Home> Gujarat
Advertisement
Prev
Next

Surat: સીઆર પાટીલે ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ 7 પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ, જાણો શું છે મામલો

આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ માટે અપશબ્દનો પ્રયોગ કર્યો હતો. હવે પાટીલે આ મામલે ફરિયાદ નોંધાવી છે. 
 

Surat: સીઆર પાટીલે ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ 7 પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ, જાણો શું છે મામલો

સુરતઃ આમ આદમી પાર્ટીના યુવા નેતા ગોપાલ ઇટાલિયા ફરી નવા વિવાદોમાં ફસાયા છે. હવે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે તેમની વિરુદ્ધ સાત અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહત્વનું છે કે ગોપાલ ઇટાલિયાએ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ વિરુદ્ધ અપશબ્દનો પ્રયોગ કર્યો હતો. હવે આ મુદ્દે નવો વિવાદ શરૂ થયો છે. 

જાણો શું છે સમગ્ર મામલો
મહત્વનું છે કે હાલમાં રાજ્યમાં વાવાઝોડુ તૌકતે આવ્યું હતું. આ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા સોશિયલ મીડિયા પર સક્રિય હતા. તેઓ લોકો પાસેથઈ વાવાઝોડાની માહિતી મેળરી રહ્યાં હતા. આ દરમિયાન ગોપાલ ઈટાલિયાએ એક ફેસબુક પોસ્ટ કરી. તેમણે લખ્યું કે, તમારા વિસ્તારમાં અત્યારે વાવાઝોડાની શું સ્થિતિ છે? વિસ્તારના નામ સાથે જણાવો..

fallbacks

ગોપાલ ઇટાલિયાની આ પોસ્ટ પર ઉમેશ મારડિયા હિંદુ પ્રજાપતિ નામના એક યૂઝરે કોમેન્ટ કરી હતી. ઉમેશ મારડિયાએ ગોપાલ ઈટાલિયા પાસે દારૂની બોટલની માંગ કરી હતી. ત્યારબાદ ગોપાલ ઈટાલિયાએ તેને વળતો જવાબ આપ્યો હતો. આ દરમિયાન ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ વિશે અપશબ્દ કહ્યા હતા. હવે પાટીલે આ મામલે ફરિયાદ નોંધાવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More