Home> Gujarat
Advertisement
Prev
Next

પત્ની પર નજર બગાડનાર મિત્રના પતિએ એવા હાલ કર્યા કે પોલીસ પણ ગોથુ ખાઈ ગઈ

પત્ની પર નજર બગાડનાર મિત્રના પતિએ એવા હાલ કર્યા કે પોલીસ પણ ગોથુ ખાઈ ગઈ
  • સુરતમાં એક મહિના પહેલા થયેલી હત્યા પ્રકરણમાં આખરે ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડ્યો 
  • સીસીટીવીના માધ્યમથી સુરત પોલીસે હત્યાનો ભેદ ઉકેલ્યો, આરોપી મિત્ર સુધી પહોંચી 

ચેતન પટેલ/સુરત :સુરતના સરથાણાં વિસ્તારમાં એક મહિના પહેલા થયેલા હત્યા પ્રકરણમાં આખરે ક્રાઇમબ્રાન્ચે આરોપીને ઝડપી પાડી જેલ ભેગો કર્યો છે. મૃતકે હત્યારાની પત્નીની છેડતી કરી હતી. તેમજ તેની સાથે શારિરીક સબંધ બાંધવાની વાત કરતા હત્યારાએ તેના માથા પર બોથડ પદાર્થ મારી તેની લાશને સળગાવી દીધી હતી. 

સુરતના સરથાણા વિસ્તારમાં એક માસ પહેલા ઝાડી ઝાંખરામાંથી એક ઈસમની સળગેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ બનાવમાં સરથાણાં પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન મૃતક શખ્સ પાસેથી મળી આવેલ મોબાઈલ ફોન આધારે તપાસ કરતા ફોન કાપોદ્રા ચાર રસ્તા પાસેથી ચોરીમાં ગયેલ હોવાનુ જણાઈ આવ્યુ હતું. પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ફોનના ધારકની પૂછપરછ કરી કાપોદ્રા, સિમાડાનાકા, લસકાણા ચાર રસ્તાથી બનાવવાળી જગ્યા સુધી આશરે આઠેક કી.મી. અંતરના તમામ સી.સી.ટીવી કેમરા ચેક કરતા મૃતક સરથાણા સિમાડાનાકા વિસ્તારમાં રાત્રિના પુલ નીચે સુતો હોવાનુ બહાર આવ્યું હતું.

આ પણ વાંચો : કોંગ્રેસથી નારાજ હાર્દિક પટેલને AAP ની ઓફર, કહ્યું-અમારી સાથે જોડાવો, સાથે મળીને લડીએ 

જે અંગે ટીમના માણસોએ પુલ નીચે વોચ ગોઠવી વર્કઆઉટ કરતા ત્યાં આગળ રાત્રિના સુતા મજુરોને મળી તથા આજુબાજુના વિસ્તારમાં ફરી પૂછપરછ મૃતક સુમીત સુરેશ પરમારનો હોવાનુ બહાર આવ્યું હતું. જેથી તેના ઉઠક બેઠકના સ્થળોની તપાસ કરી તથા તેના મિત્રોને મળી પુછપરછ કરી ઝીણવટભરી રીતે તપાસ કરતા હત્યા પવન સુરેશભાઈ સોલંકીએ કરી હોવાનું બહાર આવ્યું હતું. જેના આધારે ક્રાઈમબ્રાન્ચની ટીમે સરથાણા સાગવાડી પાસેથી પવનને ઝડપી પાડયો હતો. 

fallbacks

આરોપી પવન સોલંકીની ઉડાણપુર્વકની પુછપરછ કરતા તેણે જણાવ્યું કે, આરોપી પવન તથા મરણજનાર સુમીત સુરેશ પરમાર બંને મિત્રો હતા. તેઓ એકબીજા સાથે હરતા ફરતા હતા. બનાવના આશરે એક માસ પહેલા  સુમીત પરમારે પવનની ગેરહાજરીમાં તેના ધરમાં જઈ તેની પત્નીની છેડતી કરી હતી. તે સમયે તેની પત્નીએ સુમીતને બે લાફો મારી પોતાના ઘરે આવવા માટે ના પાડી હતી. જે વાતની પવન સોલંકીને ખબર પડતા તેણે સુમીત પરમારને ધાક ધમકી આપી બે ત્રણ લાફા માર્યા હતા. 

આ પણ વાંચો : અમદાવાદના ખાડાવાડા રસ્તાથી ઘોડીનો પગ તૂટ્યો, હવે આજીવન લંગડી દોડશે 

ત્યાર બાદ બનાવ દિવસે પવન સોલંકી તથા સુમીત પરમાર મોટર સાયકલ ઉપર સવાર થઈ ખાણી પીણી માટે ગયા હતા. ત્યારે સુમીતે પવનની પત્ની સાથે સંબંધ બાંધવા માટેની વાત કરતા પવન ઉશ્કેરાઈ ગયો હતો. આવેશમાં આવી પ્રથમ સુમિતનુંનુ ગળુ દબાવી અર્ધ બેભાન કર્યો હતો. ત્યાર બાદ બાજુમાં રહેલ પથ્થર ઉંચકી ત્રણ વખત માથામાં માર્યો હતો. તેના બાદ તેનું મોત નિપજાવી લાશ ઝાડીઓમાં ફેંકી દીધી હતી. ત્યાર બાદ બીજા દિવસે સુમીતની ઓળખ ન થાય તે માટે સવારના આશરે ચારેક વાગ્યાના સુમારે સિમાડા નાકા પાસે આવેલ પેટ્રોલપંપ ઉપરથી એક બોટલમાં સો રૂપીયાનુ પેટ્રોલ લઈ બનાવવાળી જગ્યાએ જઈ સુમીતના શરીર ઉપર છાંટી દીધુ હતું. બાદમાં દિવાસળી વડે આગ ચાંપી લાશને સળગાવી દીધી હતી. ત્યાર બાદ ત્યાથી જતો રહ્યો હતો. આમ, પવને પોલીસ સમક્ષ હત્યાનો ગુનો કબૂલ્યો હતો. હાલ પોલીસે આરોપી પવનને કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More