેં' રામગોપાલ એક દિવસના વચગાળાના જામીન લઇ અંતિમક્રિયા માટે આવ્યો હતો. સુરતના ખટોદરા પોલીસ મથકમાં ચોરીના આરોપીને ઢોર માર મરાયા બાદ મોતના કેસમાં પીએસઆઈ સહિત સાત પોલીસ કર્મી હાલ ફરાર છે.

કાંકરિયા ઝૂમાં પ્રાણીઓને ગરમીથી રક્ષણ આપવા સત્તાધીશોએ કરી આ ખાસ વ્યવસ્થા

આ મામલે આરોપીઓ વિદેશ ભાગી ન જાય તે માટે લૂકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. આ પહેલા રાજ્યભરના એરપોર્ટ પર નજર રાખવાનો આદેશ કરાયો હતો, જે બાદમાં હવે દેશના તમામ એરપોર્ટ પર નજર રાખવાના આદેશ કરાયા છે. બીજી તરફ પોલીસે તમામ પોલીસ કર્મીઓના વતનમાં પણ તપાસ કરી છે. મંગળવારે મૃતકના પરિવારના લોકો પણ સુરત સિવિલ ખાતે મૃતદેહ લેવા માટે આવી પહોંચ્યા હતા.
 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More