Home> Gujarat
Advertisement
Prev
Next

સાવધાન! મોબાઈલ-લેપટોપની ચોરી કરનાર સ્પાઇડર ચોરની ધરપકડ, આ રીતે કરે છે ચોરી

સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી રાત્રી દરમ્યાન શોપીંગ સેન્ટરની દુકાન તેમજ ઓફીસને ટાર્ગેટ કરીને મોબાઈલ, લેપટોપ અને રોકડાની ચોરીની ફરિયાદો મળી રહી હતી. જેને લઈને સુરત પોલીસ કમિશનર દ્વારા ક્રાઈમ બ્રાન્ચ ને આરોપીને પકડવા માટે ટાસ્ક આપવામાં આવ્યો હતો.

સાવધાન! મોબાઈલ-લેપટોપની ચોરી કરનાર સ્પાઇડર ચોરની ધરપકડ, આ રીતે કરે છે ચોરી

ઝી બ્યુરો/સુરત: સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મોબાઈલ અને લેપટોપની ચોરી કરનાર સ્પાઇડર આરોપી કિશન કમલાશંકર દુબેની લીંબાયત વિસ્તાર માંથી ધરપકડ કરી છે. આરોપી પાસેથી પોલીસે અલગ-અલગ કંપનીના મોબાઈલ-લેપટોપ મળી કુલ રૂપિયા 1.73.000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીને પોતાના વતન સુરત રોજગારી માટે આવ્યો હતો. પરંતુ ઘણા દિવસો વીત્યાબાદ કોઈ રોજગારી ન મળતા તે ચોરીના રવાડે ચડ્યો હતો. 

'બીજા ઉપાધિ કરવાનું બંધ કરી દેજો, આ ખેતર મારા બાપનું છે', રાદડિયાનો જૂનો VIDEO વાયરલ

આરોપીએ અલગ અલગ વિસ્તાર માંથી રાત્રી દરમ્યાન શોપીંગ સેન્ટરમાં આવેલ ઓફીસ, દુકાનોને ટાર્ગેટ કરતો હતો. પાઇપ વાટે ઉપરના માળે ચઢી પાછળની સેકશન બારીથી અંદર પ્રવેશ કરતો હતો બાદમાં ઓફિસમાં રહેલ લેપટોપ તથા મોબાઈલ ફોન તથા રોકડા રૂપિયાની ચોરી કરી ફરાર થઇ જતો હતો. ચોરીના લેપટોપ મોબાઈલ પોતાની પાસે રાખીને તેનું વેચાણ કરી તેમાથી પૈસા મેળવતો હતો. 

બગાવતનું બ્યૂગલ ફૂંકાયું! સહકારમા BJPને ઝટકો, રાદડિયાથી શરૂઆત, શું બીજા ચીલો ચાતરશે?

સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી રાત્રી દરમ્યાન શોપીંગ સેન્ટરની દુકાન તેમજ ઓફીસને ટાર્ગેટ કરીને મોબાઈલ, લેપટોપ અને રોકડાની ચોરીની ફરિયાદો મળી રહી હતી. જેને લઈને સુરત પોલીસ કમિશનર દ્વારા ક્રાઈમ બ્રાન્ચ ને આરોપીને પકડવા માટે ટાસ્ક આપવામાં આવ્યો હતો.જે અનુસંધાને ગતરોજ સુરત ક્રાઈમ બ્રાંચ ની ટીમને બાપની મળી હતીકે, આ પ્રકારની ચોરી કરનાર આરોપી લીંબાયત ફરી રહ્યો છે જેને લઇને અમારી ટીમ દ્વારા આરોપી કિશન કમલાશંકર દુબેની લીંબાયત વિસ્તાર માંથી ધરપકડ કરી હતી. 

બે દિવસ બાદ ગુજરાતીઓ સાવધાન રહેજો! એક બે નહીં, 4 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓ થશે તરબોળ

આરોપી પાસેથી પોલીસે અલગ-અલગ કંપનીના મોબાઈલ-લેપટોપ મળી કુલ રૂપિયા 1.73.000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આરોપીને પોતાના વતન સુરત રોજગારી માટે આવ્યો હતો. પરંતુ ઘણા દિવસો વીત્યાબાદ કોઈ રોજગારી ન મળતા તે ચોરીના રવાડે ચડ્યો હતો. આરોપીએ અલગ અલગ વિસ્તાર માંથી રાત્રી દરમ્યાન શોપીંગ સેન્ટરમાં આવેલ ઓફીસ, દુકાનોને ટાર્ગેટ કરતો હતો. પાઇપ વાટે ઉપરના માળે ચઢી પાછળની સેકશન બારીથી અંદર પ્રવેશ કરતો હતો. 

અમદાવાદની આ દુકાનનો આઈસ્ક્રીમ ખાય છે અંબાણી પરિવાર, પ્રીવેડિંગ સેરેમનીમાં મચાવી ધૂમ

બાદમાં ઓફિસમાં રહેલ લેપટોપ તથા મોબાઈલ ફોન તથા રોકડા રૂપિયાની ચોરી કરી ફરાર થઇ જતો હતો. ચોરીના લેપટોપ મોબાઈલ પોતાની પાસે રાખીને તેનું વેચાણ કરી તેમાથી પૈસા મેળવતો હતો. હાલ આરોપીની વધુ પૂછપરછ ચાલી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More